આ 6 પ્રકારના ચૂર્ણ ડાયાબિટીસના દર્દીઓ માટે છે રામબાણ ઈલાજ, આજથી જ શરૂ કરી દો સેવન, ડાયાબિટીસ આવી જશે એકદમ નિયંત્રણમાં… 

આજના સમયમાં લોકોની જીવનશૈલી એટલી બધી વ્યસ્ત રહે છે કે તેમની પાસે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો પણ સમય નથી હોતો. જેના કારણે તેમને નાની ઉંમરમાં જ બીમારીઓનો સામનો કરવો પડે છે. એવી જ એક બીમારી ડાયાબિટીસ છે. વિશ્વની અડધાથી વધારે પ્રજા ડાયાબિટીસથી સંઘર્ષ કરી રહી છે. ડાયાબિટીસ એટલી ખતરનાક બીમારી છે કે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ શરીરમાં એક મોટી બીમારીનું રૂપ લઈ શકે છે.

ડાયાબીટીસ અતિ જોખમકારક બીમારી છે. તેથી ડાયાબિટીસથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક જડીબુટ્ટી લેવી જોઈએ. આ આયુર્વેદિક જડીબુટ્ટીઓને ઘરે જ સરળતાથી પાવડરમાં બદલી શકાય છે અને દરરોજ તેની એક ચમચી સેવન કરવાથી તમારું સુગર લેવલ જળવાયેલું રહેશે.હાઈ સુગર લેવલને નિયંત્રિત કરવાના છ આયુર્વેદિક ચૂર્ણ:- ડાયાબિટીસમાં સારો ડાયટ લેવો જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓ ઓછું ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા ખાવાની સાથે દવાઓનો યોગ્ય સમય પર સેવન કરવું જોઈએ  પરંતુ સાથો સાથ નેચરલ સપ્લીમેન્ટનું પણ સેવન કરવું જોઈએ.

નેચરલ સપ્લિમેન્ટથી પણ બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે. નેચરલ સપ્લીમેન્ટ એટલે જડીબુટ્ટીઓ જે શરીરની બીમારી માટે ખૂબ જ લાભદાયક હોય છે. આ જડીબુટ્ટીઓને બનાવવી ખૂબ જ સરળ છે. તેને સરળતાથી ઘરે પાવડરમાં બનાવી શકાય છે. પાવડર બનાવવાનો ફાયદો એ થશે કે રોજ ખાલી પેટે તેનું એક ચમચી સેવન કરી શકાય છે. જેનાથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. આ નેચરલ સપ્લીમેન્ટની સારી વાત એ છે કે શરીર પર તેની કોઈ આડ અસર થતી નથી. તો આવો જાણીએ ડાયાબિટીસને નિયંત્રિત રાખતા એવા કેટલાક ચુર્ણ વિશે.1)  આમળાનું ચૂર્ણ:- આમળાને સુકા પાવડરના રૂપમાં ખાઈ શકાય છે. આમળામાં ક્રોમિયમ વધુ પ્રમાણમાં હોય છે જે વિટામીન સી અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આ એવું મિનરલ છે જે મેટાબોલીઝ્મ ને વધારે છે અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત રાખે છે. આમળા થી ઇન્સ્યુલિનની અસર સંતુલિત રહે છે. આમળામાં કેલ્શિયમ ફોસ્ફરસ અને આયર્ન પણ હોય છે. 

2) તજનું ચૂર્ણ:- તજનો પાવડર બનાવવા માટે તેને સુકવી લો અને તેને સ્ટોર કરીને રાખી લો. વળી તજમાં નેચરલી બાયોએક્ટિવ ઉપલબ્ધ હોય છે જેનાથી સુગર લેવલ નિયંત્રિત રહે છે.3) મેથીના દાણાનું ચૂર્ણ:- મેથીના દાણાને પીસીને તેનો પાવડરની જેમ ઉપયોગ કરી શકાય છે. મેથીના દાણા શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરને વધારવામાં મદદ કરે છે.

4) સરગવાનું ચૂર્ણ:- સરગવાના ફળ, ફૂલ, ડાળી અને પાન દરેકમાં આયુર્વેદિક ગુણ હોય છે. આ જડીબુટ્ટી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં અત્યંત મદદરૂપ થાય છે. તેના પાનને પીસીને પણ પાવડરના રૂપમાં ઉપયોગ કરી શકાય છે.5) હરડે અને બહેડા ચૂર્ણ:- હરડે અને બહેડા બંને સરળતાથી કરિયાણાની દુકાન પર મળી જાય છે. આ બંનેનું એક સાથે મેળવીને તેનું ચૂર્ણ બનાવવું જોઈએ. આ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા વાળી આયુર્વેદિક દવાઓના રૂપમાં પણ કામ કરે છે. આ શરીરમાં ઓક્સિડેટીવ તણાવને ઘટાડવામાં મદદ કરે છે કારણ કે આ એક એન્ટિઓક્સિડન્ટ છે.

6) જાંબુના બીજનું ચૂર્ણ:- જાંબુના બીજ ને ધોઈને સુકવી લો અને ત્યારબાદ બહારની છાલથી તેનું ચૂર્ણ બનાવી લો. આ રીતે એક હેલ્ધી આયુર્વેદિક ચૂર્ણ બનીને તૈયાર થાય છે. દરરોજ ખાલી પેટે તેનું એક ચમચી ગરમ પાણીની સાથે સેવન કરવું. તેના સિવાય જો તમે ઈચ્છો તો આ બધા જ પ્રકારના ચૂર્ણ ને મેળવીને પણ સેવન કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment