રાજા રજવાડામાં રાજકુમારી સાથે જતી હતી દાસીઓ, કરવા પડતા આવા કામ.

ભારત અથવા વિશ્વના કોઈ પણ રાજા મહારાજા હોય તેની પાસે દાસ અને દાસીઓ ખુબ જ મોટી સંખ્યામાં રહેતા હતા. એ દાસ અથવા દાસીઓ દ્વારા રાજ્યમાં રોજની દિનચર્યાના કર્યો કરવામાં આવતા હતા. જ્યારે કોઈ રાજા કોઈ બીજા રાજ્ય પર હુમલો કરીને તેને પરાજય કરે તે રાજ્યની બધી જ સંપત્તિ પર વિજય મેળવેલ રાજાનો અધિકાર બની જાય છે. હારી ગયેલા રાજ્યનો તમામ અધિકાર જીતેલા રાજા પાસે હોય છે. 

યુદ્ધમાં હારેલા રાજપરિવારના પુરુષ સદસ્યોને હિંદુ રાજાઓ છોડી દેતા હતા અથવા કારાગારમાં નાખી દેતા અને રાણીઓને પોતાના હરમ મહેલમાં રાખતા. પરંતુ મુસ્લિમ સુલતાન જો જીતે તો હારેલા રાજાના પુરુષ રાજપરિવારના સદસ્યોને જનતાની સામે ખુબ જ દર્દનાક રીતે મૃત્યુ આપતા. એ દ્રશ્ય જોઇને કોઈ પણ વ્યક્તિ કંપી ઉઠે. બલબનઅને અલાઉદ્દીન ખીલજીએ જાંટોને યુદ્ધમાં હરાવીને તેના સર કલમ કરીને 20 થી 30 ફૂટ ઉંચી દીવાલો બનાવી હતી. 

ત્યાર બાદ રાજપરિવારની દાસીઓ અને મહારાણીઓને રાજદરબારમાં સુલતાનના ફરમાનથી બોલાવવામાં આવતી હતી. તેમાં મહારાણીઓ અને રાજકુમારીઓને સુલતાનની સેવામાં લગાવી દેતા અને બાકીના ઘોડેસવારો અને સૈનિકોમાં વહેંચી દેવામાં આવતા. જ્યારે હિંદુ સ્ત્રીઓની શારીરિક સ્થિતિ ખરાબ થઈ જતી તો તેના બજારોમાં હાથકડી લગાવીને પેશ કરવામાં આવતી અને તેના પર બોલી લગાવવામાં આવતી. પરંતુ એ સમયે ઘણી હિંદુ રાજપરિવારની સ્ત્રીઓ આગમાં કુદીને પહેલાં જ પોતાનો જીવ આપી દેતી. 

હિંદુ અને મુસ્લિમ રાજાઓ મહેલની અંદર જ સ્ત્રીઓની શિક્ષા વ્યવસ્થા કરાવતા હતા. રાણીઓ અને રાજકુમારીઓ સાથે જે દાસીઓ રાખવામાં આવતી હતી તે ખુબ જ સુશિક્ષિત, યુદ્ધ કળામાં નિપુણ અને સુંદર હતી. તેનાથી રાજકુમારીઓ પર સારો પ્રભાવ પડતો. 

રાજકુમારીના લગ્ન બાદ તેની સાથે ખુબ જ બહાદુર અને બુદ્ધિમાન એક અથવા બે દાસીઓને મોકલવામાં આવતી. જે રાજકુમારીની રક્ષા કરી શકે. કેમ કે રાજપરિવારમાં ષડયંત્ર ખુબ જ કરવામાં આવતા હતા. તે દસીઓનું કાર્ય રાજકુમારીઓને શાસનના કાર્યો સાથે સંબંધિત સૂચનાઓ આપવાનું હતું. તમને જણાવી દઈએ એ રાજકુમારી સાથે ગયેલા દાસીઓને આજીવન કુંવારું રહેવું પડતું. તે પોતાનું જીવન રાજકુમારી-મહારાણી અને તેના પુત્રોની રક્ષા કરવામાં માટે સમર્પિત થઈ જતી. 

તમને જાણીને ખુબ જ આશ્વર્ય થશે કે, અકબરના શાસનકાળમાં હરમમાં રાણીઓની સંખ્યા 5000 જેટલી હતી. તેના સેનાપતિ માનસિંહના હરમમાં 1500 જેટલી સ્ત્રીઓ હતી અને 10,000 જેટલી દાસીઓને સેવામાં લગાવવામાં આવી હતી. જોધાબાઈ અકબરની પ્રમુખ રાણી હતી અને તેનાથી જહાંગીરનો જન્મ થયો હતો. 

Leave a Comment