આ ચમત્કારિક પાણી પેટ, પાચન અને એસિડીટીનો છે એકમાત્ર સચોટ ઈલાજ… જાણો સેવન કરવાની રીત અસ્થમા, હૃદય રગ જેવી બીમારીઓ પણ રહેશે દુર…

મિત્રો આપણે જાણીએ છીએ કે જયારે આપણા ખાનપાનમાં કોઈ ગડબડ થાય છે ત્યારે પેટમાં તેની અસર જોવા મળે છે. ઘણા લોકોને ગેસ, એસીડીટી, અપચો, કબજિયાત જેવી તકલીફ રહે છે. અને સામાન્ય રીતે તમે કદાચ પોતાના દાદી કે નાનીના ઘરેલું ઉપાય રૂપે હિંગ ના ઉપયોગ વિશે જાણતા હશો. જયારે પણ પેટમાં દુઃખે ત્યારે પેટ પર હિંગ લગાવવાથી રાહત મળે છે. તેમજ હિંગના પ્રયોગથી તમને બીજા અનેક ફાયદાઓ થાય છે. જે તમારી રોજીંદી જીંદગીમાં અવારનવાર થતા હોય છે. આ સમસ્યાઓમાં પણ હિંગ ખુબ જ અસરકારક નીવડે છે. 

દાળમાં વઘાર કરવાનો હોય કે મૂળાના પરોઠાનો સ્વાદ વધારવો હોય, હિંગથી સારું બીજું કશું હોઈ શકે નહીં. હિંગ એક એવો મસાલો છે જે, લગભગ બધા જ ઘરોમાં ઉપલબ્ધ હોય છે. હિંગ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી પરંતુ તે ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સથી પણ છૂટકારો અપાવી શકે છે. હિંગને અંગ્રેજીમાં એસાફિટીડા કહેવામા આવે છે જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. હિંગનો પ્રયોગ હજારો વર્ષોથી પેટના દુખાવા, ઉલ્ટી, મરોડ અને કબજિયાતની સમસ્યાથી આરામ મેળવવા માટે કરવામાં આવે છે. હિંગ એક માત્ર એવી ઔષધિ છે જે અસ્થમામાં પણ કામ આવી શકે છે. ચાલો જાણીએ, કઈ હેલ્થ પ્રોબ્લેમ્સમાં હિંગનો ઉપયોગ કરી શકાય છે.1) ડાયઝેસ્ટિવ સિસ્ટમમાં સુધારો:- જયારે તમને કબજીયાતની તકલીફ હોય ત્યારે હિંગનો પ્રયોગ ખુબ જ અસરકારક છે. તે તમારી ડાયઝેસ્ટીવ સીસ્ટમ રેગ્યુલર કરવામાં મદદ કરે છે. હિંગ એક પ્લાન્ટ બેસ્ડ પ્રોડક્ટ છે જેનો સ્વાદ ખૂબ જ કડવો હોય છે. હેલ્થ શોર્ટ્સ મુજબ, હિંગનો પ્રયોગ ઘણા ઘરેલુ ઉપચાર માટે કરવામાં આવે છે. હિંગનું સેવન એસિડિટી અને પેટનો દુખાવો મટાડવા માટે કરી શકાય છે. તેનાથી પેટને આરામાં મળે છે અને ડાયઝેસ્ટિવ સિસ્ટમમાં પણ સુધારો થાય છે. આયુર્વેદ અનુસાર ગરમ પાણીમાં અડધી ચપટી હિંગ નાંખીને પીવું જોઈએ. જેનાથી પેટની તમામ સમસ્યાઓ ગાયબ થઈ જાય છે, સાથે જ અન્ય પણ લાભ મળે છે જે નીચે પ્રમાણે છે.

2) અસ્થમામાં ફાયદાકારક:- જયારે કોઈ વ્યક્તિ શ્વાસની બીમારીથી પીડિત હોય ત્યારે હિંગનો પ્રયોગ ખુબ જ ફાયદાકારક છે. તેનાથી અસ્થમાના રોગમાં રાહત મળે છે. હિંગમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ અને એન્ટિ-માઈક્રોબિયલ ગુણ હોય છે જે રેસ્પિરેટરી ટ્રેકમાં થતાં ઇન્ફેક્શનને દૂર કરવામાં સહાયતા કરે છે. ઇન્ફેક્શન ઓછું થવાથી અસ્થમામાં પણ લાભ થાય છે.3) તણાવ ઘટાડે છે:- જો તમે કાયમ માટે માનસિક તનાવમાં રહેતા હો તો તેના માટે હિગનો પ્રયોગ ખુબ સારો છે. હિંગને તણાવ ઘટાડવા માટે ઓળખવામાં આવે છે. તણાવ ઘટાડવા સિવાય હિંગનું સેવન હાર્ટની સમસ્યાઑ માટે પણ લાભદાયી થઈ શકે છે. 

4) ઉલ્ટીમાં ફાયદાકારક:- જયારે તમને ઉલ્ટીની તકલીફ હોય ત્યારે હિંગનું સેવન સારું માનવામાં આવે છે. હિંગનું સેવન કરવાથી ઉલ્ટીની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. પેટમાં થતાં દુખાવા કે ઉલ્ટીની સમસ્યામાં હિંગને પાણી સાથે ફાકી મારવાથી રાહત મળી શકે છે. તે સિવાય નાભી પર હિંગ લગાડવાથી પણ રાહત મળી શકે છે.5) સ્કેલ્પ અને વાળ માટે વરદાન:- જો તમને વાળને લગતી કોઈ તકલીફ હોય તો તમે હિંગનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા વાળ મજબુત અને ચમકદાર બને છે. વાળને હેલ્થી અને સ્ટ્રોંગ બનાવવા માટે હિંગનો પ્રયોગ કરવામાં આવે છે. તે અસરકારક રીતે સ્કેલ્પને એક્સ્ફોલીએટ કરે છે. દહીં અને મધ જેવા અન્ય ઇંગ્રીડિયંટ્સની જેમ હિંગ પણ સ્કેલ્પને નમી પ્રદાન કરે છે. 

6) એન્ટિ-વાઇરલ બેનિફિટ:- હિંગમાં એન્ટિ-વાઇરલ ગુણ હોય છે જે ફ્લૂના વાઇરસને સુરક્ષિત રાખે છે. તે ઉધરસ, તાવ અને ગળામાં થતી ખરાશથી રાહત અપાવવામાં મદદ કરે છે. આમ, હિંગ તમને ઘણી સમસ્યાઓમાં મદદરૂપ થઈ શકે છે. આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમે હિંગના આ ઘરેલુ ઉપચારોની મદદ લઈ શકો છો અને સમસ્યાથી રાહત મેળવી શકો છો.

હિંગ પાણી બનાવવાની રીત:- સૌ પ્રથમ પાણી ગરમ કરો, હવે જ્યારે તે થોડું ગરમ થઈ જાય ત્યારે પાણીમાં હિંગનો પાવડર સારી રીતે મિક્સ કરી લો, હવે પાણીને ઠંડુ કરીને પી લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment