કેન્સરના કોષો વધે એ પહેલા જ ઉખાડી ફેંકશે આ વસ્તુ, શિયાળાની સિઝનમાં અચૂક કરો એનું સેવન જીવો ત્યાં સુધી નહિ થાય એક પણ પ્રકારનું કેન્સર…

મિત્રો આપણા શરીરમાં જયારે કોઈ બીમારી થવાની હોય ત્યારે અમુક લક્ષણ જોવા મળતા હોય છે. આથી જ જે તે બીમારીને તેની શરૂઆતમાં જ જો ખત્મ કરી નાખવામાં આવે તો તેને હંમેશ માટે દુર રાખી શકીએ છીએ. આવી જ રીતે જયારે શરીરમાં કેન્સરના સેલ્સ વધે છે ત્યારે જો તમે અમુક વસ્તુઓનું સેવન શરુ રાખો છો તો તમે કેન્સરને તેના શરૂઆતના તબક્કામાંથી જ ઉખાડી શકાય છે. આજે આપણે આ લેખમાં કેન્સર સેલ્સને વધતા રોકવા માટે આ વસ્તુઓનું સેવન કરી શકાય છે. તેના વિશે વિસ્તારથી માહિતી આપીશું. 

કેન્સર ઘાતક અને જીવલેણ બીમારી છે. કેન્સરના ઘણા પ્રકાર છે અને બધાના અલગ-અલગ કારણ, લક્ષણો અને જોખમ છે. કેન્સરનું જોખમ ઘટાડવા માટે તમારે તમારી ડાયેટનું ધ્યાન રાખવું જોઈએ. શિયાળની ઋતુમાં ઘણા એવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવામાં આવે છે, જે કેન્સરના જોખમને ઘટાડે છે. કેન્સરથી બચવાના ઉપાયો ક્યાં છે?:- ટામેટું, ડુંગળી, બ્રોકલી જેવી સબ્જી અને ઘણા ફળોમાં ફાઇટોન્યુટ્રિએંટ્સ જોવા મળે છે. ફાઇટોન્યુટ્રિએંટ્સ તમને બેક્ટેરિયા, ફાંગસ અને અન્ય જોખમોથી બચાવ કરે છે. એટલું જ નહીં. આ વસ્તુઓમાં એવા તત્વો પણ સમાવિષ્ટ છે, જે તમારો કેન્સર જેવી બીમારીઓથી બચાવ કરે છે અને વૈજ્ઞાનિકો પણ તેનું સમર્થન કરે છે. 

કેન્સરથી બચવા માટે શું ખાવું- ટામેટું:- ટામેટું તેના લાલ રંગના કારણે પ્રોસ્ટેટ કેન્સર અને હ્રદયની બીમારીઓ માટે એક સુપરફુડ છે. તેમાં લાઈકોપીન નામનું એક શક્તિશાળી એંટીઓક્સિડેંટ ફાઇટોકેમિકલ હોય છે, જે તેને લાલ રંગ આપે છે. ઘણા અધ્યયનો મુજબ, લાઈકોપીન વાળી વસ્તુઓ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ મળે છે.કેન્સર અટકાવવા માટેનો ઉપાય- હળદર:- હળદરમાં રહેલ પોષક તત્વો કેન્સરને અટકાવવામાં તમારી મદદ કરી શકે છે. કરક્યુમીન હળદરમાં જોવા મળતો એક પદાર્થ છે, જેમાં બ્રેસ્ટ, ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ, લંગ્સ અને સ્કીન કેન્સરની કેશિકાઓને દબાવવાની ક્ષમતા હોય છે. NCBIમાં પ્રકાશિત એક અધ્યયનથી ખબર પડે છે કે, હળદરના કેશિકાઓને બચાવનારા ગુણ, એન્ટિઓક્સિડેંટ અને એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણના કારણે આ મસાલો બ્રેસ્ટ કેન્સરના વિકાસને ઘણી હદે મટાડી શકે છે. 

કેન્સરથી બચવાનો ઉપાય- બીન્સ:- બીન્સનું સેવન કેન્સર વિરોધી કામ કરે છે. બીન્સ જેવા ફાઈબરથી ભરપૂર વસ્તુઓ કોલોરેક્ટલ કેન્સરના જોખમને મટાડી શકે છે. એક અધ્યયન મુજબ, બીન્સમાં કેન્સરથી બચાવ કરનારા પદાર્થો જેવા કે, ફેનોલીક એસિડ અને એંથોસાયનીન હોય છે. લાલ અને કાળા બીન્સના ઘેરા રંગ માટે એંથોસાયનીન નામનું ફ્લેવોનોઈડ જવાબદાર હોય છે.કેન્સરનો અટકાવ કઈ રીતે કરે- અખરોટ:- એક રિપોર્ટ મુજબ, અખરોટમાં કેન્સરથી લડવાની ક્ષમતા હોય છે. તેમાં ઓમેગા-3 ફૈટી એસિડ અને ટોકોફેરોલ્સ જેવા બાયોએક્ટિવ પદાર્થો હોય છે, જે ટયૂમરના વિકાસને અટકાવવામાં મદદરૂપ છે. તેમાં વિટામિન ઇ અને ફાઇટોસ્ટેરોલ હોય છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડે છે. બ્રેસ્ટ કેન્સર કેશિકાઓના એસ્ટ્રોજન રિસેપ્ટર્સને ફાઇટોસ્ટેરોલ દ્વારા અટકાવી શકાય છે. અખરોટ તમારા શરીરમાં કેન્સરના સેલ્સને વધતા રોકી શકે છે. 

કેન્સરને કેવી રીતે અટકાવવું- બ્રોકલી ખાઓ:- બ્રોકલીનું સેવન તમારા સમગ્ર સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. બ્રોકલી પ્રોસ્ટેટ, કોલન અને બ્લેડર કેન્સરથી નીપજવા માટે સૌથી સારી સબ્જી છે. તેમાં ભરપૂર માત્રામાં સલ્ફોરાફેન જોવા મળે છે જે એક અત્યાધિક અસરકારક પદાર્થ છે જે શરીરના રક્ષાતંત્રને વધારે છે અને કેન્સર ઉત્પન્ન કરતાં એજન્ટોને સમાપ્ત કરે છે. તેમાં ફાઈબર હોય છે જેના પોતાના ઘણા ફાયદા છે.કેન્સરથી બચવા માટે ખાઓ- લસણ:- લસણ એ અનેક રોગો સામે લડવાની તાકાત રાખે છે. આથી તેનું સેવન કેન્સર સામે પણ રક્ષણ પૂરું પાડે છે. લાંબા સમયથી માનવામાં આવે છે કે લસણમાં કેન્સરને અટકાવવાની ક્ષમતા હોય છે. લસણ મૈક્રોફેઝ અને નેચરલ કીલર સેલ્સને વધારીને કેન્સર કોશિકાઓને વધતાં અટકાવે છે. તમે તેને કાચું, રસોઈમાં કે અથાણાંના રૂપમાં ઉપયોગમાં લઈ શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment