બોલીવુડ માટે માઠા સમાચાર : બોલીવુડની મશહુર કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન

મિત્રો 2020 માં બોલીવુડના ઘણા નામાંકિત સિતારાઓ આથમી ગયા છે. તો આજે પણ બોલીવુડની એક એવી જ હસ્તીએ આ દુનિયાને અલવિદા કહી છે. એક બાદ એક બોલીવુડના પ્રખ્યાત સિતારા આથમી રહ્યા છે. તો આજે બોલીવુડના મશહુર કોરિયોગ્રાફરનું નિધન થયું છે. જેના કારણે ફરી બોલીવુડમાં ગમગીન માહોલ બની ગયો છે. તો ચાલો જાણીએ કોણ છે એ મશહુર કોરિયોગ્રાફર.

બોલીવુડ જગતની ખુબ જ મશહુર કોરિયોગ્રાફર સરોજ ખાનનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મુંબઈમાં નિધન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી તેઓ અસ્વસ્થ હાલતમાં જ હતા. તબિયત ખરાબ હોવાના કારણે તેને બાંદ્રાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ મોડી રાત્રે તેની તબિયત ખુબ જ બગડી ગઈ હતી અને શુક્રવારના રોજ તેનું નિધન થઈ ગયું. તેનો કોરોના રીપોર્ટ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું પરિણામ નેગેટીવ આવ્યું હતું. તમને જણાવી દઈએ કે સરોજ ખાનની ઉંમર 71 વર્ષ હતી.

શ્વાસની તકલીફ હોવાના કારણે 20 જુનના રોજ સરોજ ખાનને મુંબઈ બ્રાંદ્રામાં આવેલ ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલમાં દાખલ થવાના કારણે તેનો કોરોના રીપોર્ટ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. તો બીજી તરફ સરોજ ખાનના પરિવાર સાથે જોડાયેલા એક સૂત્રએ એવો દાવો કર્યો છે કે સરોજ ખાનનું સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધાર પર હતું. તેને વહેલી તકે ડિસ્ચાર્જ કરવામાં આવશે. પરંતુ અચાનક જ મોડી રાત્રે સરોજ ખાનની તબિયત બગડવા લાગી અને અંત તેનું નિધન થયું. સરોજ ખાનના અંતિમ સંસ્કાર મુંબઈમાં મલાડના માલવાણીમાં થશે. 

લગભગ ચાર દશકના પોતાના લાંબા કરિયરમાં સરોજ ખાને 2 હજાર કરતા પણ વધારે ગીતોમાં કોરિયોગ્રાફી કરી છે. સરોજ ખાનને પોતાના કોરિયોગ્રાફીના કરિયર માટે ત્રણ વાર નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે. જેમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસમાં ‘ડોલા રે ડોલા રે,’ ગીતની કોરિયોગ્રાફી માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમજ માધુરી દીક્ષિતની તેજાબ ફિલ્મના આઈટમ સોંગ ‘એક દો તીન’ અને વર્ષ 2007 માં આવેલ ફિલ્મ જબ વી મેટ નું ગીત ‘એ ઈશ્ક….’ માટે પણ તેને નેશનલ એવોર્ડ મળ્યો છે.

તો સરોજ ખાન છેલ્લી વાર કરણ જોહરના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલ ફિલ્મ કલંકમાં તબાહ હો ગયે ગીત પર કોરિયોગ્રાફી કરી હતી. આ ગીતમાં પણ માધુરી દીક્ષિત જોવા મળી હતી. આ ફિલ્મ વર્ષ 2019 માં રિલીઝ થઈ હતી. 

Leave a Comment