લોહીમાં વધતા યુરિક એસિડનો સફાયો કરવાનો સૌથી બેસ્ટ ઉપાય, હૃદય અને કિડનીની બીમારી દુર કરી સોજા અને સાંધાના દુઃખાવાથી આપશે ઈન્સ્ટન્ટ રાહત.

મિત્રો તમે જાણો છો કે આજની ખાણીપીણી અને ફાસ્ટ લાઈફ સ્ટાઈલના કારણે આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાતી નથી અને શરીરને કેટલીક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં યુરિક એસિડ વધી જવું એ પણ એક ગંભીર સમસ્યા છે જેનાથી અનેક લોકો પરેશાન રહે છે. આ પ્યુરિન વાળા ખાદ્ય પદાર્થોથી બનતો એક ગંદો પદાર્થ છે. જે લોહીમાં જમા થતો રહે છે. 

શરીરમાં યુરિક એસિડ વધવાથી હૃદયની બીમારીઓ સહિત બીજી અન્ય ગંભીર બીમારીઓ થઈ શકે છે. અને તે વધવાથી સાંધામાં દુખાવો થવો, ઉઠવા બેસવામાં તકલીફ, આંગળીઓમાં સોજો, સાંધા માં ગાંઠ જેવી ફરિયાદ રહે છે. સાથે જ પગ અને હાથની આંગળીઓમાં અત્યંત દુખાવો થાય છે અને થાક નો અહેસાસ થાય છે. લોહીમાં યુરિક એસિડ વધવાને હાઈપરયુરિસિમીયા કહેવાય છે. આજના સમયમાં આ બીમારી અત્યંત સામાન્ય રૂપથી લોકોમાં જોવા મળે છે.

કેવી રીતે વધે છે યુરિક એસિડ? તો તેના જવાબમાં એક્સપર્ટ  જણાવે છે કે વધારે સમય યુરિક એસિડનું સ્તર ત્યારે વધે છે જ્યારે તમારી કિડની યુરિક એસિડને કુશળતા પૂર્વક નષ્ટ નથી કરી શકતું. જે વસ્તુઓના કારણે યુરિક એસિડને દૂર કરવામાં કિડની સક્ષમ નથી હોતી તેમાં સમૃદ્ધ ખાદ્ય પદાર્થ, વધારે વજન હોવું, કેટલાક મૂત્રવર્ધક પદાર્થ લેવા અને વધારે દારૂનું સેવન કરવું સામેલ છે. યુરિક એસિડનું લેવલ વધવાથી અનેક પ્રકારની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. આ બીમારીઓમાં મુખ્ય રૂપે ગાઉટ, હૃદયની બીમારી, કિડની સંબંધીત બીમારી સામેલ છે.

યુરિક એસિડ નોર્મલી કેટલું હોવું જોઈએ? તો તેના જવાબમાં પુરુષોમાં 3.4-7.0 મિલિગ્રામ સુધી યુરિક એસિડ, સ્ત્રીઓમાં 2.4-6.0 મિલિગ્રામ જેટલું યુરિક એસિડ કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું કરતું નથી. જો યુરિક એસિડ વધી ગયું હોય તો તમે કેટલાક ઉપાયો ઘરે જ કરીને તેને નિયંત્રિત કરી શકો છો જેમ કે..1) સફરજનના સરકાથી થશે યુરિક એસિડ નિયંત્રિત:- સફરજન નો સરકો કુદરતી ક્લીનર અને ડીટોક્સીફાયર છે, જે શરીરમાંથી યુરિક એસિડને સાફ કરવાનું કામ કરે છે. આમાં હાજર એસિડ યુરિક એસિડને તોડીને બહાર કાઢવાનું કામ કરે છે. ઉપયોગ કરવાની રીત:- 1 ચમચી સફરજનના સરકાને એક ગ્લાસ પાણીમાં સરસ રીતે મિક્સ કરી લો. હવે આ ઘોળને સંપૂર્ણ દિવસમાં બે થી ત્રણ વાર પીવો. આ પ્રમાણે ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી યુરિક એસિડ નિયંત્રિત ન થઈ જાય.

2) લીંબુ:- એક અભ્યાસ પ્રમાણે લીંબુ તમારા શરીરમાં આલ્કલાઇનના પ્રભાવને વધારીને યુરિક એસિડને ઘટાડવાનું કામ કરે છે, તેની સાથે જ આમાં હાજર વિટામીન સી યુરિક એસિડના સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. ઉપયોગ કરવાની રીત:- એક ગ્લાસ નવશેકા ગરમ પાણીમાં લીંબુનો રસ નીચવી લો. ખાલી પેટે તેનું સેવન કરો. અઠવાડિયા સુધી તેનું સેવન કરવાથી તુરંત જ અસર જોવા મળશે.3) જૈતુનનું તેલ:- એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે જૈતુનનું તેલ યુરિક એસિડને ઘટાડવાનું કામ કરે છે. આમાં વિટામિન ઈ સિવાય વિટામીન કે, આયર્ન, ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે, જે યુરિક એસિડને ઘટાડવામાં સહાયક છે. ઉપયોગ કરવાની રીત:- શાક બનાવવા માટે ઘી કે અન્ય ખાદ્ય તેલ ની જગ્યાએ જૈતુનના તેલતેલનો ઉપયોગ કરો.

4) બેકિંગ સોડા:- બેકિંગ સોડા વધેલા યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં ફાયદાકારક છે. આ યુરિક એસિડને ઘટાડીને ગાઉટના દુખાવાને પણ દૂર કરવાનું કામ કરે છે. આ આલ્કલાઇનના લેવલને જાળવી રાખે છે જેનાથી યુરિક એસિડ દ્રાવ્ય બને છે. ઉપયોગ કરવાની રીત:- એક કે અડધી ચમચી બેકિંગ સોડા એક ગ્લાસ પાણીમાં મેળવીને દિવસમાં દર બે થી ચાર કલાકના અંતરાલમા પીવો. આવું બે અઠવાડિયા સુધી સતત કરવાથી ફાયદો જોવા મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment