સવારે ઉઠીને આ 3 કામ કરવાથી આંતરડામાં ચોંટેલો વર્ષો જુનો મળ નીકળી જશે બહાર, કબજિયાતને કાયમી માટે મટાડી પેટને કરી દેશે સાફ…

મિત્રો આપણે જાણીએ છીએ કે જયારે શિયાળામાં મોટાભાગના લોકોને કબજિયાતને લગતી તકલીફ રહે છે. તેને દુર કરવા માટે તમે ઘણી વખત અનેક દવાઓ લો છો. પણ જો તમે કાયમ માટે કબજિયાત થી રાહત મેળવવા માંગતા હો તો તમારે આ ખાસ 3 પ્રકારના યોગાસન કરવા જોઈએ. 

ખાણીપીણીની ખરાબ આદતો અને સુસ્ત જીવનશૈલીના કારણે કબજિયાત એક મોટી સમસ્યા બનતી જઇ રહી છે. આજકાલ ઘણા લોકો કબજિયાતની ફરિયાદ કરતાં હોય છે. આ સમસ્યા શિયાળામાં ઘણી વધી જાય છે. કબજિયાત કઈ રીતે દૂર કરવી? કબજિયાતથી રાહત મેળવવા માટે ઘણા ઉપાયો અને દવાઓ રહેલી છે પરંતુ તમે કબજિયાતથી છુટકારો મેળવવા માટેના ઉપાયના રૂપમાં યોગાસનની મદદ લઈ શકો છો.જોક, જ્યારે કબજિયાત મટાડવાની વાત આવે છે, તો યોગ સૌથી પહેલા મગજમાં આવતા નથી, પરંતુ એક્સપર્ટનું માનવું છે કે, યોગ કરવાથી કબજિયાત મટાડવામાં મદદ મળી શકે છે. ફાયદાની વાત એ છે કે, યોગથી માત્ર કબજિયાત દૂર કરવામાં જ નહીં પરંતુ પાચનતંત્રને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં તેમજ પેટ અને આંતરડાથી જોડાયેલી સમસ્યાઓ મટાડવામાં પણ મદદ મળે છે. 

કબજિયાત મટાડે છે યોગ:- ઘણા યોગાસન એવા છે જેનો નિયમિત રીતે અભ્યાસ કરવાથી પાચનતંત્ર પીઆર સારી અસર પડી શકે છે અને પાચનતંત્રને મળ કે ગેસ પાસ કરવામાં સરળતા રહે છે જેનાથી કબજિયાતથી રાહત મળી શકે છે.વજ્રાસન:- વજ્રાસન કરવાથી આપણા પાચનતંત્રને ઘણા પ્રકારે મદદ મળે છે. તે આપણા પગ અને જાંઘમાં રક્તના પ્રવાહને બાધિત કરે છે અને તેને આપણા પેટના ક્ષેત્રમાં વધારે છે, જેનાથી આપણા મળ ત્યાગમાં સુધારો થાય છે અને કબજિયાતથી રાહત મળે છે. 

વજ્રાસન કેવી રીતે કરવું:- ગોઠણ પડવાની સ્થિતિથી શરૂઆત કરવી. પછી ધીમે ધીમે પોતાના પગ પર પાછું બેસવું. તમારા ઘૂંટણથી વજન ઘટાડવું. ઘૂંટણ વચ્ચે ચાર આંગળીનું અંતર રાખવું અને નિતંબને એડી પર ટેકવીને સીધા બેસી જવું. બંને પગના અંગૂઠા એકાબીજીને સ્પર્શ કરવા જોઈએ. તમારા હાથને ઘૂંટણ પર રાખવા, પોતાની પીઠને સીધી રાખો. ધીરે-ધીરે શ્વાસ લઈને પોતાના ફેફસા માંથી હવા બહાર કાઢો. 5 થી 10 મિનિટ સુધી આ સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરવો. ઉષ્ટ્રાસન:- તેના ઘણા બધા સ્વાસ્થ્ય લાભ છે જેમકે, તણાવ દૂર કરવો, મનને શાંત કરવું, પરિસંચરણમાં સુધારો કરવો, જાંઘના ભાગથી વસા ઘટાડવી, પાચનમાં સુધારો કરવો અને માંસપેશીઓને મજબૂત કરવી સમાવિષ્ટ છે. આ આસન પગની આંગળીઓ અને પીઠના નીચેના ભાગના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. 

કેવી રીતે કરવું ઉષ્ટ્રાસન:- ઘૂંટણના બળે ઊભા થઈ જાવ. જાંઘને સાવ સીધી રાખવી. ઘૂંટણ અને પગને ભેગા રાખો. પાછળની તરફ વળો. ધીરે ધીરે વધારે પાછળ જાઓ. જમણા હાથથી જમણી એડી અને ડાબા હાથે ડાબી એડી સુધી પહોંચો. કુલ્હાને આગળની તરફ ધકેલો. જાંઘને સીધી રાખવી જોઈએ. પછી માથા અને રિઢના હાડકાને તણાવ વગર જેટલું થઈ શકે પાછળની તરફ વાળો. શરીર અને પીઠની માંસપેશીઓને આરામ આપો.પવનમુક્તાસન:- આ મળ ત્યાગ માટે યોગની એક અસરકારક મુદ્રા છે જે કબજિયાતથી છુટકારો મેળવવા માટે આંતરડાને માલિશ અને ઉત્તેજિત કરે છે. દરરોજ તેનો અભ્યાસ કરવાથી તમારું પાચનતંત્ર સારું બની શકે છે. 

કેવી રીતે કરવું પવનમુક્તાસન:- તમારી ભુજાઓ સાથે તમારા પેટના બળે સૂઈ જાઓ. ધીમેથી તમારા ઘૂંટણને તમારી છાતી તરફ ખેંચો અને તમારા હાથથી તેની ચારે બાજુ પકડી લો. તમારા જમણા ઘૂંટણને પકડતાં તમારા ડાબા ઘૂંટણને છોડી દો. તમારા ડાબા પગને જમીન પર રાખો અને મુદ્રાને 50-60 સેકેંડ સુધી અટકાવો. હવે જમણા પગે ફરીથી આ મુદ્રા કરો. બંને પગને છોડી દો અને શરૂઆતની સ્થિતિમાં આવી જાઓ. કબજિયાતથી રાહત મેળવવા માટે નિયમિત રીતે યોગ કરવાની સાથે સાથે ખાણી-પીણીનું પણ ધ્યાન રાખવું જોઈએ. તમારે ભોજનમાં ફાઈબરથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment