યુવાન સ્ત્રીઓ માટે આ પાણી છે વરદાન સમાન, અનિયમિત પિરિયડ્સ, માનસિક સ્વાસ્થ્ય, વાળ, ત્વચા અને હોર્મોનની સમસ્યામાં 100% કારગર…

મિત્રો હવે મહિલાઓને પણ પુરુષોની સમકક્ષ ગણવામાં આવે છે. આજની મહિલાઓ પણ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. તે પુરુષની સાથે ખભાથી ખભો મેળવીને આગળ વધી રહી છે પરંતુ વાત જ્યારે તેમના સ્વાસ્થ્યની આવે ત્યારે સ્થિતિ બિલકુલ વિપરીત થઈ જાય છે. તેથી મહિલાઓને માનસિક અને શારીરિક રીતે સ્ટ્રોંગ બનાવવા માટે આજે અમે તેમના માટે ખૂબ જ ઉપયોગી માહિતી લઈને આવ્યા છીએ.

મિત્રો દૂધને હેલ્દી બનાવવું હોય કે કોઈ મીઠાઈ ને ગાર્નિશ કરવી હોય તો કેસર ભારતીય રસોઈમાં ઉપલબ્ધ એક ખૂબ જ જરૂરી વસ્તુ છે. કેસરમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર, મેંગેનીઝ, પોટેશિયમ, વિટામિન એ, વિટામીન સી સાથે અનેક જરૂરી પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. જે સ્વાસ્થ્યને સારું બનાવી રાખવાની સાથે અનેક રોગો પણ દૂર કરે છે. પરંતુ શું તમે જાણો છો ખાસ કરીને એવી મહિલાઓ જે નિયમિત રૂપે કેસરના પાણીનું સેવન કરે છે તેમને સ્વાસ્થ્યથી જોડાયેલા કયા કયા ફાયદા થાય છે. ન્યુટ્રિશિયનિસ્ટ થી એવા કેટલાક ફાયદા વિશે જાણીએ.1) પિરિયડ્સ ના દુખાવામાં રાહત:- જો તમે અનિયમિત પિરિયડ્સ, પેટમાં કળતર, દુખાવાથી પરેશાન રહેતા હોવ તો પિરિયડ્સ દરમિયાન દુખાવાથી છુટકારો મેળવવા માટે કેસરના ચારથી પાંચ તાંતણા પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીનું સેવન કરવાથી ફાયદો થાય છે 

2) ત્વચા માટે ફાયદાકારક:- ત્વચાથી જોડાયેલી અનેક સમસ્યાઓને દૂર કરવા માટે કેસરનું પાણી ખૂબ જ ઉપયોગી છે. આ પાણીને પીવાથી ત્વચા હાઈડ્રેટ રહેવાની સાથે ચહેરા પર ખીલ અને ફોલ્લીની સમસ્યા પણ દૂર રહે છે. કેસરમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ ઉપલબ્ધ હોય છે જે ત્વચાને ફ્રી રેડીકલ થી થતા નુકસાનથી પણ બચાવે છે.3) ખરતા વાળની સમસ્યા દૂર કરે:- ખરતા વાળની સમસ્યા દૂર કરવા માટે કેસરનું પાણી ખૂબ જ ઉપયોગી છે. તેનું નિયમિત સેવન કરવાથી ન માત્ર વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે પરંતુ વાળની જડો પણ મજબૂત બને છે. કેસરમાં હાજર એન્ટિઓક્સિડન્ટ ગુણ વાળના સારા ગ્રોથ માટે ફાયદાકારક છે.

4) હોર્મોન સંતુલિત કરે:- મહિલાઓ મોટાભાગે હોર્મોન અસંતુલન ની સમસ્યાથી પરેશાન રહે છે. એવામાં કેસરનું પાણી તમને આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. કેસરનું પાણી પીવાથી ન માત્ર હોર્મોન સંતુલિત બને છે પરંતુ મહદ અંશે પીએમએસઓ ના લક્ષણો (મૂડ સ્વિંગ, ફૂડ ક્રેવીંગ, થાક, ચીડીયાપણું, અને અવસાદ) ને પણ દૂર કરી શકાય છે. 5) માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખે:- મહિલાઓ લગભગ તણાવ, ચિંતા, ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓથી ઘેરાયેલી રહે છે. આ બધી સમસ્યાઓને દૂર કરવામાં કેસરનું પાણી ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. કેસરનું પાણી માનસિક સ્વાસ્થ્યને સારું બનાવીને તણાવ, ચિંતા, ડિપ્રેશન વગેરેની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે.

કેસર પાણી માટેની સામગ્રી : કેસરના 5 થી 6 તાંતણા, ચપટીથી પણ ઓછી માત્રામાં તજ પાવડર, 2 એલચી, 4 થી 5 બદામ, સ્વાદ અનુસાર મધ.

બનાવવાની રીત : તજ, કેસર અને એલચીને પાણીમાં નાખીને લગભગ પાંચથી છ મિનીટ સુધી ધીમી આંછે ઉકાળો, ત્યાર બાદ તેને સાફ વાસણમાં ગાળી લ્યો અને ઠંડુ થવા દો. ત્યાર પછી તેમાં મધ મિક્સ કરી દો, પરંતુ ધ્યાન રાખવું કે ગરમ પાણીમાં મધ ઉમેરવું નહિ. હવે તેમાં બદામ મિક્સ કરીને તેનું સેવન કરો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment