તમારા નકારાત્મક વિચારોને આ આદતો ઝટકામાં દુર કરશે, સિદ્ધિ અને સકારાત્મકતા બંને આવશે.

મિત્રો નકારાત્મકતા આપણા વિચારો અને જીવનને ખુબ જ પ્રભાવિત કરે છે. આપણા વિચાર જેટલા નકારાત્મક હશે એટલી જ નિરાશા, તણાવ અને ડિપ્રેશનની વૃદ્ધિ થશે. ઘણી વાર નાના નાના નકારાત્મક વિચાર આપણને એ રીતે ઝકડી લેતા હોય છે આપણા વિચારો જ નકારાત્મક બની જાય અને તેનાથી જીવનમાં નિરાશા વધવા લાગે છે. પરંતુ આપણા જીવનમાં અમુક નાના નાના બદલાવ કરવામાં આવે તો તે નકારાત્મક વિચારોથી છુટકારો મેળવી શકાય છે અને સકારાત્મક બની શકાય. તો આજે આ લેખમાં અમે તમને અમુક ઉપાય જણાવશું, તેના દ્વારા તમે સંપૂર્ણ સકારાત્મક વિચારો કેળવી શકો છો અને નકારાત્મક વિચારો દુર થઈ જશે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

સવારની શરૂઆત : જો સવારની શરૂઆત સકારાત્મક હોય તો આખો દિવસ સકારાત્મક બની રહે છે. તેના માટે સવારે સૂર્યોદયના સમયે ઘરની બહાર નીકળીને પર્યાવરણનો આનંદ લો અને હરિયાળીની વચ્ચે ચાલો અને પર્યાવરણની ખુબસુરતી, પક્ષીઓનો કલબલાટ અને સ્વચ્છ હવાને મહેસુસ કરો અને પોતાની સારી પળોને યાદ કરો. 

ઈશ્વરમાં ધ્યાન લગાવો : સવારના સમયે થોડી વાર સુધી ઈશ્વરમાં ધ્યાન લગાવો, તેનાથી તમારું મન શાંત થશે અને તમારામાં આત્મશાંતિ અને આત્મવિશ્વાસ પણ વધશે. ભગવાનને પ્રાર્થના કરો કે તમારી પીડા દુર થશે તેનાથી તમેં ખુદને હળવા મહેસુસ કરશો. 

વ્યાયામ કરો : વ્યાયામ અથવા યોગને પોતાની દિનચર્યામાં શામિલ કરો અને તેનાથી માત્ર સ્વાસ્થ્ય લાભ થશે, પરંતુ તે માનસિક વિકાસમાં ખુબ જ સહાયક છે. પ્રતિદિન ઓછામાં ઓછા  30 મિનીટથી 1 કલાક સુધી સવારે વ્યાયામ અથવા યોગ કરવામાં સમય કાઢો અને સવારે બહાર ચાલવા માટે જાવ તેનાથી સકારાત્મક ભાવ આવે છે અને માનસિક શાંતિ મળે છે.

મેડિટેશન કરો : દરરોજ થોડો સમય મેડિટેશન જરૂર કરો અને ધ્યાન લગાવીને એકાગ્રચિત થાય તો તેનાથી મનને ખુબ જ શાંતિ મળે છે અને માનસિક વિકાસ પણ થાય છે, તેનાથી તમારા કામમાં પણ એકાગ્રતા આવે છે અને તેનાથી તમારા નકારાત્મક વિચારો દુર થવા લાગે છે. 

શાકાહારી બનો : એવું કહેવામાં આવે છે કે આપણું શરીર માંસ પચાવવા માટે બન્યું જ નથી, અને માંસ ખાવાથી આપણું દિમાગ પણ જાનવરોની જેમ ઉગ્ર બની જાય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શાકાહારી ભોજન સૌથી શ્રેષ્ઠ જણાવવામાં આવ્યું છે. એટલા માટે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી શાકાહારી આહાર જ લેવો જોઈએ. 

કોઈ પણ પ્રકારના નશાથી બચો : નશો ભલે ગમે તેવો હોય, તેનાથી આપણા દિમાગમાં નકારાત્મક વિચારો વધારે ઉત્પન્ન થાય છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ હાનિકારક છે. વધારે નશો કરવાથી આપણા મસ્તિષ્કની નિર્ણય લેવાની અને વિચારવાની શક્તિ કમજોર થઈ જાય છે. તેના કારણે આપણા વિચારો મોટાભાગે નકારાત્મક બની જાય છે. માટે નશો ન કરવો જોઈએ. 

હસવાની આદત પાડો : હંસવા માટે કોઈ પણ મોકાની જરૂર નથી હોતી, તમારી દિનચર્યામાં હસવાની આદતથી તમારો મિજાજ ખુશનુમા બને છે અને નકારાત્મક વિચાર દુર થાય છે. હસવું પણ એક થેરેપી છે તેનાથી આપણું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને વિચાર પણ સકારાત્મક બની રહે છે. 

આજમાં જીવો : જીવનમાં સફળતા અને અસફળતા આવતી રહે છે, પરંતુ અમુક લોકો પોતાની ભૂલો અને અસફળતાઓને યાદ કરીને હંમેશા દુઃખી રહે છે. તેનાથી નકારાત્મક વિચાર તો ઉત્પન્ન થાય છે સાથે જ ભવિષ્ય વિશે પણ કંઈ વિચારી નથી શકતા. જે વીતી ગયું હોય તેને બદલી ન શકાય પરંતુ પોતે કરેલી ભૂલોમાંથી શીખ લેવી અને આગળ વધવું જોઈએ. એટલે કે જે સમયમાં તમે જીવો છે તેને માણો અને ખુશ રહો. 

સંગીતનો સહારો : મિત્રો એવું કહેવાય છે કે, સંગીત દરેક દુઃખોમાંથી બહાર નીકળવાનો ખુબ જ સારો ઉપાય છે. જ્યારે પણ તમે એકલા પડો અથવા જીવનમાં નકારાત્મકતા વધી જાય તો સંગીત સાંભળો. તેનાથી તમારા દિમાગમાં કોઈ પણ નકારાત્મક વિચાર નહિ આવે અને તમારો મૂડ પણ ફ્રેશ થઈ જશે તેનાથી તમારા અંદર નવો જોશ અને સાથે તમારા જીવનને આગળ વધારવામાં સહાયતા મળશે, માટે સંગીત સાંભળવાનું રાખો. 

બીજાને દોષ આપવાનું છોડી દો : પોતાની અસફળતા માટે બીજાને દોષો આપવા યોગ્ય ન કહેવાય. તેનાથી આપણા વિચાર હંમેશા બીજાને કોસવા વાળા બને છે અને જીવનમાં નકારાત્મકતા હાવી થઈ જાય છે. હંમેશા પોતાની અસફળતાઓ અને ભૂલોથી શીખ લઈને ભવિષ્યમાં તેને સુધારવાની કોશિશ કરવી જોઈએ, જરૂર સફળતા મળશે. આટલી બાબતોનું માત્ર સામાન્ય રીતે ધ્યાન રાખવામાં આવે તો આપણને નકારાત્મક વિચારોથી દુર જવામાં સફળતા જરૂર મળે છે. 

Leave a Comment