પીએમ નરેન્દ્ર મોદીનો દાઢી વધારવા પાછળ શું છે સંકેત ? જાણો તેના કારણો.

આપણા દેશમાં જ્યારે પહેલી વાર કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવાનું શરૂ થયું ત્યારે માર્ચ મહિનો હતો. તો ત્યારે માર્ચ મહિનામાં પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા એક દિવસનું જનતા કર્ફ્યું કરવાની નિર્દેશ જારી કર્યો હતો. કોરોના વાયરસમાં દેશને સંબોધન કરવા માટે પહેલી વાર નરેન્દ્ર મોદી ટીવી સામે આવ્યા ત્યારે તેની દાઢી સરસ રીતે કાપેલી હતી. 

પરંતુ માર્ચ બાદ હવે કોરોનાને ત્રણ મહિના દેશમાં વીતી ગયા છે, અને કોરોના હજુ અથવાત જ છે. પરંતુ હવે દેશના જનજીવનને આગળ વધારવા માટે સરકાર થોડી છૂટછાટ આપી રહી છે. તો તેમાં અનલોક-2 ની ઘોષણા થઈ ત્યાર બાદ ફરી દેશને સંબોધન આપવા માટે પીએમ મોદી સ્ક્રિન પર જોવા મળ્યા હતા. પરંતુ તે દરમિયાન પીએમ મોદીની દાઢી ખુબ જ વધી ગયેલી જોવા મળી. પીએમ ને જોતા એવું લાગે કે ઘણા સમયથી તેમણે દાઢી કપાવી ન હોય. 

તો પીએમ મોદીને જોઇને લોકો એવો અંદાજો લગાવી રહ્યા છે કે, શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને સંદેશ આપવા માટે પોતાની નથી કપાવતા ? તો આવું કહેવામાં આવી રહ્યું છે તેની પાછળ પણ કારણ છે કે, અનલોક-2 ની ઘોષણા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને પોતાના ઘરોમાંથી કામ સિવાય બહાર ન નીકળવા અને બિનજરૂરી વસ્તુઓથી બચવા માટેની સલાહ આપી છે. માર્ચથી લઈને જુન 2020 ના છેલ્લા દિવસે તેમણે દેશને સંબોધિત કર્યો હતો. ત્યારે લગભગ આખા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના 70 દિવસ વીતી ચુક્યા હતા. 

તો મિત્રો પીએમ મોદીની લાંબી દાઢીને લઈને લોકોમાં જીજ્ઞાસા ઉભી થઈ છે કે, શું લાંબી દાઢીમાં કોઈ સંકેત હતો ? પરંતુ લાંબી દાઢીને લઈને પ્રશ્ન થઈ રહ્યો છે કે, પીએમ મોદી તેના હેર ડ્રેસરને નથી મળ્યા ? પરંતુ તેમને જણાવી દઈએ કે જ્યારે અનલોક-1 ની ઘોષણા કરી ત્યાર બાદ ઘણા રાજ્યોમાં હેર કટિંગ અને સુલુનની દુકાનો ખુલવા લાગી હતી. પરંતુ આ સમયે પ્રધાનમંત્રીની દાઢી વધી ગયેલી જોવા મળી. 

પરંતુ મિત્રો હેર ડ્રેસરને ન મળવાના કારણે એવું નથી કે, પીએમ નરેન્દ્ર મોદી પોતાના આધિકારિક નિવાસ 7,  લોક કલ્યાણ માર્ગમાં નથી. પરંતુ હાલ જે મહામારીથી આપણો દેશ પસાર થઈ રહ્યો છે, તે દરમિયાન પ્રધાનમંત્રી રૂપે પીએમ મોદીએ લગાતાર વર્ચ્યુઅલ મિટિંગ કરવાની હોય છે અને અધિકારીઓને મળવાનું વધારે આવશ્યક હોય છે. લગભગ આજ કારણોસર તેઓ પોતાના હેર ડ્રેસરને નહિ મળ્યા હોય. કેમ કે હજુ તેઓ વધુ મહત્વના કામોમાં જ પોતાનો બધો સમય ફાળવી રહ્યા છે. તેના કારણે કદાચ સમયનો પણ અભાવ હોય. 

એવું માનવામાં પણ આવી રહ્યું છે કે, લોકોને એક સંદેશ આપવા માટે તેમણે દાઢી વધારી છે. તેમણે લોકોને ઘણી વાર અપીલ કરી છે કે, તમે સક્ષમ છો તો ઘર પર જ કામ કરો. વારંવાર કરીયાણાનો સામાન લેવા માટે બહાર ન નીકળો. લોકો સાથે બને ત્યાં સુધી સામાજિક દુરી બનાવી રાખો. સાથે સાથે કોઈને મળવા કરતા બને ત્યાં સુધી વિડીયો કોલમાં જ અન્ય લોકો સાથે વાતચીત કરી લો. તેમણે જણાવ્યું કે જો ઘરની બહાર નીકળો તો માસ્ક જરૂર પહેરો. 

Leave a Comment