આ ઔષધિના ફક્ત 3 થી 4 દાણા શરીર અને માથાના તમામ દુખાવા મફતમાં જ કરી દેશે ગાયબ… વિશ્વાસ ન આવે તો એકવાર અજમાવી જુઓ…

આપણી આસપાસ અનેક પ્રકારની વનસ્પતિઓનો ખજાનો આવેલો છે. આવી વનસ્પતિઓમાં ઔષધીય ગુણો રહેલા હોય છે. તેવી જ એક વનસ્પતિ છે જે ચણોઠી થી ઓળખાય છે. મોટાભાગે જે ચણોઠી મળે છે તેનો રંગ અડધો લાલ અને અડધો કાળો હોય છે. બીજી એક સફેદ રંગની ચણોઠી પણ જોવા મળે છે.તેને એક પ્રકારનું ઝેર માનવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ દવા રૂપે કરવામાં આવે તો તેના અનેક પ્રકારના ઔષધીય લાભો થાય છે. પરંતુ સૌ પ્રથમ તેનો ઉપયોગ કરતા પહેલા તેનું ઝેર દૂર કરવામાં આવે છે.

સફેદ ચણોઠી:- ચણોઠીના વેલા હોય છે અને તેના પાંદડા ઝીણા અને લાંબા હોય છે ચણોઠી ત્રણ પ્રકારની હોય છે સફેદ કાળી અને લાલ. ત્રણેના વેલા આમ તો જોવામાં એક સરખા જ દેખાય છે. જો તમને ટાલની સમસ્યા હોય તો ટાલ પર ચણોઠીના મૂળ અથવા ફળને ભિલામાના રસ માં ઘસીને તેનો લેપ લગાવવો. અથવા તો મધ કે ઘીમાં મેળવીને લગાવવી. મોઢામા ગરમી થી ફોલ્લા પડ્યા હોય તો સફેદ ચણોઠી ના પાન, ચણોકબોબા અને સાકર મોંઢામા રાખી તેનો રસ ચુસવો જોઈએ. ખરજવું થયું હોય તો તેની ઉપર સફેદ ચણોઠી ના પાંદડા ના રસમાં જીરા નો ભૂકો કરીને રસમાં નાખીને પીવો. ઊધરસ આવે ત્યારે સફેદ ચણોઠી ના મૂળ ઘસીને પીવાથી આરામ થાય છે.

1) સફેદ ચણોઠીનું ચુર્ણ ચોપડવાથી માથામાં ડેન્ડ્રફ અને ટાલમાં ફાયદો થાય છે.

2) સફેદ ચણોઠીના ચુર્ણથી પકવેલું અને ભાંગરા નો રસ નાખી સીદ્ધ કરેલું તલનું તેલ માથામાં નાખવાથી ચોક્કસ પણે માથાનો ખોડો મટાડી શકાય છે.

3) કોઈપણ પ્રકારના માથાનો દુખાવો ચણોઠીના મુળનું ચુર્ણ સુંઘવાથી મટી શકે છે.4) પિતના કારણે થયેલા ગુમડા વિસર્પને ચણોઠીના પાન વાટીને લગાવવાથી મટાડી શકાય છે.

5) આધાશીશી ની સમસ્યામાં ચણોઠીનાં મુળ પાણીમાં લસોટી સુંઘવાથી દુખાવામાં રાહત થાય છે.

6) જો અવાજ બેસી ગયો હોય તો તેને ખોલવા માટે સફેદ ચણોઠીનાં પાન ખુબ ચાવીને ખાવાથી અવાજ ખુલી જાય છે.

7) સફેદ ચણોઠીનાં પાન, ચણકબાબ અને સાકર સરખા ભાગે મોઢામાં રાખી ચુસવાથી મોઢાંમાં પડેલા ચાંદાં મટાડી શકાય છે.અને ચાંદામાં રાહત મળે છે.8) આંખ માં અંધારા કે ચક્કર આવવા તેમજ રતાંધળાપણા જેવી તકલીફ માંથી મુક્તિ મેળવી શકાય છે. 

9) જીરુ અને સાકર સાથે લાલ ચણોઠીના પાંદડાનો રસ મેળવીને નિયમિત રૂપે સવાર સાંજ પીવાથી શરીરને ઠંડક મળે છે.

10) આ ચણોઠી સાથે ભાંગરા ના પાંદડાના રસમાં પાણી નાખી વાટી તેમા તલનુ તેલ નાખી એક મિશ્રણ તૈયાર કરવું, ત્યારબાદ આ મિશ્રણ ધાધર, ખરજવું જેવા જટિલ ચામડી ના રોગો મા લગાવવા થી આવી સમસ્યાથી જલ્દી છુટકારો મળે છે.

11) આ ચણોઠી નો ઉપયોગ કરતા પેહલા તેને પાણીમા ઉકાળીને શુદ્ધ કરી લેવી અને ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ . જો અશુધ્ધ ચણોઠી નો ઉપયોગ કરવામા આવે તો ઝાડા થઇ જાય છે તેમજ જો તેનુ વધુ પ્રમાણ મા સેવન થઇ જાય તો તે પોતાની આ ખરાબ અસર ચાલુ જ રાખે છે જેની વિશેષ રૂપે કાળજી લેવી.12) સફેદ દાગ સહિતના કોઈ પણ ચામડી ના રોગમાં ચણોઠીની છાલ ઉતારી બારીક ચૂર્ણ કરવું તેને ઘી માં મેળવી તાંબાના પહોળા વાસણ પર ચોપડી દેવું બીજા દિવસે ચામડી ના રોગ પર લગાવવાથી તે ચોકક્સ પણે સકારાત્મક અસર આપે છે.

13) ચણોઠીના મૂળના રસને કમળાના રોગીઓને આપવામાં આવે તો તેને આરામ મળે છે. આ રસ શરીર પર દુખાવો થતો હોય તે જગ્યા પર લગાવવામાં આવે તો દુખાવામાં ઘણી રાહત મેળવી શકાય છે. જો તાવ આવતો હોય તો ચણોઠી ની ચા લાભદાયક છે.સાથે જ શરદી અને ઉધરસમાં પણ રાહત મળે છે. ચણોઠીના પાનને પાણીમા ઉકાળી લો અને રોગીને બરાબર ગાળીને પીવડાવવું જેથી તેને તકલીફ માં આરામ મળે છે.

14) ચણોઠીના પાનને પીસીને ખીલ પર લગાવવાથી ખીલ દૂર કરી શકાય છે. આયુર્વેદ જાણકારો અનુસાર ચણોઠીના પાનને ચપટી ભરીને હળદરની સાથે પેસ્ટ કરીને ખીલ પર રાત્રે લગાવી દેવાથી ખીલ મટાડી શકાય છે.

15) ચણોઠી મધુ, કડવી, તૂરી, બળપ્રદ, ગરમ, ત્વચા માટે હિતકર, વાળ ખરતા અટકાવનાર – નવા વાળ ઉગાડનાર, તથા વૃષ્ય  છે. તે નેત્રરોગ, ઝેર, પિત્ત, ઊંદરી, વ્રણ, કૃમિ, કફ, તાવ, મુખરોગ, વાયુ, દમ, તરસ મટાડે છે. ચણોઠી વધુ માત્રામાં ઊલટી કરનાર, કોઢ મટાડનાર, વ્રણરોપક, પીડા શામક, કેશ્ય, ગર્ભ નિરોધક, ઝેરી (શુદ્ધ કરેલ) વીર્યવર્ધક, કટુ – પૌષ્ટિક, નાડીને ઉત્તેજક, તાવ, ભ્રમ, શ્વાસ, ખંજવાળ , કૃમિ તથા ખોળો ને ચોક્કસ પણે મટાડે છે. તેનાં પાન – મૂત્રલ, સોજો પીડા અને શૂળ મટાડનાર તથા કફ બહાર કાઢનાર છે.16) ચણોઠીના સેવનથી માસિક દરમિયાન થતા દુખાવામાં પણ અત્યંત રાહત મળે છે, આ સમયગાળા દરમિયાન લોહીનો પ્રવાહ વધારે હોય છે, આવી સ્થિતિમાં પાણીમાં 2 ટેબલસ્પૂન ચણોઠીનો પાવડર, ચાર ગ્રામ સાકર સાથે મિક્સ કરી અને પાણી સાથે ધીરે ધીરે લેવો જોઈએ ઉલ્ટી અને ઝાડા આમ કરવાથી તમને દુખાવામાં રાહત મળશે તેમજ લોહીનો પ્રવાહ પણ વધારે નહીં થાય.

17) ચણોઠીના મૂળનો રસ અને આદુનો રસ બન્નેને સમાન માત્રામાં થોડાં ઘી સાથે મિશ્રણ લેવું જોઈએ. જેનાથી ઊધરસ, શ્વાસના રોગોની સમસ્યા દૂર કરી શકાય છે. અને તેનાથી અત્યંત રાહત  મળી શકે છે.

18) ચણોઠીનો ઉપયોગ કરવાના ત્રણ કલાક પહેલા તેને ઉકાળવાનું ભૂલતા નહીં. અશુદ્ધ ફળનું સેવન કરવાથી કોલેરાની જેમ જ થઇ જાય છે. ચણોઠીને ઔષધિ રૂપે ઉપયોગ કરવો અને તેનું ઝેર દૂર કરવા તેને પાણીમાં નાખી અને ત્રણ કલાક ઉકાળી લેવાનું છે જેથી તેનું ઝેર નીકળી જાય છે. ચણોઠીમાં વિષાક્ત તત્વો હોય છે. તેનું ઝેર નીકળી ગયા બાદ તેને ઔષધિ તરીકે તમે ઉપયોગ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment