રાત્રે પાણીમાં પલાળી સવારે ખાઈ લ્યો આ દાણા, વાળ, ત્વચા, પેટના રોગો સાફ કરી, લોહીની કમી દુર કરી હાડકા કરી દેશે મજબુત…

મિત્રો ડ્રાયફ્રુટ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે. સ્વાસ્થ્યને દરેક પ્રકારના જરૂરી પોષક તત્વો મળે તેના માટે ડોક્ટર પણ ડ્રાયફ્રુટ ખાવાની સલાહ આપે છે. આવા જ ડ્રાયફ્રુટ માંથી એક કિસમિસ છે જે અનેક પોષક તત્વોથી ભરપૂર છે. સવારના સમયમાં આખી રાત પાણીમાં પલાળીને રાખેલી કિસમિસ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા જ ફાયદા થાય છે. કિસમિસમાં સ્વાસ્થ્ય માટે અનેક જરૂરી પોષક તત્વો હાજર હોય છે. આમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, ફાઇબર અને હેલ્ધી ફેટ પણ હાજર હોય છે.

આ એન્ટીઓક્સિડેન્ટ અને ફ્લેવોનોઈડ નો પણ સારો સ્ત્રોત છે. સાથે જ આ શરીરને પૂરતું પોષણ પ્રદાન કરવાની સાથે જ અનેક ગંભીર રોગોના જોખમને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. રાત્રે સુતા પહેલા દૂધમાં ઉકાળીને કે દૂધની સાથે તો આપણામાંથી મોટાભાગના લોકો કિસમિસનું સેવન કરે છે. તેનાથી સ્વાસ્થ્યને આશ્ચર્યજનક ફાયદા પણ મળે છે, પરંતુ સવારમાં ખાલી પેટે કિસમિસનું સેવન પણ ખૂબ જ લાભદાયક હોય છે. સવારમાં પલાળેલી કિસમિસ ખાવાના ફાયદા વિશે ડાયટિશિયને  છ પ્રકારના ફાયદા જણાવ્યા છે.

સવારમાં પલાળેલી કિસમિસ ખાવાના ફાયદા:- 

1) બ્લડ પ્રેશર રહેશે નિયંત્રિત:- હાઈ બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે પલાળેલી કિસમિસ નું સેવાન અત્યંત લાભદાયક છે, આ કેલ્શિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

2) લોહીની કમી દૂર કરે:- કિસમિસમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે સાથે જ આ વિટામિન બી કોમ્પ્લેક્સનો પણ સારો સોર્સ છે. આ બંને પોષક તત્વો હિમોગ્લોબિન વધારવા અને લાલ રક્તકોષિકાઓને વધારવામાં મદદ કરે છે. આ એનિમિયા વાળા લોકો માટે પણ ખૂબ જ લાભદાયક છે.3) હાડકા અને દાંતની કમજોરી દૂર કરે:- કિસમિસમાં કેલ્શિયમ ની સાથે જ બેરોન અને પોટેશિયમ પણ હોય છે. જેનાથી આ હાડકાને ફેક્ચરથી બચાવે છે અને ઓસ્ટીઓપરાશીસ ના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે. નિયમિત રીતે કિસમિસ ખાવાથી હાડકા મજબૂત થાય છે અને દાંતોની સમસ્યા પણ દૂર રહે છે. આ દાંત ની કેવીટી અને મોઢાના હાનિકારક બેક્ટેરિયાથી લડવામાં મદદરૂપ થાય છે.

4) પેટને સ્વસ્થ રાખે:- પલાળેલી કિસમિસ ખાવાથી પાચન મજબૂત બને છે કારણ કે આ ફાઇબરથી ભરપૂર હોય છે. આ પેટની અનેક સમસ્યાઓ જેમ કે પેટમાં ગેસ, કબજિયાત, અપચો, મળ ત્યાગમાં મુશ્કેલી વગેરેને પણ દૂર કરવામાં લાભદાયક છે. સાથે જ આંતરડામાં સારા બેક્ટેરિયાનો વધારો કરે છે અને પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરે છે.5) ત્વચા અને વાળને રાખે સ્વસ્થ:- શરીરમાં લોહીની કમીને દૂર કરવાની સાથે જ વિટામીન સી અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર કિસમિસ ફ્રી રેડીકલ્સ અને હાનિકારક કણોથી લડવામાં મદદરૂપ થાય છે અને ટોક્સિન્સ નો નાશ કરે છે. આ ત્વચા માં ખંજવાળ, એલર્જી, ખીલ, પીમ્પલ વગેરેને દૂર કરવા અને વાળને ખરતા અટકાવે, ડેન્ડ્રફ, સ્કેલ્પ માં ખંજવાળ, સોરીયાસીસ વગેરે જેવી સમસ્યાઓને દૂર કરે છે.

6) વજન જાળવી રાખવામાં મદદરૂપ:- ફાઇબરથી ભરપૂર કિસમિસ તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે આ તમારા પાચનને સારું બનાવે છે અને મેટાબોલિઝ્મ ને વધારવામાં મદદ કરે છે. આ રીતે તમે ઓછું ખાવ છો અને વધારે કેલેરી બર્ન કરો છો જેનાથી વજન જાળવવામાં મદદ મળે છે. આ અનહેલ્ધી ફૂડ ની ક્રેવિંગ કરવામાં પણ મદદરૂપ થાય છે. 

યાદ રાખો:- ઉપરોક્ત સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરવા માટે તમારે રાત્રે સુતા પહેલા કોઈ કપ કે બાઉલમાં પાંચથી છ કિસમિસ પલળીને રાખવાની છે. ત્યારબાદ સવારમાં ખાલી પેટે આ કિસમિસનું પાણી પીવું અને ત્યારબાદ તેના બીજ કાઢીને સેવન કરવાનું છે. આમ કરવાથી શરીરને ઘણા ફાયદા થશે. પરંતુ વધુ માત્રામાં ખાવાથી બચવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment