વગર દવાએ હરસ, લોહિયાળ મસા, ગાંઠો અને સોજાથી મળશે કાયમી છુટકારો, જાણો ઉપયોગની રીત થશે અઢળક ફાયદા….

આજની જીવનશૈલી અને ખાણીપીણીની ના કારણે ક્યાંકને ક્યાંક અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં ઘર કરી રહી છે. આવી અનેક બીમારીઓ સામે લડવા માટે આપણા વડીલો હંમેશા શાકભાજીનું સેવન કરવાની સલાહ આપે છે. શાકભાજીમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. આવી શાકભાજીમાં એક સુરણ છે જે અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. અને અનેક પ્રકારની બીમારીઓની સારવારમાં પણ અતિ ઉપયોગી છે.

ઉપવાસમાં પણ સુરણનું સેવન કરી શકાય છે. આ એક ફરાળી શાક છે અને તેના અનેક પ્રકારના લાભ છે. સુરણ જમીનમાં ઉગાડવામાં આવતું હોવાથી તેનો રંગ પણ માટી જેવો હોય છે. સુરણ આપણા શરીર માટે સ્વાસ્થ્યવર્તક શાક છે. સુરણનો આયુર્વેદમાં ઔષધીના રૂપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો તમારો મેમરી પાવર નબળો હોય તો સુરણનું સેવન કરવું જોઈએ, જેથી યાદશક્તિ પાવરફુલ બને છે. આજે આપણે આ લેખના માધ્યમથી સુરણના વિવિધ ફાયદા જાણીશું.1) સુરણમાં ફાઇબર, ફોલિક એસિડ, વિટામીન B6 વગેરે ઉપલબ્ધ હોય છે. તેના સિવાય  સૂરણમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન જેવા અન્ય પોષક તત્વો પણ હાજર હોય છે. આથી સુરણ કેન્સર જેવા ગંભીર રોગો સામે શરીરને લડવા માટે સક્ષમ બનાવે છે.

2) સૂરણમાં કેલ્શિયમ, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને ઝિંક ઉપલબ્ધ હોય છે. તેથી એકાગ્રતા વધે છે અને યાદશક્તિ તેજ બને છે. તેથી બાળકોને સુરણનું સેવન કરાવવું જોઈએ. સુરણના સેવન થી શરીરની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. તેથી શરીરના આંતરિક અને બાહ્ય ભાગમાં આવેલા સોજા ને ઘટાડવામાં મદદરૂપ બને છે.3) આયુર્વેદ પ્રમાણે કબજિયાત, થાકનો અહેસાસ કે મસા જેવી સમસ્યા દૂર કરવા સુરણ ખૂબ જ ઉપયોગી છે. એજિંગના લક્ષણો, ચામડીમાં ઢીલાશ પડી જવી, ચહેરા પરના ડાઘ ધબ્બા વગેરે જેવી સમસ્યાઓને દૂર કરવા નિયમિતપણે સુરણનું સેવન કરવું જોઈએ. સૂરણમાં ઈસોફ્લાવોનેસ નામનું તત્વ હોવાથી ત્વચામાં આવેલી ઢીલાસને ટાઈટ બનાવે છે અને ત્વચા સોફ્ટ બને છે. 

4) સુરણ ગોળો, સોજા, કૃમી, એસીડીટી, સંધીવા, મેદસ્વિતાપણું ,ઉદરશુળ, ઉધરસ, શ્વાસ, વગેરેમાં લાભદાયક છે. સુરણ મસા, કફ, વાયુ, ગરમ, પાચન, ઝાડા લીવરના રોગોમાં વગેરે જેવી સમસ્યાઓમાં અતિ ઉપયોગી છે. ઘીમાં કે તલના તેલમાં તળેલું સુરણ અથવા છાશમાં બાફેલા સુરણ ના ફાયદા ડબલ થઈ જાય છે.5) ડાયાબિટીસના દર્દીઓ ના ઈલાજ માટે સુરણ ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત પણે સુરણ નું સેવન કરવામાં આવે તો શુગરનું  સ્તર ઓછું થાય છે અને રક્તમાં ગ્લુકોઝનું સ્તર પણ ઘટાડે છે જેથી ડાયાબિટીસના રોગમાં રક્ષણ મળે છે અને આ ગંભીર રોગ ના જોખમો ને દૂર કરી શકાશે. સુરણમાં એન્ટીઓકિસડન્ટ, વિટામિન સી જેવા ગુણ હોય છે, તે કેન્સર પેદા કરનારા મુક્ત રેડિકલ સામે લડવામાં મદદરૂપ બને છે.

6) હાથીપગા રોગમાં પગમાં ખૂબ જ સોજા આવે છે અને પગ ધીમે ધીમે ફૂલીને હાથીના પગ જેવો થઈ જાય છે. આ રોગની સારવાર માં સુરણ નો લેપ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. સુરણના ટુકડાને ઘી અને મધમા વાટીને સવાર સાંજ સોજા પર લેપ કરવાથી રાહત થશે. ભોજનમાં પણ સુરણનું સેવન કરવું. સાંધાના સોજા હોય, ગાંઠો હોય, બરોળ વધતી હોય તો નિયમિતપણે ઘીમાં શેકેલા સુરણનું શાક ખાવું જોઈએ. આ બરોળ ને દૂર કરવા માટે ઔષધીથી સહેજ પણ ઓછું નથી. તેના સેવન થી બરોળ ને જડ મૂળથી દૂર કરી શકાય છે.7) સુરણ મસામાંથી લોહી નીકળતું હોય તેના માટે પણ અસરકારક દવા રૂપે કામ કરે છે. આ મસા ને દૂર કરવા માટે સુરણ અને કડાછાલને સરખા પ્રમાણમાં લઈને તેનું ચૂરણ બનાવી લો. દરરોજ સવાર સાંજ આ ચૂર્ણને અડધી અડધી ચમચી ના પ્રમાણમાં છાશ સાથે  સેવન કરવું. દરરોજ આ પ્રમાણે કરવાથી લોહિયાળ મસામાંથી છુટકારો મળે છે.

8) આંખોની રોશની વધારવા કે આંખોના નંબર દૂર કરવા માટે સુરણ ખૂબ જ ઉપયોગી છે. સુરણમાં વિટામીન એ હોવાથી આંખોની રોશનીમાં વધારો કરે છે. તેના સિવાય સૂરણ હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર જેવા રોગોમાં ફાયદાકારક છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને ફાઈટોન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે, જેથી આ દરેક રોગોના નિવારણમાં સુરણ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે.

9) જેને કમરની ચરબી વધી ગઈ હોય કે પેટ પર ચરબી વધી ગઈ હોય તો આ ચરબી ઘટાડવા માટે અત્યંત અસરકારક છે. તમારું પાચનતંત્ર મજબૂત બનાવે છે તથા તેમાં હાજર બેક્ટેરિયા ખોરાકને પચાવવામાં મદદરૂપ થાય છે. તેથી જેને કમર કે પેટ પર ચરબીના થર થઈ ગયા હોય તેઓએ સુરણનું સેવન અવશ્ય કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment