નાની મોટી બીમારીઓમાં દવાઓ ન ખાવી હોય, તો કેળાની છાલને કચરામાં ફેંકવાની ભૂલ ન કરતા… 13 બીમારીઓ થઈ જશે છુમંતર…

મિત્રો હાલ શ્રાવણ મહિનો શરુ છે એટલે તમે વ્રત ઉપવાસ કરતા હશો. આથી તમે ચોક્કસ કેળાનું પણ સેવન કરતા હશો. જો કે કેળા એ એક પૌષ્ટિક ફળ છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પણ તમે કેળા ખાવ છો ત્યારે તેની છાલને ફેંકી દો છો. પરંતુ તમને જણાવી દઈએ કે, કેળાની છાલ પણ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.

કેળાના ફાયદાઓ વિશે તો તમે જાણો છો, પરંતુ શું તમે કેળાની છાલના ફાયદાઓ વિશે જાણો છો ? આપણે સૌએ સાંભળ્યું છે કે, દરેક ફળને તેની છાલ સાથે ખાવા જોઈએ. પણ આપણામાંથી કેટલા લોકો એવું માને છે કે આ એક મોટો સવાલ છે. તમે પણ આવું જ કરો છો. આપણામાંથી ઘણા લોકો કેળા ખાઈને તેની છાલ ફેંકી દે છે. જો તમે પણ આવું કરો છો તો થોડી વાર રોકો. તમને જણાવી દઈએ કે તેની છાલમાં ગુણોનો ખજાનો રહેલો છે. જેના વિશે જાણીને તમે ચોકી જશો. કેળા એક એવું ફળ છે જેને સદીઓથી લોકો દ્વારા ઉછેરવામાં આવે છે. તેમાં જરૂરી જેવા કે બી6 અને બી12 સિવાય પોટેશિયમ અને મેગ્નેશિયમ રહેલું છે. તે ફાઈબરનો સારો એવો સ્ત્રોત છે. જે તમારી પાચન ક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે.કેળાની છાલના ફાયદાઓ :- કેળાની છાલમાં વિટામીન ઈ ની માત્રા રહેલી છે. જે ઇમ્યુનિટી મજબુત ઇન્ફેકશન સામે લડવામાં મદદ કરે છે. કેળાની છાલમાં લુંટીન હોય છે જે આંખમાં મોતીયાબીન્બ રોકે છે. કેળાની છાલમાં એન્ટી ઓક્સીડેન્ટ હોવાની સાથે વિટામીન બી, ખાસ કરીને વિટામીન બી6 ની માત્રા હોય છે. તેમાં ઘુલનશીલ અને અઘુલનશીલ ફાઈબર હોય છે. જે પાચન ક્રિયાને ધીમી કરીને શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. 

કેળાની છાલ ખાવાથી તમે પોટેશિયમ અને મેગ્નેશિયમ મેળવી શકો, જે બ્લડ પ્રેશરને બનાવી રાખવામાં મદદ કરે છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, તેની છાલમાં સેરોટોનીન નામનો પદાર્થ રહેલો છે. જે ડીપ્રેશનને કાબુમાં રાખીને તમને ખુશ રાખે છે. આ સિવાય તેમાં ડોપામાઈન રહેલ છે, જે હૃદયના ધબકારાને કાબુમાં રાખીને કિડનીમાં લોહીના પ્રવાહને બનાવી રાખે છે. એ વાતનું ધ્યાન રાખો કે તમારે કેળાની છાલ કેવી લેવાની છે. તે પાકેલું હોવું જોઈએ કે નહિ.એક રીપોર્ટ અનુસાર પીળી છાલમાં એન્ટી કેન્સર ગુણ હોય છે. જે વ્હાઈટ બ્લડ સેલ્સને ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. જો તમે પોતાના આહારમાં કેળાની લીલી છાલ સામેલ કરો છો તેને મુલાયમ કરવા માટે 10 મિનીટ ઉકાળો અને પછી ઉપયોગ કરો. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, લીલી છાલમાં ટ્રીપટોફેન નામનું પદાર્થ હોય છે, જે એક પ્રકારનું એમીનો એસિડ હોય છે. જે રાત્રે નિંદર લાવવામાં મદદ કરે છે. 

કેળાની છાલના ફાયદાઓ : 1 ) કેળાની છાલમાં વિટામીન એ ની માત્રા મળે છે. જે ઇમ્યુનિટી મજબુત બનાવીને ઇન્ફેકશન સામે રક્ષણ આપે છે.
2 ) કેળાની છાલમાં લ્યુંટીન હોય છે, જે આંખના મોતિયબિંબને રોકે છે. કેળાની છાલમાં એન્ટી ઓક્સીડેન્ટ હોવાની સાથે વિટામીન બી, ખાસ કરીને વિટામીન બી 6 રહેલ છે.3 ) તમે ઘુલનશીલ અને અઘૂલનશી ફાઈબર હોય છે અને પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. જે બ્લડ પ્રેશરને બનાવી રાખવામાં મદદ કરે છે.
4 ) તેમાં સેરોટોનીન રહેલ છે. જે ડીપ્રેશનને ઓછું કરે છે. આ સિવાય તેમાં ડોપામાઈન હોય છે, જે હૃદયના ધબકારાને નિયંત્રણમાં રાખે છે.

5 ) આ સિવાય તમારે કેળાની છાલ કેવી લેવી જોઈએ, તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ માટે કાચા કેળાની છાલ લેવી કે પાકેલા કેળાની છાલ. કેળાની પીળી છાલમાં એન્ટી કેન્સર ગુણ રહેલ છે. જે વ્હાઈટ બ્લડ સેલ્સને ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આ સિવાય કેળાની કાચી છાલ ઉપયોગમાં લેતા પહેલા તેને ઉકાળી લેવી જોઈએ.
6 ) આ સિવાય કેળાની છાલમાં રહેલ ટ્રીપટોફેન નામનું તત્વ સારી નીંદર લાવવામાં તમારી મદદ કરે છે. 

કેળાની છલના અન્ય ફાયદાઓ:- 

7 ) એક અભ્યાસ અનુસાર જો 3 દિવસ સુધી સતત કેળાની બે છાલ ખાવામાં આવે તો શરીરમાં સેરોટોનીન હાર્મોનનું પ્રમાણ 15% વધી જાય છે. જે મુડને સારું રાખવામાં મદદ કરે છે.
8 ) કેળાની છાલમાં ટ્રીપટોફેન નામનું તત્વ રહેલ છે. જેનાથી સુકુન ભરેલી નિંદર આવવામાં મદદ મળે છે.
9 ) કેળાની છાલમાં કેળા કરતા પણ વધુ ફાઈબર હોય છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને ઓછી કરવામાં મદદ કરે છે. જેથી તે વજન ઓછું કરવામાં મદદ કરે છે.10 ) કેળાનીમાં લ્યુટીન નામનું તત્વ રહેલ છે. જે આંખની રોશની વધારે છે.
11 ) કેળાની છાલ શરીરમાં લાલ રક્ત કોશિકાઓને તુટવાથી રોકે છે. પરંતુ તેમાં પીળી છાલ કરતા કાચી લીલી છાલ વધુ ફાયદાકારક છે.

12 ) કેળાની છાલ ત્વચા માટે ફાયદાકારક છે. જે ચહેરા પરથી ખીલ, ડાઘ, મસા, કરચલીઓ ધાધર વગેરેને દુર કરવામાં મદદ કરે છે.
13 ) કેળાની છાલ લોહી સાફ કરવા અને કબજીયાતને ખત્મ કરવામાં તમારી મદદ કરે છે. આમ કેળાની છાલ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment