લાઈફટાઈમ ગંભીર રોગોથી દુર રહેવું હોય તો ઘરમાં રાખો આ 3 ઔષધી… આજીવન નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ, બીપી, બ્લોકેજ અને હાર્ટએટેક જેવા જીવલેણ રોગ…

આપણા સ્વાસ્થ્યનું ધ્યાન આપણે જ રાખવું પડે છે. આપણી અનેક ઔષધિઓમાં એક ઔષધી છે ત્રિફલા. જેને તમે ઘરે જ તૈયાર કરી શકો છો. તેમજ તેના સેવનથી તમારા સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થાય છે. ચાલો તો ઘરે જ ત્રિફલા બનાવવાની સાચી રીત અને તેના ફાયદા વિશે જાણી લઈએ. 

હેલો ફ્રેંડ્સ, તમે ઘણી વખત આયુર્વેદ વિશે વાત કરતાં સમયે ત્રિફલા શબ્દ સાંભળ્યો હશે. ત્રિફલા 3 આયુર્વેદિક ઔષધીઓના મિશ્રણથી બનેલ એક ઔષધિય સમુહ છે જેનો ઉપયોગ હજારો વર્ષોથી થઈ રહ્યો છે. તેનો ઉપયોગ વિભિન્ન પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે. આજે આપણે આ આર્ટિકલમાં ત્રિફલા ચૂર્ણ બનાવવાની રીત તેમજ તેના ફાયદા અને ઉપયોગ વિષે વાત કરીશું. 

જો તમારે ઘરે બજાર કરતાં શુદ્ધ ત્રિફલા ચૂર્ણ બનાવવું હોય તો, તે પહેલા થોડી સામગ્રી ખરીદીને ઘરે લાવો. નીચે આપેલ સામગ્રીને ખરીદતા પહેલા એક થી બે વખત સરખી રીતે ચેક કરી લો જે સામગ્રી ખરીદી રહ્યા છો તે શુદ્ધ છે કે નહીં. આમળામાં તો નહીં, પરંતુ બહેડા અને હરડેમાં કોઈ અન્ય વસ્તુને મિક્સ કરીને પણ વેચવામાં આવે છે. માટે સામગ્રીની તપાસ કરીને જ તેને ખરીદો. જરૂરી સામગ્રી:- આમળા-150 ગ્રામ. બહેડા-100 ગ્રામ. હરડે-60 ગ્રામ 

ત્રિફલા ચૂર્ણ બનાવવાની રીત:- સૌથી પહેલા આ ત્રણેય ફળને 3-4 દિવસ માટે તડકામાં રાખીને સરખી રીતે સૂકવી લો. ત્યારબાદ આ ત્રણેય ફળોમાંથી બીજ દૂર કરીને જીણું કાપી લો અને 1-2 દિવસ માટે તડકામાં રાખી લો. જ્યારે ત્રણેય ફળ સરખી રીતે સુકાઈ જાય તો, એક-એક કરીને ગ્રાઇંડરમાં નાખો અને જીણું પીસી લો. ગ્રાઇંડરમાં નાખતા પહેલા તમે ત્રણેય ફળને થોડી વારમાં તવામાં શેકી પણ શકો છો. ત્રણેય ફળને પીસ્યા પછી એક વાસણમાં રાખો અને સરખી રીતે મિક્સ કરી લો. તૈયાર છે તમારું ત્રિફલા ચૂર્ણ ઉપયોગ કરવા માટે. 

ત્રિફલા ચૂર્ણના સેવનના ફાયદા:- 

1) પાચન ક્રિયા વધારે છે:- જેમની પાચનશક્તિ ખૂબ જ નબળી હોય છે, તે લોકોને ત્રિફલા ચૂર્ણનું સેવન ખૂબ જ ઉપયોગમાં આવી શકે છે. તે માત્ર પાચનશક્તિ જ નથી વધારતું પરંતુ, પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ પણ દૂર કરે છે.2) આંખો માટે ઔષધિ:- આંખો માટે ત્રિફલા ટોનિકની જેમ કાર્ય કરે છે. સાથે જ આંખોના લેન્સમાં રહેલ ગ્લુટાથીઓન નામના એંટીઓક્સિડેંટને પણ વધારે છે. તેની સાથે જ લાલાશ અને મોતિયાની સમસ્યામાં ત્રિફલા ચૂર્ણનું સેવન લાભદાયી છે. 

3) વજન ઘટાડે છે:- ત્રિફલા ચૂર્ણનું સેવન શરીરમાં રહેલ ફૈટને ઘટાડે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે ત્રિફલાને ગરમ પાણીમાં મિક્સ કરીને 2 થી 3 વખત પી શકો છો. 

4) હ્રદયને સ્વસ્થ રાખે છે:- ત્રિફલા ચૂર્ણનું સેવન રક્તચાપને નિયંત્રિત રાખે છે. તેની સાથે જ હ્રદયની સુરક્ષા કરે છે. એટલું જ નહીં તે કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.5) વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષા:- ત્રોફલા ચૂર્ણની અંદર એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ ગુણ જોવા મળે છે જે શરીરને વાઇરસ અને બેક્ટેરિયાથી બચાવે છે. 

6) ડાયાબિટીસમાં ફાયદાકારક:- જો કોઈને ડાયાબીટીસની સમસ્યા હોય તો એવા લોકોએ ત્રિફલા ચૂર્ણનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી બ્લડ ગ્લુકોઝ લેવલ ઓછું થાય છે. 

7) રોગપ્રતિકારક શક્તિ વધારે છે:- ત્રિફલા ચૂર્ણનું સેવન ઇમ્યુનિટી વધારે છે, કારણ કે તેની અંદર ગૈલિક એસિડ અને એલેજીક એસિડ રહેલ હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે. 

8) ઘાવ મટાડે છે:- જો તમને વાગે કે ઘા પડે, તો તમે ત્રિફલા ચૂર્ણનું સેવન કરીને તેને સરખું કરી શકો છો. એક શોધમાં જણાવવામાં આવ્યું છે કે, ત્રિફલા પેટ્રોલિયમ જેલી અને તલથી વધારે અસરકારક હોય છે.9) બ્લડ સર્ક્યુલેશન માટે લાભદાયી:- તે આપણા બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવે છે. તે શરીરમાં લોહીના સતત પ્રવાહને જાળવી રાખે છે, જેનાથી શરીરના દરેક ભાગમાં ઑક્સીજન પહોંચે છે. 

10) સાંધાના દુખાવા અને સંધિવાથી રાહત અપાવે છે:- તે સાંધામાં દુખાવો અને સંધિવાની સમસ્યાથી રાહત અપાવે છે. તમે એક ચમચી ત્રિફલાના ચૂર્ણને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીઓ. તેનાથી આ સમસ્યાઓથી રાહત મળે છે. 

11) કેન્સરના જોખમને મટાડે છે:- ત્રિફલા ચૂર્ણ ખૂબ જ અસરકારક છે. તેની અંદર એન્ટિ-કેન્સર ગુણ પણ જોવા મળે છે. જે કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે.12) ત્વચા માટે ફાયદાકારક:- ત્રિફલાની અંદર એન્ટિ ઓક્સિડેંટ પ્રોપર્ટી જોવા મળે છે, જેનાથી ત્વચા સ્વસ્થ અને યુવાન રહે છે. તે એજિંગની સમસ્યાને પણ દૂર કરે છે. 

13) ચમકદાર વાળ માટે ઉપયોગ:- જો તમે કાળા, લાંબા, ઘટ્ટ અને ચમકદાર વાળ ઇચ્છતા હોય તો ત્રિફલા ચૂર્ણનું સેવન કરવું.    

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment