ફક્ત 2 રૂપિયાના ટુકડાથી, તાવ, ઉધરસ, ગળાના દુખાવા, કાકડા જેવા 50 રોગોને જડમૂળથી કરી દેશે ગાયબ.. જાણો ઉપયોગની રીત…

ફટકડી નો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો જ હોય છે. ફટકડી સફેદ અને લાલ એમ બે પ્રકારની હોય છે. ફટકડીમાં અનેક પ્રકારના ગુણો રહેલા હોય છે જેના વિશે ખૂબ જ ઓછા લોકોને જાણ હશે. ફટકડી નો ઉપયોગ અનેક પ્રકારે કરી શકાય છે. પુરુષો ફટકડી નો ઉપયોગ આફ્ટર શેવ તરીકે કરે છે. ફટકડી બેક્ટેરિયાને જડમુળથી નાશ કરે છે.

ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં મહિલાઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોવાથી દાંતની દરેક સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે. આમ ફટકડી ઘણી બધી સમસ્યાઓમાં ફાયદાકારક છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી ફટકડી આપણા માટે કેવી રીતે ફાયદાકારક છે અને તેની ઉપયોગ કરવાની રીત વિશે જાણીશું.જે લોકોને વધુ પરસેવો આવવાની સમસ્યા હોય તેઓ નાહવાના પાણીમાં ફટકડી નાખીને તે પાણીથી નહવામાં આવે તો પરસેવો ઓછો થઇ શકે છે. પાણીમાં વધારે કામ કરવાથી હાથની આંગળીઓમાં સોજો, શુષ્કતા, કે ખંજવાળ આવે છે. આવી સમસ્યાથી બચવા માટે થોડાક પાણીમાં ફટકડી નાખીને ઉકાળી લો. આ પાણીમાં આંગળીઓ ધોવાથી આ સમસ્યાથી રાહત મળે છે.

ચહેરા પર કરચલી ની સમસ્યા દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલાં ફટકડીના ટુકડાને ઠંડા પાણીમાં પલાળી તેનાથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. સૂકાયા બાદ ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવો. આમ કરવાથી કરચલીઓ ઝડપથી દૂર થશે અને ચહેરા નો ગ્લો વધશે. જો કંઈક વાગ્યું હોય કે ઘાવ માંથી લોહી નીકળતું હોય અને લોહી બંધ ન થતું હોય તો તેને ફટકડીના પાણીથી ધોઈ નાંખો  અને પછી ફટકડી નો પાઉડર તેના પર લગાવો. તેનાથી લોહી નીકળતું બંધ થઈ જશે.જો કોઈપણ પ્રકારનો દુખાવો થતો હોય તો ચપટી શેકેલી ફટકડી, સરસિયાનું તેલ અને ચપટી સિંધવ મીઠું મિક્સ કરી દુખાવાવાળા ભાગ પર લગાવો. તરત દુખાવામાં રાહત થશે. આ ઉપાય દિવસમાં 2-3 વાર કરવાથી દવા લેવાની જરૂર નથી પડતી. ઘણાં લોકોને વારંવાર મોંમાં ચાંદા થઈ જતાં હોય છે તેના માટે ચપટી શેકેલી ફટકડી, એલચીના દાણા અને કાથો લઈ પીસી લો. પછી તેને જ્યાં ચાંદા પડ્યા હોય તે ભાગ પર લગાવો. આમ કરવાથી રાહત મળશે.

જો કાકડા થયા હોય તો ગરમ પાણીમાં ચપટી ફટકડી અને મીઠું નાખીને કોગળા કરવા. તેનાથી ગળાનો દુખાવો અને સોજો દૂર કરી શકાય છે. તેનાથી દાંતના કીડા અને મોઢાની દુર્ગંધ પણ દૂર કરી શકાય છે. આંખોની લાલાશ દૂર કરવા માટે મધમાં ફટકડી નાખીને આખો ધોવાથી ફાયદો થાય છે.ઝાડાની સમસ્યાથી બચવા માટે થોડી ફટકડીને ઝીણી વાટીને સેકી લો અને હવે આ સેકેલી ફટકડીને ગુલાબજળ સાથે મિક્સ કરીને પીવાથી લોહીના ઝાડા બંધ થઈ જાય છે. એક લીટર પાણીમાં 10 ગ્રામ ફટકડીનુ ચૂરણ મિક્સ કરી લો. આ પાણીથી રોજ વાળ ધોવાથી જુ મરી જાય છે.

માથામાં વાળની શુષ્કતા દૂર કરવા માટે શેમ્પુની સાથે એક નાની ફટકડી અને મીઠાને ભેગા કરીને માથાને ધોઈ લો. આમ કરવાથી માથામાં થતી શુષ્કતા ને દુર કરવામાં મદદરૂપ થાય છે. જ્યારે પેશાબમાં ઇનફેક્શન થાય છે ત્યારે ફટકડીનો ઉપયોગ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. જેમને યુરિન ઇન્ફેક્શન છે તેમને પોતાના ગુપ્ત ભાગને ફટકડીના પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ. થોડા દિવસો સુધી આમ કરવાથી ઇન્ફેક્શનનું જોખમ દૂર કરી શકાય છે.ચહેરાની ત્વચા પરથી કરચલીઓથી છુટકારો મેળવવા માટે ફટકડીને નાના ટુકડાઓ કરીને તેને ભીના કરીને ધીમે ધીમે ચહેરા ઉપર ઘસો. થોડીવાર બાદ ગુલાબ જળથી ચહેરાને ધોઈ લો. ત્યાર બાદ મોઈસ્ચારાઈઝરનો ઉપયોગ કરો. આમ કરવાથી માત્ર થોડા દિવસોમાં જ ત્વચાની કરચલીઓથી છુટકારો મળશે.

ફટકડીને ખાલી ગ્લાસ માં એટલી ગરમ કરો કે તે ઓગળી જાય. પછી ઠંડુ થયા બાદ તેમાં નાળિયેરનું તેલ મિક્સ કરીને ફાટેલી એડીઓમાં લગાવો. તેનાથી ફાટેલી એડીઓ સોફ્ટ બનશે. નાકમાંથી લોહી નીકળે તો તેને નસકોરી ફુટી કહેવાય. નાકમાંથી લોહી નીકળતું હોય તો ફટકડીને પાણીમાં મિશ્રિત કરીને તેના ટીપા નાકમાં નાંખો, તેનાથી નાકમાંથી લોહી નીકળવાનું બંધ થઈ જશે. ઉધરસ ની સમસ્યામાં ફટકડીનો પાઉડર સવારે અને સાંજે એક ગ્લાસમાં ગરમ પાણીની સાથે મિક્સ કરીને એ પાણી પીવાથી આ સમસ્યા દુર કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment