આ શક્તિશાળી ફળના સેવન માત્ર જીવો ત્યાં સુધી નહિ થાય લિવર પાચનના રોગો… આજીવન રહેશો 100% સ્વસ્થ…

દરેક ફળો અનેક ગુણોથી ભરપૂર હોય છે. દરેક ફળોનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. ફળો આપણા સ્વાસ્થ્યને લગતી તમામ સમસ્યાઓ દૂર કરવા માટે સક્ષમ હોય છે. તેથી ડોક્ટર પણ ફળનું સેવન કરવાની સલાહ આપે છે. આવા ફળોમાં એક સફરજન છે, જે અનેક ગુણોનો ભંડાર છે.સફરજન ખાવુ સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારક છે તે આપણે જાણીએ છીએ અને એટલે તો કહેવાય છે કે રોજનુ એક સફરજ ખાવાથી ડોક્ટરથી દૂર રહેવાય છે. પરંતુ આજની યુવા પેઢીને સફરજન ખાવામાં પણ તેમની ઘણી પસંદ-નાપસંદ હોય છે અને એટલે જ તેઓ મોટા ભાગે સફરજનની છાલ કાઢીને તેને ખાતા હોય છે. તો આવો આજે અમે તમને જણાવીએ સફરજન ખાવાથી શરીરને થતા અનેક ફાયદા વિશે.

1) મોઢાના બેક્ટેરિયા દૂર કરવા માટે સફરજન નો રસ ખૂબ જ લાભદાયક છે. તેની સાથે જ દાંતમાં થતા ઇન્ફેક્શનથી બચાવે છે અને દાંતને મજબૂત કરવામાં પણ મદદરૂપ થાય છે.

2) સફરજનના સેવનથી દાંતોમાં સડો થતા અને અન્ય સમસ્યા થતી અટકાવી શકાય છે. જે લોકો દરરોજ સફરજનનું સેવન કરે છે, તેમને હૃદયની બીમારીઓનું જોખમ ખૂબ જ ઓછું રહે છે. નિયમિત રીતે સફરજન ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયત્રિત રહે છે, જેનાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે.

3) સફરજનમાં ઉપલબ્ધ પોષક તત્વ આપણા શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે, જેના કારણે આપણા શરીરને બેક્ટેરિયાના સંક્રમણથી બચાવી શકાય છે. સફરજનનું સેવન કરતા લોકોમાં કેન્સર થવાની સંભાવનાઓ ઓછી રહે છે. નિયમિત રીતે સફરજન ખાવાથી કેન્સર સેલ્સ સરળતાથી બની શકતા નથી.4) માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે દરરોજ એક સફરજન ખાવું જોઈએ.એક સફરજન ખાવાથી માનસિક તણાવ દૂર થાય છે. સફરજનની અંદર રહેલા પોષક તત્વો આપણા મગજમાં પ્લેઝર હોર્મોન્સનું સ્તર સંતુલિત કરે છે. સફરજન ખાવાથી લિવરનું બધું ટોક્સિન બહાર નીકળી જાય છે. સફરજન ફાઇબર યુક્ત ફળ હોવાથી ડાયટિશિયન  પ્રમાણે જે લોકો વજન ઘટાડવા ઈચ્છે છે તેમને તેમના ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. આના સેવનથી વ્યક્તિની ભૂખ શાંત થઇ જાય છે અને વધુ કેલરીનું સેવન કરતા પણ બચી જવાય છે.

5) સફરજનનું સેવન કરવાથી વજનને પણ નિયંત્રિત કરી શકાય છે. સફરજનના નિયમિત સેવનથી શરીરમાં વધારાની ચરબી જમા થઇ શકતી નથી અને લોહીનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે. જે લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છે છે તેમના માટે સફરજન એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

6) મેલેરીયાના તાવમાં સફરજન ખાવાથી તાવમાં તરત રાહત થાય છે. બાળકોના પેટના દરેક રોગો દૂર કરવા માટે બાળકોને રોજ સફરજન ખવડાવવું જોઈએ. દારૂ ની ટેવ છોડવા માટે સફરજનનો રસ જો વારંવાર પીવામાં આવે અથવા સારું પાકેલું એક એક સફરજન રોજ ત્રણ વાર ખાવાથી આ ટેવથી છુટકારો મળે છે. નશો ઉતારવા માટે સફરજન ફાયદાકારક છે. આવી સ્થિતિમાં સફરજન નો રસ પી શકાય છે. ભોજન સાથે પણ સફરજનનું સેવન દારૂની ટેવ છોડવામાં મદદરૂપ થાય છે.

7) જે લોકો નિયમિતપણે 1 સફરજન ખાતા હોય છે તેમને શ્વાસના રોગો ઝડપથી થતા નથી. કારણ કે સફરજનમાં મળતી એન્ટિપેથોજેન ગુણધર્મો કોઈ પણ પ્રકારના વાયરસને ગળામાં અને લંગ્સ પર હાવી થવા દેતા નથી. નિયમિત રૂપે એક સફરજન ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને દરેક પ્રકારની નાની-મોટી બીમારીઓ સામે રક્ષણ મળે છે તેથી રોજ એક સફરજન ખાવું જોઈએ.8) સફરજનમાં રહેલા ફાઇબર પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એવામાં જો તમે રોજ એક સફરજન ખાશો તો પાચનતંત્ર એકદમ સારું રહેશે અને તમને ડાયરિયા અને પેટ સંબંધી કોઇ પણ બીમારી નહીં થાય. દરરોજ એક સફરજન ખાવાથી ઉંમર વધવાની સાથે લોકોમાં માંસપેશીઓને સંબંધિત સમસ્યાઓ ને દૂર કરી શકાય છે. દરરોજ એક સફરજન ખાવાની આદતથી માંસપેશીઓમાં કોઈ દિવસ કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં આવે અને માસપેશીઓ હંમેશા સ્વસ્થ રહેશે.

9) જો તમને તાવની ગભરામણ, તરસ, થાક, લીવર ની નિર્બળતા વગેરે કેવી સમસ્યાઓ થતી હોય તો તેને દૂર કરવા માટે સફરજનનાં ઝાડની છાલ અને તેના પાંદડાને સરસ રીતે ધોઈને ઉકળતા પાણીમાં નાખવા. ત્યારબાદ 15 મિનીટ સુધી ઢાકી રાખવા. આને ગાળીને તેમાં અડધા લીંબુનો રસ અને સાકર નાખીને આ પાણી પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. સફરજન પાચનશક્તિ વધારે છે, લોહી માં સુધારો કરે છે, પિત્ત ને મટાડે છે, કફ ની સમસ્યામાં ફાયદાકારક છે. ઝાડા ની સમસ્યા દૂર કરે છે.

10) એક સફરજન ખાવાથી માનસિક તણાવ દૂર કરી શકાય છે. સફરજનની અંદર રહેલા પોષક તત્વો આપણા મગજમાં પ્લેઝર હોર્મોન્સનું સ્તર સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. દિવસ દરમ્યાન માત્ર એક જ સફરજન ખાવું જોઇએ, તજજ્ઞોના પ્રમાણે સફરજન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે દરરોજ નિયમિત એક સફરજન ખાવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment