દરેક મહિલાએ પોતાના આહાર માં સામેલ કરવી જોઈએ આ ખાસ વસ્તુ…નાની ઉંમરથી લઈ મોટી ઉંમરની મહિલાઓ માટે ખુબજ ગુણકારી

મેથીએ આયુર્વેદ દ્વારા ભારતમાં આપવામાં આવેલી સૌથી આશ્ચર્યજનક વનસ્પતિઓ માંની એક છે. તે મેથીના દાણા, મેથીના પાંદડા અને કસૂરી મેથી જેવા અનેક સ્વરૂપોમાં હાજર છે. તે તમામ માનવ સ્વાસ્થ્ય માટે આવશ્યક પોષક તત્વોથી ઘણી રીતે લાભકારી છે. વજન ઘટાડવાથી લઈને બ્લડ શુગર કંટ્રોલ સુધીના ફાયદા સાથે આ ખોરાકને તમારા આહારમાં શામેલ કરવો જોઇ. ખાસ કરીને સ્ત્રીઓએ તો જરૂર કરવો જોઇ.

સ્ત્રીનું શરીર જીવનના વિવિધ તબક્કામાં ઘણા ફેરફારોમાંથી પસાર થાય છે, જે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને લાવે છે. આયુર્વેદ કહે છે કે, સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્યમાં સુધાર મેળવવા માટે આહારમાં મેથી ઉમેરવી એ એક સારો વિકલ્પ છે. આ વિષય પર આયુર્વેદ કહે છે કે, મેથીના પાંદડાને સૂકવીને કસૂરી મેથી બનાવવામાં આવે છે. મેથીના પાંદડાનો ઉપયોગ લીલી શાકભાજીના રૂપમાં પણ કરવામાં આવે છે. તેને ભોજન બનાવવા માટે મસાલાના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. મેથીના પાંદડા શરીર અને સ્વાસ્થ્યને ખુબજ લાભ આપે છે.

પેટનું સ્વાસ્થ્ય : પીરીયડથી લઈને મેનોપોજ સુધી સ્ત્રીઓને અનેક ફેરફારનો સામનો કરવો પડતો હોય છે. જો કે, આમાં ઘણી પેટ સંબંધિત સમસ્યાઓ પણ હોય છે, તેથી જ તે પાચનતંત્રને ખરાબ કરે છે. આવામાં તમારા ભોજનમાં મેથીના પાંદડાને શામિલ કરવા એ એક સારો વિકલ્પ છે. કબજિયાતથી મુક્તિ મેળવવા માટે, કસૂરી મેથીને 5 મિનિટ માટે ઉકાળો. તેને ગાળવાની જરૂર નથી. તેને ઠંડુ થવા દો અને પછી થોડું તેમાં મધ ઉમેરી દો. કબજિયાતથી જો તમારે મુક્તિ મેળવવી છે, તો દિવસમાં બે વાર આનું સેવન કરો.

ગર્ભાવસ્થા પછી લાભકારી : કસૂરી મેથીનું સેવન, ગર્ભાવસ્થા પછી ખુબ લાભકારી છે. સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે કસૂરી મેથી લાભકારી છે, તેથી તે સ્ત્રીઓએ જરૂરથી લેવી જોઇ. કસૂરી મેથીમાં રહેલ ડાયોસ્જિનીન કમ્પાઉન્ડ સ્તનના દૂધને વધારે છે. જે સ્ત્રીઓમા દૂધ ઓછું બને છે, તે સ્ત્રીને બાળકને સ્તનપાન કરાવવામાં સહેલાઈ પડે છે.

ચેપ સામે લડે છે : જે પણ સ્ત્રી પેટના ચેપથી દૂર રહેવા માંગે છે, તે સ્ત્રીએ દરરોજ કસૂરી મેથીનું સેવન કરવું જોઇ. આ સિવાય કસૂરી મેથીનું દરરોજ સેવન કરવાથી હૃદય, ગ્રેસ્ટ્રીક અને આંતરડાની સમસ્યા રહેતી નથી. જો તમને પેટની સમસ્યા છે, તો મેથીના પાંદડાને સૂકવીને પીસી લો અને તેમાં થોડા ટીપાં લીંબુના મિક્સ કરી લો. આ પછી તેને ગરમ પાણીની સાથે સેવન કરો.

એનીમિયાનો ઈલાજ : લગભગ ભારતમાં 4 થી 5 સ્ત્રીઓ એનીમિયાથી હેરાન હોય છે. આવી સ્થિતિમાં સ્ત્રીઓ માટે, મેથીનું સેવન કરવું એ ખુબજ લાભકારી છે, કારણ કે આમાં વધારે માત્રામાં આયર્ન હોય છે, જે શરીરમાં હોમોગ્લોબિનના સ્તરને વધારે છે. તેથી જો તમે એનીમિયાથી હેરાન છો, તો આહારમાં મેથીના પાંદડાને જરૂર શામિલ કરો.

હોર્મોન્સનું બદલવું : એક વસ્તુ એવી છે, જેનાથી સ્ત્રીઓ જીવનભર સૌથી વધારે સંઘર્ષ કરે છે, અને તે છે હોર્મોનનું બદલાતું રહેવું. ઉમર વધવાની સાથે-સાથે પીડિયડ્સ, પ્રેગ્નેન્સી અને મેનોપોજના કારણે શરીરમાં હોર્મોનમાં ઉતાર-ચડાવ થયા કરે છે. કસૂરી મેથીનો વપરાશ હોર્મોનલ ફેરફારોને કારણે થતાં લક્ષણો અને સમસ્યાઓનો સામનો કરવા માટે હોર્મોનલ સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે.

બ્લડશુગરને નિયંત્રિત કરે છે : જે સ્ત્રીને ડાયાબિટીની સમસ્યા છે, તેને સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું પડે છે. દિવસમાં કાંઈ પણ ખોરાક લેતા જ, શરીરમાં લગભગ શુગરનું લેવલ વધી જાય છે. મેથીમાં એન્ટિ ડાયબીટીસ ગુણ હોય છે, જે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે અને આ 2-ટાઈપના ડાયાબિટીને ઠીક કરવાનું કામ પણ કરે છે. જો ડાયાબિટીના રોગી મેથીને નિયમિત રૂપથી સેવન કરે છે, તો તેનું બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ : કસૂરી મેથીને ચાવીને ખાવાથી ખુબ જ ઓછા સમયમાં વજનને ઓછું કરી શકાય છે. આનું ખાલી પેટે સેવન કરો. આમાં રહેલ ઘુલનશીલ ફાઈબરથી પેટ જલ્દી ભરાય છે અને વારંવાર ભૂખ પણ લાગતી નથી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment