વારંવાર મોં માં ચાંદા પડે તો અજમાવો આ ઉપાય, મફતમાં જ ઈન્સ્ટન્ટ મટી જશે અને આજીવન નહિ થાય પેટ અને મોંના ચાંદા…

આપણું ખાન પાન, જીવન શૈલી અને શરીરની પ્રકૃતિના કારણે શરીરમાં નાની મોટી સમસ્યાઓ થતી રહે છે. તેવી જ એક સમસ્યા છે મોઢામાં ચાંદા પડવા. મોઢામાં ચાંદા પડવા એ દરેક લોકોમાં સામાન્ય છે. મોઢામાં ચાંદા પડવાથી ઘણી મુશ્કેલીઓ અનુભવાય છે. આ ચાંદા મોટાભાગે જીભ અને હોઠ પર પડે છે. ચાંદા પડવાના કારણે ખાવા પીવાથી માંડીને બોલવા સુધીની પણ તકલીફ પડે છે.

ચાંદામાં અતિશય દુખાવો પણ થાય છે. ક્યારેક તો ચાંદા પાકી જવા પર લોહી પણ નીકળે છે. આવી સ્થિતિમાં તેનાથી છુટકારો મેળવવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો આજમાવે છે તે છતાં તેમાં રાહત થતી નથી. અમે અહીંયા એવા અમુક ઉપચાર લઈને આવ્યા છીએ જેનાથી તમે છાલા માંથી છુટકારો મેળવી શકો છો તેના માટે તમારે તમારા ડાયટમાં થોડો બદલાવ કરવાનો રહેશે.ડાયટિશીયન માનવું છે કે મોઢામાં છાલાની સમસ્યા તમારા ખાન પાન અને ડાયટમાં કેટલાક ખાદ્ય પદાર્થોને ને સામેલ કરવાથી ચાંદાને દૂર કરવામાં મદદ મળે છે. તો ચાલો મોઢાના ચાંદા દૂર કરવા માટે ડાયટમાં કયા જરૂરી બદલાવ કરવાના છે તે જાણીએ અને જેથી કરીને તમે આ સમસ્યા માંથી જલ્દી આરામ મેળવી શકશો.  

વારંવાર મોઢામાં ચાંદા પડવાનું કયું કારણ હોઈ શકે?:- ડાયટિશીયનના જણાવ્યા પ્રમાણે આમ તો મોઢામાં ચાંદા પડવાના અનેક કારણો જવાબદાર છે. સામાન્ય રીતે તેનું કારણ ખરાબ પેટ અને ખોટું ખાન પાન હોઈ શકે છે પરંતુ તેના બીજા અન્ય કારણો પણ હોય છે જેમ કે – એસિડિક ખોરાક પ્રત્યે સંવેદનશીલતા, શરીરમાં વિટામીન B12 અને B6 ની ઉણપ, શરીરમાં ઝીંક અને ફોલેટની ઉણપ વાળા આહાર, તમારા પેટમાં હેલિકોબેક્ટર પાયલોરી સંક્રમણ, શરીરમાં સોજો.મોઢામાં ચાંદા પડવાથી ડાયટમાં કરો આ પાંચ બદલાવ:- 

1) ગુંદર કતીરાનું કરો સેવન:- આ અલ્સરનો સોજો અને દુખાવાથી રાહત પ્રદાન કરવામાં મદદ કરે છે.

2) નાળિયેરનું તેલ:- તમે નાળિયેરના તેલના કોગળા કરી શકો છો તેનાથી ચાંદા ના સોજા ને ઓછું કરવામાં મદદ મળે છે.3) પોષક તત્વોથી ભરપૂર આહાર લો:- એવા ખાદ્ય પદાર્થોને ડાયટમાં સામેલ કરો જેમાં વિટામીન B6 અને વિટામીન બી12 ભરપૂર પ્રમાણમાં હાજર હોય જેમકે – ડેરી ઉત્પાદનો, છોલે, દાળ, સૂકા મેવા વગેરે. તમે ઓટ્સ અને બીટનું પણ સેવન કરી શકો છો.

4) પ્રોબાયોટિક્સ લો:- આ આંતરડામાં સારા બેક્ટેરિયાનો વધારો કરવામાં મદદ કરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો અપાવે છે. તમે દહીં કે છાશને ડાયટમાં સામેલ કરી શકો છો.

5) બીજ અને સૂકો મેવો ખાવ:- ઝીંક અને ફોલેટ થી ભરપૂર હોય છે પ્રયત્ન કરવો કે કાજુ, સુરજમુખી અને કોળાના બીજનું સેવન જરૂરથી કરવું. તમે ડાયટમાં આ સામાન્ય બદલાવો ની મદદથી મોઢાના ચાંદા થી જલદી છુટકારો મેળવી શકો છો.સાથે જ આ તમારા સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓમાં પણ લાભદાયક બને છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment