મહાભારતના આ પાંચ યોદ્ધાઓ સામે અર્જુન હારી ગયો હોત, જો ભગવાન શ્રી કૃષ્ણ ન હોત.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, મહાભારતના યુદ્ધમાં અર્જુનનું પરાક્રમ ખુબ જ અહેમ હતું. કેમ કે અર્જુન ખુબ જ ધુરંધર યોદ્ધા હતો. પરંતુ તેના સાહસના ટકાવી રાખવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સતત તેની સાથે હતા. જો મહાભારતના યુદ્ધમાં પાંડવો યુદ્ધ જીત્યા હોય તો ભગવાન શ્રી કૃષ્ણના સાથના કારણે. પરંતુ અર્જુન ગુરુકુળમાં પણ શ્રેષ્ઠ ધનુર્ધર હતો. તેની વિદ્યા વિશેષ હતી.

અર્જુન સામે લગભગ કોઈ યોદ્ધ જીતી ન શકે. પરંતુ મહાભારતના પાંચ એવા પાત્રો છે, જે અર્જુનને હરાવવાની ક્ષમતા ધરાવતા હતા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના ચાતુર્યથી અર્જુને તેના પર વિજય મેળવ્યો. તો આજે આ લેખમાં અમે તમને એ પાંચ યોદ્ધ વિશે જણાવશું, જે અર્જુનને હરાવવાની ક્ષમતા ધરાવતા હતા. તો ચાલો જાણીએ કોણ છે એ પાંચ પાત્ર.

દ્રોણાચાર્ય : મિત્રો દ્રોણાચાર્ય મહાભારતનું ખુબ જ મહત્વનું અને એક મહાન પાત્ર હતું. દ્રોણાચાર્ય અર્જુનના ગુરુ હતા. અર્જુનને ધનુવિદ્યામાં પારંગત બનાવનાર ગુરુ દ્રોણાચાર્ય હતા. દ્રોણાચાર્ય એટલે મહાન વ્યક્તિ હતા કે તેઓ માત્ર એક પળમાં અર્જુનને હરાવી શકતા હતા, પરંતુ મહાભારતમાં કૂટ નીતિ દ્વારા ગુરુ દ્રોણાચાર્યનો વધ કરવામાં આવ્યો હતો.

વીર બર્બરિક : વીર બર્બરિક પણ એક યોદ્ધા હતો, જે મહાભારતમાં માત્ર ત્રણ બાણોથી યુદ્ધ કરવા ઈચ્છતો હતો. પરંતુ તમને જણાવી દઈએ કે વીર બર્બરિકના ત્રણ બાણને તોડવાની તાકાત અર્જુન પાસે ન હતી. જો બર્બરિકે મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો હોત તો અર્જુનને આસાનીથી હરાવી દીધો હતો.

કર્ણ : દાનવીર કર્ણ પણ ખુબ જ શક્તિશાળી યોદ્ધા હતો. જ્યાં સુધી કર્ણની પાસે કવચ અને કુંડળ હતા, ત્યાં સુધી કર્ણ હરાવવાની તાકાત કોઈ પાસે ન હતી. એક વાર ઈન્દ્ર યોગીના રૂપમાં સવારે કર્ણ સ્નાન કરતો હોય છે એ સ્થાન પર પહોંચે છે અને દાન માંગે છે. દાનમાં યોગી કવચ અને કુંડળ માંગે છે. ત્યારે કર્ણ કવચ અને કુંડળ બંને યોગીને દાનમાં આપી દે છે. પરંતુ તેમ છતાં કર્ણને હરાવવો ખુબ જ મુશ્કેલ હતો. પરંતુ તેમ છતાં કર્ણનો રથ ફસાય ગયો ત્યારે છળ કરીને તેનો વધ કર્યો હતો.

ભગવાન શ્રી કૃષ્ણ : ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતના એ શક્તિશાળી યોદ્ધ હતા, જેમણે મહાભારતના યુદ્ધમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેઓ અર્જુનના સારથી બન્યા. જો ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતમાં ભાગ લે, તો તેને કોઈ પણ યોદ્ધા હરાવી ન શકે. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત વિષ્ણુનો અવતાર હતા. તેને હરાવવા શક્ય જ ન હતા.

અશ્વત્થામા : જો મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી અને સાથે ન હોત, અને અશ્વત્થામા અને અર્જુન વચ્ચે યુદ્ધ થયું હોત અને જો અશ્વત્થામા નારાયણ અસ્ત્રનો પ્રયોગ કરે તો અર્જુનની હાર થઈ હોત. અશ્વત્થામા પણ એક મહાન યોદ્ધા હતો.

Leave a Comment