કમજોરી અને પકડમાં ન આવે એવા રોગો પણ થઇ જશે 100% દુર, ખાલી 5 જ વાર ખાઈ લ્યો આ વસ્તુ… પેટ થઇ જશે એકદમ સાફ..

મિત્રો આપણા ભારતીય ખોરાકમાં ઘણી વસ્તુઓને પલાળીને ખાવાથી થતા ફાયદાઓ વિશે કહેવામાં આવે છે. જેમાં ખાસ કરીને કઠોળ અને સુકામેવાની વિશેષતા જણાવવામાં આવી છે. આજે આપણે આ લેખમાં ચણા, મગફળી અને કિશમિશ પલાળીને ખાવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું છે. આ ત્રણ વસ્તુઓમાં રહેલ પોષક તત્વો તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં તમારી મદદ કરે છે. આ ત્રણેય વસ્તુઓને પલાળીને થતા લાભ વિશે આપણે આ લેખમાં જાણીશું. તો ચાલો જાણીએ ચણા, મગફળી અને કિશમિશને પલાળીને ખાવાના ફાયદા.

1) ચણાના ફાયદા:- ચણામાં ફાઈબર, કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન્સ અને મિનરલ્સ સારી માત્રામાં જોવા મળે છે, જે હિમોગ્લોબિન લેવલને વધારી શકે છે. તેને દરરોજ ખાવાથી લોહીની ઉણપ અને શરીરની નબળાઈ દૂર થઈ શકે છે. ખાલી પેટ પલાળેલા ચણાનું સેવન કરવાથી બીમારીઓથી બચી શકાય છે.

પલાળેલા ચણા ખાવાથી પેટ સંબંધિત બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. ખાલી પેટ પલાળેલા ચણા ખાવાથી તે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ચણાથી તમારું પેટ પણ ભરેલું રહે છે. ખાલી પેટ પલાળેલા ચણા ડાયાબિટીસ માટે ફાયદાકારક છે. તે શરીરમાં ગ્લુકોઝની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે.2) કિશમિશના ફાયદા:- રાત્રે પાણીમાં કિશમિશ પલાળીને રાખો અને સવારે ફૂલી જાય એટલે કિશમિશનું સેવન કરવું. પલાળેલા કિશમિશમાં આયરન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તેમાં નેચરલ શુગર હોય છે. જેનાથી નુકસાન થતું નથી. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. હાઇ બ્લડ પ્રેશર માટે તે સૌથી વધારે ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તેમાં જોવા મળતું પોટેશિયમ તત્વ હાઇપરટેન્શનથી બચાવ કરે છે.

તેમાં આયરન વધારે માત્રામાં જોવા મળે છે. માટે જ તે એનીમિયાથી બચાવ કરે છે. તે સિવાય તેમાં કોપર હોય છે. જેનાથી રેડ બ્લડ સેલ્સ બને છે. અને લોહીની ઉણપ થતી નથી. કિશમિશનું સેવન કરવાથી કબજિયાતથી રાહત મળે છે. તે સિવાય તે શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢે છે. તેમાં વિટામિન, એમીનો એસિડ અને સેલેનિયમ અને ફૉસ્ફરસ ખનીજ જોવા મળે છે જે શરીર માટે ખૂબ જ લાભદાયી છે. તે ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને જમા કર્યા વગર વજન વધારવામાં મદદ કરે છે.3) મગફળીના ફાયદા:- મગફળી કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કોલેસ્ટ્રોલની માત્રા ઘટતી જોવા મળે છે. તે સિવાય ઓછા ઘનત્વ વાળા લીપોપ્રોટીન કોલેસ્ટ્રોલની માત્રા ઘટે છે. મગફળીમાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર્સ હોવાને કારણે તે પાચનશક્તિ વધારે છે. તેના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા મટે છે સાથે જ ગેસ તેમજ એસિડિટીની સમસ્યામાં પણ રાહત મળે છે. ચણા તમને એક પ્રકારની શક્તિ પ્રદાન કરે છે. તેમજ કિશમિશનું સેવન કરવાથી તમને પોષક તત્વોની પ્રાપ્તિ થાય છે. જયારે મગફળી એ ગરીબોની બદામ માનવામાં આવે છે. આથી તેનું સેવન પણ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે.

આ ત્રણેયનું કઈ રીતે અને કેટલો સમય સેવન કરવું:- મિત્રો સૌથી પહેલા તમારે બે મુઠ્ઠી મગફળીના દાણા, બે મુઠ્ઠી ચણા અને એક મુઠ્ઠી કિસમિસ લેવાની છે અને એક વાસણમાં થોડું પાણી ઉમેરી અને આખી રાત સુધી તેને પલળવા દ્યો. પછી સવારે ઉઠીને તરત જ આ પલાળેળી વસ્તુઓનું સેવન કરવાનું છે અને તે પાણી પણ પી જવાનું છે. આ પ્રયોગ તમે 20 થી 25 દિવસ સુધી સતત કરશો તો આ તમામ સમસ્યા ઉપરાંત પણ બીજી પણ ઘણીબધી સમસ્યા હશે તો તે પણ દૂર થશે. આમ, તમે ચણા, મગફળી અને કિશમિશનું મિશ્રણ કરીને તેનું સેવન કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment