ચીનની 59 એપ્સ બંધ કર્યા બાદ ફેસબુકે ભારતમાં લોન્ચ કર્યું નવું ફિચર, જાણો શા માટે. 

મિત્રો લગભગ મોટાભાગના લોકો ફેસબુકનો ઉપયોગ કરતા હશે. આજકાલ ફેસબુક એક મોટું સોશિયલ નેટવર્ક છે. તો આજે અમે તમને આ લેખમાં ફેસબુકના નવા ફિચર વિશે જણાવશું. સોશિયલ નેટવર્કિગ વેબસાઈટ ફેસબુક દ્વારા ભારતમાં એક Avatars નામનું ફિચર લોન્ચ કર્યું છે. આ ફિચરમાં ફેસબુક દ્વારા એવી સુવિધા આપવામાં આવે છે કે, ફેસબુક યુઝર્સ પોતાના જેવા દેખાતા વર્ચ્યુઅલ અવતાર બનાવી શકે છે. ફેસબુક દ્વારા આ ફિચરને ત્યારે લોન્ચ કરવામાં આવ્યું જ્યારે ભારતમાં ટીકટોક સહિત 59 ચાઈનાની એપ્સને બેન કરવામાં આવી. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી. 

ફેસબુક દ્વારા બનાવવામાં આવેલ આ અવતારને તમે સ્ટીકર્સની જેમ ચેટ્સ અને કોમેન્ટ્સમાં પણ શેર કરી શકો છો. ફેસબુક કંપનીનું કહેવું છે કે, આ ફિચરને ભારતમાં લોન્ચ કર્યું કર્યું છે, કેમ કે લોકડાઉનના કારણે સોશિયલ ઈન્ટરએક્શન વધી રહ્યું છે. 

ભારત માટે ફેસબુક દુનિયાનું સૌથી મોટું માર્કેટ છે અને ફેસબુકે મોકો જણાવતા આ ફિચરને ભારતમાં લોન્ચ કર્યું છે. ફેસબુક અવતારમાં અલગ અલગ ચહેરા, હેરસ્ટાઈલ અને આઉટફિટ્સના ઓપ્શન્સ હશે જે ભારતના યુઝર્સ માટે કસ્ટમાઇઝ કરવામાં આવ્યા છે. 

ખરેખર તો ફેસબુક સ્ટોરીની જેમ આ ફિચર પણ સ્નેપચેટ જેવું જ છે. સ્નેપચેટ પર Bitmoji નામનું એક ફિચર છે જેમાં સ્નેપચેટ યુઝર્સ Avatar બનાવી શકે છે. ફેસબુકના આ ફિચરને યુઝ કરતા તેમ તમારું અવતાર બનાવી શકો છો. તેને વોટ્સએપ પર પણ સ્ટીકર્સની જેમ મોકલી શકો છો તેમજ સાથે સાથે પોતાની પ્રોફાઇલ ફોટો પણ બનાવી શકો છો. 

આ રીતે બનાવી શકાય પોતાનું ફેસબુક અવતાર : સૌથી પહેલાં તો પોતાના સ્માર્ટફોનની અંદર ફેસબુક અથવા મેસેન્જર ઓપન કરવાનું છે, ત્યાર બાદ કોમેન્ટ ઓપ્શન્સ પર જઈને તમારે Smiley બટનને  ટેપ કરવાનું છે. ત્યાર બાદ સ્ટીકરનું ટેબ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાં Create Your Avatar  નામનું ઓપ્શન્સ જોવા મળશે. ત્યાંથી તમે તમારું વર્ચ્યુઅલ અવતાર તૈયાર કરી શકો છો. તેમાં તમને ઘણા બધા કસ્ટમાઇઝેશન ઓપ્શન્સ પણ આપવામાં આવશે. 

તેમાં સ્કિન કલર, હેર સ્ટાઈલ અને કપડાંથી લઈને ફેસ ઉપર પણ ઘણા પ્રકારના કસ્ટમાઇઝેશન ઓપ્શન્સ મળશે. અવતાર તૈયાર થયા બાદ તમારી પાસે સેવ કરવાનો ઓપ્શન્સ હશે. તમે જો ઈચ્છો તો તેને ફેસબુક પર શેર પણ કરી શકો. ફિલહાલ તો આ ફિચર ફેસબુક દ્વારા એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ જારી કરવામાં આવ્યું છે, પરંતુ આવનાર સમયમાં iPhone યુઝર્સ માટે પણ અવેલેબલ હશે, તેવું કંપની જણાવે છે. 

Leave a Comment