પેટની ખરાબી અને જૂની કબજિયાત 100% થશે ગાયબ, અજમાવો આ ઉપાય, માત્ર 2 જ કલાકમાં પેટ આવવા લાગશે સાફ…

મિત્રો જો સમયસર કબજિયાત નો ઈલાજ કરવામાં ન આવે તો અનેક સમસ્યાઓ થઇ શકે છે. અને સાથે જ અનેક બીમારીઓ પણ ઘર કરી જાય છે. આથી જ કબજિયાત માટે કોઈ દવાનું સેવન કરતા પહેલા તેના માટે કેટલાક ઘરેલું ઉપાયો છે જેનો ઉપયોગ કરવાથી તમને કોઈ આડ અસર પણ નથી થતી. આ ઉપાયો તમે ઘરે જ કરી શકો છો અને જડમૂળ થી તેને બહાર કાઢી શકો છો. 

ખરાબ ખાણી-પીણી, અનિયમિત દિનચર્યા અને એકસરસાઈઝ ન કરવાને કારણે કબજિયાતની સમસ્યા થવી સામાન્ય વાત છે. કબજિયાત એટલે કે, પેટનું સરખી રીતે સાફ ન થવું. આવું સતત થવાથી તમને બવાસીર સહિત પેટથી જોડાયેલી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.એક્સપર્ટ મુજબ, પાચનતંત્રની ખરાબીને કારણે એવું થાય છે. જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં 3 દિવસથી વધારે સમય સુધી ફ્રેશ ન થાય તો સમજવું તેને કબજિયાત થઈ ગયી છે. પેટ સાફ ન થવાને કારણે આખો દિવસ આળસ આવે છે. તેનો તાત્કાલિક ઈલાજ જરૂરી છે. 

કબજિયાતના કારણો:- મુખ્યત્વે કબજિયાતના કારણોમાં અસમય ભોજન, રાત્રે જમીને તરત જ સૂઈ જવું, ઓછું પાણી પીવું, તળેલી વસ્તુઓનું વધારે સેવન કરવું, એક જ પ્રકારનું ભોજન સતત ખાવું, ભોજન કર્યા પછી એક જ જગ્યાએ બેસી રહેવું અને પેઇન કીલર જેવી કોઈ દવાઓનું વધારે સેવમ કરવું સમાવિષ્ટ છે. 

કબજિયાતથી રાહત મેળવવાના આયુર્વેદિક ઉપાયો:- 

1) લીંબુ નો રસ:- સવારે ઊઠીને પાણીમાં લીંબુનો રસ અને સંચળ મિક્સ કરીને પીવું. તેનાથી પેટ સરખી રીતે સાફ થાય છે, અને કબજિયાતની સમસ્યા થતી નથી.2) હરડેનું ચૂર્ણ:- દરરોજ રાત્રે હરડેનું ચૂર્ણ કે ત્રિફલાને નવશેકા પાણી સાથે પીવું. તેનાથી કબજિયાત દૂર થાય છે, સાથે જ પેટમાં ગેસ બનવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે. 

3) મધ:- કબજિયાત માટે મધ ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા 1 ચમચી મધને એક ગ્લાસ પાણી સાથે મિક્સ કરીને પીવું. તેના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 

4) સૂકી દ્રાક્ષ:- લગભગ 8-10 ગ્રામ સૂકી દ્રાક્ષ રાત્રે પાણીમાં પલાળવી. સવારે તેના બીજ કાઢીને દૂધમાં ઉકાળીને ખાવું અને દૂધ પી લેવું. સૂકી દ્રાક્ષ રાત્રે પલાળવી અને સવારે તેના બીજ કાઢીને સરખી રીતે ચાવીને ખાવી. 5) આખા ધાણા:- જો કોઈને કબજિયાત સાથે બળતરા હોય તો એક ચમચી આખા ધાણા અને વરિયાળી રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી લો. તેને સવારે વાસી મોઢે પીવો. આવું સતત કરવાથી તમને કબજિયાતથી રાહત મળી શકે છે. 

6) બિલાનું ફળ:- બિલાનું ફળ કબજિયાતની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે. અડધો કપ બેલના ફળનો છુંદો અને એક ચમચી ગોળનું સેવન સાંજે ભોજન પહેલા કરો. બિલાનો શરબત પણ કબજિયાતમાં ફાયદાકારક છે. 

7) સાકરની ચા:– સવારની ચામાં ખાંડની જગ્યાએ તેમાં સાકર મિક્સ કરીને પીઓ. જેને કબજિયાત સાથે બળતરા હોય કે ડાયાબિટીસના દર્દી હોય તેમણે ચામાં સાકર મિક્સ કરીને જ પીવી. કબજિયાતમાં ગાયનું નવશેકું દૂધ રાત્રે સૂતા પહેલા પીવું ફાયદાકારક રહે છે.8) પપૈયો:- કબજિયાતના ઈલાજમાં પપૈયો ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન ડી રહેલું છે. દિવસમાં એક વખત પપૈયાંનું સેવન કબજિયાત દૂર કરે છે. પાકેલું જામફળ પણ એટલું જ ફાયદાકારક સાબિત થાય છે. 

9) અંજીર:- અંજીર પણ કબજિયાતથી છુટકારો અપાવે છે. અંજીરને રાત્રે પલાળી લો અને સવારે ખાલી પેટ ખાઈ લેવા. અઠવાડીયા સુધી આવું કરવામાં આવે તો કબજિયાતમાં રાહત મળી શકે છે. 

10) ખૂબ વધારે પાણી પીવું:- કબજિયાતથી રાહત મેળવવા માટે દિવસ દરમિયાન ખૂબ જ વધારે પાણી પીવું જોઈએ. આમતો દરેક વ્યક્તિએ આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ પરંતુ કબજિયાતના દર્દીએ વધારે પાણી પીવું જોઈએ.  

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment