રિલિઝ થનારી આ 7 મોટી ફિલ્મોને ઘરે બેઠા જ જોઈ શકાશે, જાણો ક્યાં થશે રિલીઝ….!

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન થયું હતું. લોકડાઉન થવાને કારણે લગભગ બધાના કામ અટકી ગયા હતા. જેમાં ફિલ્મોનું શૂટિંગ પણ બંધ કરાયું હતું. નવી ફિલ્મોની રિલીઝની તારીખ આગળ વધારવામાં આવી. તેનાથી બોલીવુડને ઘણું નુકસાન પણ થયું હતું. પરંતુ કેટલાક ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકોએ તેમની ફિલ્મોને OTT પ્લેટફોર્મ પર રજૂ કરી હતી. ઉદાહરણ તરીકે, ઇરફાનની ‘ઇંગ્લિશ મીડિયમ’, આયુષ્માન અને અમિતાભ બચ્ચન સ્ટાર્રર ‘ગુલાબો-સીતાબો’, અનુષ્કા શર્માની ‘બુલબુલ’ જુદા જુદા પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના કારણે હાલમાં થિયેટરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.

જો કે કોરોનાના વધતા કહેરને જોતા તથા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ ફિલ્મોને OTT પર રિલીઝઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 24 જુલાઇના રોજ સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ “દિલ બેચારા” ડિઝની હોટસ્ટાર પર રિલિઝ થશે. તે ઉપરાંત ઘણી ફિલ્મો આ વર્ષે તમે OTT પર જ જોઈ શકશો. 

1- લક્ષ્મી બોમ્બ : આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. આ અગાઉ સલમાન ખાનની ફિલ્મ ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ સાથે ઈદ -2020 માં રિલીઝ થવાની હતી. પરંતુ લોકડાઉનને કારણે, તેની રિલિઝ ડેટ લંબાવવામાં આવી છે. આ ફિલ્મ તમિલની મુનિ -2: કંચનાની રિમેક છે. આમાં અક્ષય કુમાર ટ્રાન્સજેન્ડરની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાઘવ લોરેન્સે કર્યું છે.

2- ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા : અજય દેવગણની આ ફિલ્મ રિયલ સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મમાં અજય આઈએએફ સ્ક્વોડ્રોન લીડર વિજય કર્ણિંકની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેની વાર્તા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની છે. જ્યારે કર્ણિંકની ભુજ એરપોર્ટની જવાબદારી નિભાવી રહ્યા હતા અને તેઓ તેમની ટીમ સાથે અને 300 મહિલાઓ સાથે ભુજ એરબેઝનું ફરીથી નિર્માણ કરી રહ્યા હતા. ફિલ્મમાં અજય ઉપરાંત સંજય દત્ત, સોનાક્ષી સિંહા, નોરા ફતેહી, શરદ કેલકર, એમી વિર્ક પણ જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક અભિષેક દુધૈયા છે.

3- દિલ બેચારા : સુશાંત સિંહ રાજપૂત અને સંજના સંઘીની આ ફિલ્મ હવે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના ડિરેક્ટર મુકેશ છાબરા છે. પહેલાં ફિલ્મનું નામ ‘કીઝી અને મેની’ રાખવામાં આવ્યું હતું. 24 મી જુલાઈએ રિલીઝ થનારી આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ ‘ધ ફ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ની રિમેક છે.

4- ધ બિગ બુલ : આ ફિલ્મમાં અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. તે 23 ઓક્ટોબર, 2020 ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ લોકડાઉનને કારણે હવે તે OTT પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં એક એવી વ્યક્તિની વાર્તા છે જેણે દેશ માટે તેના સપના વહેંચી દીધા છે. આ ફિલ્મમાં ઇલિયાના ડિક્રુઝ, નિકિતા દત્તા અને સોહમ શાહ પણ છે. આ ફિલ્મનું નિર્માણ અજય દેવગન અને આનંદ પંડિત દ્વારા કરવામાં આવ્યું છે. કુકી ગુલાટીએ દિગ્દર્શન કર્યું છે.

5- સડક-2 : મહેશ ભટ્ટની ‘સડક’, ‘સડક -2’ ની સિક્વલ પણ OTT પર રિલીઝ થશે. આ ફિલ્મમાં પૂજા ભટ્ટ, સંજય દત્ત, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ રોય કપૂર છે. ઉલ્લેખનીય છે આ પહેલી ફિલ્મ છે, જેમાં આલિયા તેના પિતા મહેશ ભટ્ટ તથા બહેન પૂજા ભટ્ટ સાથે કામ કરી રહી છે.

6- ખુદા હાફિઝ :  ફારુક કબીર દિગ્દર્શિત આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ અને શિવાલિકા ઓબેરોય છે. તે પણ OTT પર રજૂ કરવામાં આવશે. જો કે, હજુ તારીખ નક્કી કરવામાં આવી નથી. પરંતુ તે 2020 ઓક્ટોબર પહેલાં રિલીઝ થશે.

7- લૂટકેસ : આ ફિલ્મમાં કૃણાલ ખેમુ મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય ગજરાજ રાવ, રસિકા દુગ્ગલ, રણવીર શૌરી અને વિજય રાજ ​​છે. રાજેશ કૃષ્ણએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો અને સોડા ફિલ્મ પ્રોડક્શન દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.

Leave a Comment