આ દેશી પીણું પેટ, ફેફસા, આંતરડા અને શ્વસનતંત્રનો તમામ કચરો તોડી મરડીને કાઢી નાખશે બહાર… આંતરડા થઈ જશે કાચ જેવા ફાયદા… જાણો બનાવવાની રીત

મિત્રો તમે શિયાળામાં ગોળનું સેવન કરતા હશો. ગોળનું સેવન શિયાળામાં કરવાથી અનેક ફાયદાઓ થાય છે. પણ જો તમે ગોળનું પાણી પીવાનું પસંદ કરતા હો તો તે પણ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. ગોળમાં રહેલ પોષક તત્વો ગોળનું પાણી પીવાથી પણ વધુ ફાયદો આપે છે. ગોળના પાણીનું સેવન કરવાથી તમારા શરીરમાં એક સ્ફ્રુતીનો અનુભવ થાય છે. 

ગોળ નેચરલ સ્વિટનર છે, જે રંગની સાથે અલગ-અલગ સ્વાદમાં આવે છે. ગરમ પ્રકૃતિ હોવાને કારણે તેને શિયાળામાં ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેને ચા, ગોળની મીઠાઇ, ખીર કે રોટલી સાથે ખાવામાં આવે છે. ગોળ પોટેશિયમ, કેલ્શિયમ, ઝીંક, ફૉસ્ફરસ અને તાંબા જેવા વિટામિન અને ખનીજોથી પણ ભરાયેલ હોય છે. એવામાં જો તમે, દિલ્લી જેવા પ્રદુષિત શહેરોમાં રહેતા હોય તો, તમારી ડાયેટમાં ગોળને સમાવિષ્ટ કરવો સુનિશ્ચિત કરવો.આયુર્વેદ મુજબ, ગરમ પાણી અને ગોળ મિક્સ કરીને તમારા સ્વાસ્થ્ય માટે એક સરસ એન્ટિડોટનું કામ કરે છે. તે પ્રાકૃતિક પાચન એંઝાઇમને વધારે છે, પાચનને ગતિ આપે છે અને ગુર્દા સંબંધિત બીમારીઓ માટે પણ સહાયક હોય છે. યોગા કોચ પણ દરરોજ સવારે ખાલી પેટ ગોળના પાણીનું સેવન કરે છે. તે સલાહ આપે છે કે, તે આઇસ્ડ ટી અને લીંબુ પાણીનો એક સ્વસ્થ વિકલ્પ છે. ચીકીત્સા પુસ્તકોમાં પણ આ ઉપાયના ફાયદાઓનો ઉલ્લેખ મળે છે.

1) શરદીના લક્ષણોને ઘટાડે છે:- ગોળના પાણીના સેવનથી તમારા શરીરમાં રહેલ શરદીના લક્ષણને પણ દુર કરી શકે છે. ગોળ પોતાના પોષકતત્વોથી ભરપૂર લાભો સાથે શરદી, ઉધરસ અને ફ્લૂ જેવા લક્ષણોને મટાડે છે. તેમાં ઘણા ફેનોલીક યૌગિક હોય છે, જે ઓક્સિડેટિવ તણાવથી લડે છે, શરીરને આરામાં આપે છે અને અસરકારક રીતે તમારા સ્વાસ્થ્યનું પ્રબંધન કરે છે2) બોડીને ડિટોક્સ કરે છે:- બોડીમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢવામાં ગોળનું પાણી ફાયદાકારક હોઈ શકે છે. ગોળમાં સારી માત્રામાં ફાઈબર રહેલું હોય છે, જે તમારા પાચનતંત્રને સરળતાથી સાફ કરવામાં મદદ કરે છે. ત્યાં સુધી કે, શ્વસન તંત્ર, ફેફસા, અન્નનળી, પેટ અને આંતરડાને પણ સાફ કરે છે. શરીરને અંદરથી મજબુત બનાવવા માટે ગોળના પાણીનું સેવન ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. 

3) ઇમ્યુનિટી બુસ્ટ થાય છે:- ગોળનું પાણી સંક્રમણ વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. વાસ્તવમાં, ગોળ મેગ્નેશિયમ, વિટામિન બી1, બી6, અને સીનો એક સારો સ્ત્રોત છે. તેની સાથે જ ગોળ એંટીઓક્સિડેંટ અને ખનીજોથી ભરપૂર છે, જે બોડીની ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગોળનું પાણી પીવું ખુબ જ લાભકારી છે. 4) વેઇટ લોસ કરવામાં ફાયદાકારક:- બોડીમાં જામેલ વધારાની ચરબીને ઘટાડવા માટે ગોળનું પાણી તમને ઘણું કામ આવી શકે છે. તેમાં રહેલ પોટેશિયમ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ અને ખનીજના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. ચયાપચયને વધારે છે અને ચરબીને ઘટાડે છે. જો તમે પોતાનું વજન ઓછુ કરવા માંગતા હો તો ગોળનું પાણી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. 

કેવી રીતે તૈયાર કરવું ગોળનું પાણી:- સામગ્રી:- ગોળ, ચિયા બીજ, લીંબુ, ફુદીના ના પાંદડા 

આમ બનાવવું:- ગોળનું પાણી ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી તે સાવ ઓગળી ન જાય. તેને 10-15 મિનિટ માટે ઠંડુ કરો. ગોળના ઉકળેલા પાણીમાં 3-4 લીંબુ નીચવી લો. તેને હજુ અડધા કલાક માટે ઠંડુ થવા દો. પીરસતા પહેલા સરખી રીતે હલાવો. સારા સ્વાદ માટે ચિયા સીડ્સ અને ફૂદીનાના પાંદડા નાખો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment