રોજ રાતે આવી રીતે દબાવો તમારા પગના તળિયા, માત્ર 5 મિનીટમાં આંખ અને શરીરનો તમામ થાક થઇ જશે ગાયબ… જાણો દબાવવાની આ રીત…

મિત્રો આપણે જાણીએ છીએ કે દિવસભર ના થાકને એક સુકુન ભરેલી નીંદર દ્વારા દુર કરી શકાય છે. પણ જો આ થાક આંખનો હોય તો તેને તમે કેટલીક મસાજ દ્વારા દુર કરી શકો છો. આંખની મસાજથી આંખને આરામ મળે છે. તેમજ જો તમે શરીરનો થાક દુર કરવા માંગતા હો તો તમે રાત્રે દરરોજ તળિયાની માલીશ કરી શકો છો. આયુર્વેદિક થેરેપી થી તમે કોઈપણ પ્રકારનો થાક દુર કરી શકો છો. પણ આ માટે જરૂરી છે તમે કોઈ યોગ્ય એક્સપર્ટ દ્વારા તેની સાચી રીત જાણીને પછી પ્રયોગ કરો. આજે અમે આ લેખમાં કેટલીક સચી રીત લઈને આવ્યા છીએ જે તમને ઘણી મદદ કરશે.

માથાની કે હાથ-પગની મસાજ તો આપણે બધા જ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે પગના તળિયાની માલિશ કરવાથી પણ ઘણા ફાયદા મળે છે? પગના તળિયાની માલિશ કરવાથી આખા દિવસનો થાક, અનિન્દ્રા, તણાવની સમસ્યા દૂર થાય છે અને શાંતિથી ઊંઘ પણ આવે છે. એટલું જ નહીં, આંખોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. દાદી નાનીનો આ નુસ્ખો વાસ્તવમાં આયુર્વેદમાં ઘણો મહત્વપૂર્ણ ગણવામાં આવ્યો છે. જો તમે રેગ્યુલર રાત્રે સૂતા સમયે પગના તળિયાની માલિશ કરો તો તેનાથી તમે આખો દિવસ ફ્રેશ રહેશો અને ઘણી બીમારીઓ પણ દૂર રહે છે.ફૂટ મસાજના ફાયદા:- આયુર્વેદિક મસાજ થેરેપિસ્ટના મત મુજબ પગના તળિયાની માલિશ વિશે વિસ્તારથી જાણકારી આપતા જણાવ્યુ કે પાદાભ્યાંગ એટલે કે ફૂટ મસાજ વાતની સમસ્યાને દૂર કરી શકે છે એટલું જ નહીં, પગમાં ઘણી નસો એવી છે જે, આંખોથી જોડાયેલી હોય છે. જ્યારે આપણે પગની મસાજ કરીએ છીએ તો, આંખોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેમણે જણાવ્યુ કે, વાસ્તવમાં, માણસનું શરીર પણ વૃક્ષની જેમ હોય છે. જેમાં પગ મૂળની જેમ કામ કરે છે. અને જ્યારે આપણે ફૂટ મસાજ કરીએ છીએ તો આખા શરીરને તેનો ફાયદો મળે છે.

ક્યાં તેલનો કરવો ઉપયોગ:- આયુવેદિક મસાજ થેરેપિસ્ટના મત મુજબ, આ થેરેપિ તમે દરેક ઋતુમાં અજમાવી શકો છો. જો તમે વિન્ટરમાં ફૂટ મસાજ કરો તો ગરમ તલના તેલનો ઉપયોગ કરવો, જ્યારે ગરમીમાં ઘીનો ઉપયોગ કરવો. જ્યારે તમે ઘીથી મસાજ કરો છો તો તે શરીરની ગરમીને રીલીઝ કરવામાં મદદ કરે છે.આ રીતે કરવી મસાજ:- સૌથી પહેલા તેલ કે ઘીને ગરમ કરવું અને હથેળી પર લો. તમે ઇચ્છોતો તેમાં લેવેંડર ઓઇલ મિક્સ કરી શકો છો. હવે તેને આખા તળિયામાં લગાડો અને બંને એડીના હાડકાંની ગોળાકાર ગતિમાં માલિશ કરો. હવે એડીની ઉપર અને નીચે માલિશ કરો અને અંગૂઠાને ધીરેથી ઉપરની તરફ ખેંચો. 

હવે બંને હાથથી પગના આગળના ભાગને દબાવી દબાવીને માલિશ કરો. તમારા અંગૂઠાનો ઉપયોગ કરતાં પગના બંને આર્કની માલિશ કરો. તે પ્લાંટર ફેશિયાટિસથી જોડાયેલ પગના દુખાવાથી આરામ આપે છે. હવે તમારા પગની દરેક આંગળીઓને ધીરે ધીરે ખેંચો અને માલિશ કરો. 

હવે બંધ મુઠ્ઠીનો ઉપયોગ કરતાં પગને ઉપર અને નીચે ગૂંથતા મસાજ કરો. બંને હાથથી પગના ઉપરના અને નીચેના ભાગમાં દબાણ સાથે માલિશ કરો. તમારા પગની આંગળીઓ નીચે અને એડીની ધ્યાનથી મસાજ કરો. આખા પગની માલિશ કરો અને ગરમ રાખવા માટે મોજા પહેરી લો. એ જ રીતે હવે બીજા પગના તળિયાની માલિશ કરો. આવું તમારે દરરોજ રાત્રે સૂતા સમયે કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment