પાકિસ્તાનમાં આવેલ નામાંકિત પુરાતત્વ પ્રખ્યાત હિંદુ મંદિરો, ધરાવે ખુબ જ જુના ઈતિહાસ.

મિત્રો પાકિસ્તાન આ નામ આખી દુનિયામાં ખુબ જ ચર્ચિત છે. પરંતુ આજે ભારતમાં ઘણા બધા મુસ્લિમ સમુદાયના ધાર્મિક સ્થળો છે, તેવી જ રીતે પાકિસ્તાનમાં હિંદુ ધર્મના અમુક પ્રમુખ સ્થળો આવેલ છે. જ્યાં હિંદુ મંદિર અને તીર્થ સ્થળ છે. કેમ કે પહેલા પાકિસ્તાન ભારતનો જ એક હિસ્સો હતો 1947 માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા. તો આજે અમે તમને પાકિસ્તાનમાં આવેલ હિંદુ તીર્થ અને મંદિર વિશે જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

હિંગળાજ માતા મંદિર : હિંગળાજ માતા મંદિર, જેને હિંગળાજ દેવી, હિંગુલા દેવી તથા નાની મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હિંગોળ નદીના કિનારા પર લ્યારી તાલુકાના મકરાનના તટીય ક્ષેત્રમાં હિંગળાજમાં સ્થિત એક હિંદુ મંદિર છે. હિંદુ દેવી સતીને સમર્પિત 51 શક્તિપીઠમાંથી એક છે.  છેલ્લા ત્રણ દશકોમાં આ જગ્યા ખુબ જ લોકોપ્રિય બની છે અને ત્યાં પાકિસ્તાનમાં ઘણા હિંદુ સમુદાયોની વચ્ચે આસ્થાનું એક આધાર બિંદુ બની ગયું છે. 

હિંગળાજ માતાનું મંદિર ગુફામાં છે અને એ સ્થળ પહાડી વિસ્તારમાં આવેલ છે. તે કરાચીથી ઉત્તર-પશ્વિમમાં 250 કિલોમીટર, અરબ સાગરથી 19 કિલોમીટર અને સિંધુ નદીથી પશ્વિમમાં 130 કિલોમીટર દુર આવેલ છે. હિંગોળ નદીના પશ્વિમી તટ પર, મકરાન રેગિસ્તાનની ખેરથાર પહાડીઓની એક સાંકળના અંતમાં બનેલું છે. એક નાની ગુફામાં આ મંદિર છે અને ત્યાં એક માટીની નાની વેદી પણ બનેલ છે. ત્યાં હિંગળાજ માતાની કોઈ માનવ નિર્મિત મૂર્તિ કે ફોટો નથી. પરંતુ ત્યાં એક નાના આકારની શીલા છે જે માતા હિંગળાજ રૂપે બિરાજે અને તેની પૂજા કરવામાં આવે છે. એ શીલાને સિંદુર લગાવેલ છે. તેની જ પૂજા કરવામાં આવે છે માતા હિંગળાજના રૂપે. 

કટાસરાજનું શિવ મંદિર : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જીલ્લા ચકવાલ શહેરથી લગભગ 30 કિલોમીટર દુર દક્ષીણમાં કોહીનુર નામનો એક પર્વત શ્રુંખલામાં મહાભારતકાળમાં કટાસરાજ નામનું એક ગામ હતું. તે મંદિરના પરિસરમાં ભગવાન શ્રી રામ, હનુમાનજી, અને ભગવાન શિવજી જોવા મળે છે. હિંદુ માન્યતાનો અનુસાર જ્યારે શિવજી સતીના નિધન બાદ એટલા રડ્યા હતા કે, તેના આંસુ રોકાતા ન હતા. અને તે આંસુઓના કારણે બે તળાવ બની ગયા. તેમાંથી એક રાજસ્થાન પુષ્કરમાં છે અને બીજું પાકિસ્તાન કટાશામાં છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવજીએ સતી સાથે લગ્ન કર્યા બાદ ઘણા વર્ષો સુધી કટાસરાજમાં વિતાવ્યા હતા. ત્યાં આવેલ આ શિવ મંદિર લગભગ 900 વર્ષ જુનું છે. 

નૃસિંહ મંદિર : ભક્ત પ્રહલાદે ભગવાન નૃસિંહના સમ્માન એક મંદિર બનાવ્યું હતું, જે વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ પંજાબના મુલ્તાન શહેરમાં આવેલ છે. તેને પ્રાચીનકાળમાં શ્રીહરિના “ભક્ત પ્રહલાદના મંદિર” ના રૂપે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરનું નામ પ્રહલાદ પૂરી મંદિર છે. મુલ્તાનના વિશ્વપ્રસિદ્ધ કિલ્લાની અંદર બનેલું આ મંદિર એક સમયે મુલ્તાન શહેરની ઓળખ હતું. હોળીના સમયે ત્યાં વિશેષ પૂજા અને અર્ચનાનું આયોજન કરવામાં આવે છે. તે મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે, સ્થંભ માંથી નીકળીને પ્રહલાદના પિતાનો વધ ભગવાન નૃસિંહે કર્યો હતો.

પંચમુખી હનુમાનજી મંદિર : આ મંદિર કરાચીમાં આવેલ છે. કરાચીમાં 1500 વર્ષ જુનું પંચમુખી હનુમાનજી મંદિરમાં આજે પણ ખુબ જ લોકો દર્શન માટે જાય છે. નાગરપારકરના ઇસ્લામકોટમાં પાકિસ્તાનનું આ એક માત્ર ઐતિહાસિક રામ મંદિર છે. બીજી તરફ પંચમુખી હનુમાનજી મંદિર કરાચીના શોલ્ઝર બજારમાં બનેલ છે. પાકિસ્તાનમાં આવેલ આ પંચમુખી હનુમાનજીની મૂર્તિ ખુબ જ અદ્દભુત છે. 

જગન્નાથ મંદિર : પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટમાં ભગવાન જગન્નાથજીનું મંદિર છે. ભારતની જેમ જ પાકિસ્તાનમાં પણ ભગવાન જગન્નાથજીની રથ યાત્રા નીકળે છે. 

Leave a Comment