મુંબઈના લાલબાગના “મુંબઈચા રાજા” મંડળ દ્વારા ગણેશોત્સવને લઈને લેવાયો મહત્વનો નિર્ણય.

મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે, કોરોના વાયરસે લગભગ દરેક દેશની વ્યવસ્થાને ખેદાનમેદાન કરી નાખી છે. કોરોના વાયરસથી લગભગ દુનિયાનો દરેક વ્યક્તિ પ્રભાવિત થયો છે. કેમ કે આખી દુનિયા પર આર્થિક સંકટ આવી ગયું છે. તો તેમાં તેની ઘણી અસર ભારત પર પણ પડી છે. ભારત પર જે આર્થિક અસર આવી પડી છે તેના કારણે લોકોના જીવન ખુબ જ પ્રભાવિત થયા છે. પરંતુ ભારતમાં આ વર્ષે કોરોના વાયરસના કારણે ધાર્મિક કર્યો પર પણ ખુબ જ અસર પડી છે. 

આપણી સામાજિક વ્યવસ્થા અનુસાર લગ્ન સહિત મોટાભાગના કાર્યોને લોકો દ્વારા સ્થગિત કરવામાં આવ્યા હતા. તો તેવી જ રીતે હાલ મહારાષ્ટ્ર મુંબઈમાંથી એવા સમાચાર આવ્યા છે કે, આ વર્ષે ગણપતિ ઉત્સવ ધામધૂમથી મનાવવામાં નહિ આવે. મહારાષ્ટ્રમાં જે ખુબ જ ધામધુમથી મનાવવામાં આવતો ગણપતિ ઉત્સવ પર પણ આ વર્ષે કોરોના વાયરસનો પ્રભાવ નજર આવી રહ્યો છે. મુંબઈના મશહુર ગણપતિમંડળોમાંથી એક લાલબાગના મુંબઈચા રાજા મંડળના સેક્રેટરી સ્વપ્નિલ પરબે મંગળવારે જણાવ્યું હતું કે, આ વર્ષે ગણેશોત્સવ ખુબ જ સરળ રીતે મનાવવાનો ફેસલો કરવામાં આવ્યો છે. 

મુંબઈમાં લાલબાગના રાજાની મૂર્તિ સામાન્ય રીતે 20 ફૂત જેટલી મોટી હોય છે, પરંતુ આ વખતે એ મૂર્તિ માત્ર 4 ફૂટ ઉંચી હશે. લાલબાગના મુંબઈચા રાજા મંડળના સેક્રેટરી પરબે જણાવ્યું કે, અધિકારો દ્વારા દેવામાં આવેલા નિર્દેશો અનુસાર, અમે ગણેશોત્સવને એક સરળ રીતે મનાવવાનો ફેસલો કર્યો છે. એટલે માટે આ વર્ષે મૂર્તિ માત્ર 4 ફૂટ ઉંચી જ હશે, અને તે મૂર્તિને એક કુત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવશે. 

લગભગ તમે જણાતા જ હશો કે, મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ સૌથી લોકપ્રિય તહેવાર તરીકે મનાવવામાં આવે છે. એટલા માટે દર વર્ષે મુંબઈ અને પુણે સહિત મહારાષ્ટ્રના અન્ય રાજ્યોમાં પણ ખુબ જ ધામધૂમ સાથે ગણેશોત્સવ મનાવવામાં આવે છે. તો આ વર્ષે ગણેશોત્સવ 22 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીના દિવસથી 10 દિવસ સુધીનો ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે. 

લગભગ આખા દેશભરમાં ખુબ જ આકર્ષક રીતે ગણેશ ઉત્સવનો આ તહેવાર મનાવવામાં આવે છે, પરંતુ મુંબઈમાં સૌથી આકર્ષક રીતે આ ઉત્સવ મનાવવામાં આવે છે. આ ઉત્સવ 10 દિવસ સુધી મનાવવામાં આવે છે. જેમાં લોકો પોતાના ઘરોમાં અથવા સોસાયટીમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરે છે અને તેની પૂજા અર્ચના કરે છે. તો મુંબઈમાં અલગ અલગ ગણેશ મંદિરોમાં મોટા મોટા ગણેશ પંડાલ બનાવવામાં આવે છે, જેમાં સૌથી વધારે આકર્ષક પંડાલ લાલબાગના રાજાનો હોય છે. 

તો એ પંડાલોમાં લાખોની સંખ્યામાં લોકો ભીડ એકત્ર થાય છે અને આ સમયે સરકાર અને જનહિત માટે પાંચ વ્યક્તિને એકઠા કરવા પણ મુશ્કેલી રૂપ છે. માટે આ વર્ષે ખુબ જ સરળ રીતે લાલબાગના ગણેશોત્સવને મનાવવામાં આવશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય. 

Leave a Comment