આંતરરાષ્ટ્રીય વિમાન સેવા પર લાગી રોક, આટલી તરીક સુધી નહિ ઉડે આંતરરાષ્ટ્રીય વિમાન.

કોરોના વાયરસના કારણે આપણા દેશમાં ઘણા લાંબા સમય સુધી લોકડાઉન રહ્યા બાદ હવે બધે ધીમે ધીમે છૂટ સરકાર દ્વારા આપવામાં આવે છે. તો હાલ એ સમય દરમિયાન ઘણી બધી સુવિધાઓ અને લોકોની સમસ્યાઓમાં વધારો થયો હતો. પરંતુ કોરોના સંક્રમણને અટકાવવા માટે એ પગલા લેવા આવશ્યક બની ગયા હતા. તેમાં ખાસ તો વાહન વ્યવહાર અને એરલાઇન્સનીની બધી જ સુવિધાઓ સ્થગિત હતી. તો હાલ એરલાઇન્સનીને લઈને હજુ એક નવા સમાચાર સામે આવ્યા છે. 

કોરોના વાયરસના કેસો હાલ ભારતમાં લગાતાર વધી રહ્યા છે. તો આવા માહોલની વચ્ચે આંતરરાષ્ટ્રીય યાત્રી વિમાન સેવાને 31 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી છે. નગર વિમાનન મહાનિદેશાલય (DGCA) એ શુક્રવારના રોજ અધિસુચના જારી કરીને તેના વિશે જાણકારી આપી હતી. જો કે તેની સાથે જ DGCA એ આવનાર દિવસોમાં અમુક આંતરરાષ્ટ્રીય રૂટ પર વિમાન સેવાઓ શરૂ કરવાનો સંકેત આપ્યો હતો. 

જારી કરવામાં આવેલ અધિસુચનમાં એવું લખવામાં આવ્યું છે કે, “અલગ અલગ મામલાના આધાર પર અમુક સિલેક્ટેડ વિમાન માર્ગો પણ ઉડાન માટેની અનુમતિ આપી શકાય તેમ છે.” તમને જણાવી દઈએ કે આ પહેલા આંતરરાષ્ટ્રીય વિમાન  યાત્રીઓની ઉડાન 15 જુલાઈ સુધી જ સ્થગિત હતી. પરંતુ હવે તેને લંબાવીને 31 જુલાઈ સુધી વધારી દેવામાં આવી છે. 

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની આ મહામારીના કારણે ભારત દ્વારા 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેની સાથે સાથે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો અને વિમાન સેવા બંધ કરી દીધી હતી. પરંતુ 25 મેં ના રોજ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. તે ઉડાન સેવાઓ માટે કોરોના સાથે જોડાયેલી ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ઉડાનને લઈને DGCA ના નિર્ણયની વચ્ચે વંદેભારત મિશનનું ચોથું ફેઝ શરૂ થઈ ગયું છે. તેમાં મિશન હેઠળ એર ઇન્ડિયાની ફ્લાઈટ્સથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 6 મેં થી વંદે ભારત મિશન શરૂ કરવામાં આવ્યું હતું. 

મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે ભારત સરકારની બધી જ કોશિશો બાદ ભારતમાં કોરોના વાયરસના મામલા ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. હાલના સમયમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 6 લાખના આંકડાને વટાવી ગઈ છે. તેમાં આ વાયરસથી મૃત્યુ પામનારની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જે સંખ્યા હાલ 18 હજારના આંકડાને વટાવી ગઈ છે. કેસોની સંખ્યામાં વધારો ત્યારે થઈ રહ્યો છે, જ્યારે અનલોક-2 ચાલી રહ્યું છે. કેમ કે અનલોક-2 માં લોકોને ઘણી આર્થિક ગતિવિધિઓ માટે છૂટ આપવામાં આવી છે. 

Leave a Comment