કાજુ-બદામ કરતા વધુ ગુણકારી આ દાણા ખાવા લાગો, જિંદગીભર નહિ જવું પડે દવાખાને….જાણો ખાવાની અને રોગ ભગાવવાની રીત….

મિત્રો આજનું ખાનપાન અને સુસ્ત જીવનશૈલીના કારણે આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારની સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓથી લડવા માટે આજે અમે તમને એક વિશિષ્ટ ડ્રાયફ્રુટ વિશે જણાવીશું જે અનેક પ્રકારના પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે.

આ ડ્રાયફ્રુટ નો ખાસ પ્રકાર છે, જેને કાજુ અને બદામની જેમ જ સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે. ટાઈગર નટ્સ અનેક પ્રકારની બીમારીઓથી બચાવ કરે છે અને તેના લક્ષણોને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ટાઈગર નટ્સ ના ફાયદા જાણવા માટે સંપૂર્ણ લેખ વાંચો.

ટાઈગર નટ્સ શું છે?: ટાઈગર નટ્સ મગફળીની જેમ જ જમીનની અંદર ઉગે છે. આ આફ્રિકન દેશ ઘાનાનો મુખ્ય પાક છે, જેનું વૈજ્ઞાનિક નામ સાયપરસ એસ્ક્યુલેન્ટસ એલ છે. તે નટસેજ, અર્થ નટ્સ, બદામ નટ્સ જેવા નામોથી પણ ઓળખાય છે. આના મુખ્ય રૂપે બે પ્રકાર હોય છે. એક હલકો ભૂરો કે પીળો  (Yellowish) અને બીજો કાળો કે ડાર્ક બ્રાઉન (Dark Brown). ટાઈગર નટ્સ ની ખેતી આફ્રિકા સિવાય વિશ્વના અનેક દેશોમાં પણ થાય છે. જેમાં ભારતીય ઉપમહાદ્વીપ પણ સામેલ છે. ટાઈગર નટ્સ ના ફાયદા:-  ટાઈગર નટ્સ અનેક પ્રકારના ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે તે જ કારણ છે કે તેનું સેવન કરવાથી શારીરિક સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. નિઃશંકપણે આ સ્વાસ્થ્ય ના હિસાબે ફાયદાકારક છે પરંતુ આ મેડિકલ ટ્રીટમેન્ટ નો વિકલ્પ ન હોઈ શકે. હા આ બીમારીઓથી બચાવ અને તેના લક્ષણોને ઘટાડી જરૂર શકે છે. તો ચાલો જાણીએ ટાઈગર નટ્સ ના ફાયદા.

1) વજન ઘટાડવામાં:- વજન ઘટાડવા માટે ટાઈગર નટ્સ ના ફાયદા જોઈ શકાય છે. તેને સંબંધિત રિસર્ચ એનસીબીઆઈની વેબસાઈટ પર પણ પ્રકાશિત છે. શોધ પ્રમાણે ટાઈગર નટ્સ માં આવશ્યક ફાઈટોન્યુટ્રીએન્ટસ અને ફાઈટો કેમિકલ્સ હોય છે. જે વજન ઘટાડવામાં અસરકારક છે. તેના સિવાય ટાઇગર નટ્સ ફાઇબરથી ભરપૂર હોય છે. જેથી પેટ ભરેલું હોવાનો અહેસાસ રહે છે. તેનાથી વ્યક્તિ જરૂરત કરતા વધારે ખાવાથી બચે છે જેથી વજન નિયંત્રણમાં મદદ મળે છે.2) પાચન માટે મદદરૂપ:- ટાઈગર નટ્સ ખાવાના ફાયદામાં પાચન સ્વાસ્થ્ય પણ સામેલ છે. ટાઈગર નટ્સ ની ગણતરી ફાઇબર યુક્ત ખાદ્ય પદાર્થોમાં થાય છે, જેથી સારા પાચન માટે ઓળખાય છે. રિસર્ચ પ્રમાણે આ ચયાપચયના દર ને ધીમું કરતા રોકીને પાચનમાં મદદ કરે છે. જણાવવામાં આવે છે કે વર્ષોથી ટાઈગર નટ્સ નો ઉપયોગ ખરાબ પેટ અને અન્ય પાચન સંબંધી સમસ્યાઓના ઘરેલુ ઉપચાર રૂપે કરવામાં આવે છે. આ પેટ ફુલવા ના લક્ષણ અને ડાયરિયા ની સમસ્યાથી રાહત અપાવવામાં પણ લાભદાયક છે.

3) બ્લડ સુગર ઘટાડે:- બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે પણ ટાઈગર નટ્સ ના ફાયદા જોઈ શકાય છે. તેનું કારણ પણ ટાઈગર નટ્સ માં હાજર અઘુલનશીલ ફાઇબર ને માનવામાં આવે છે. રિસર્ચ પ્રમાણે આમાંથી બ્લડ સુગરના  સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. એક અન્ય શોધમાં કહેવામાં આવ્યું છે કે આમાં હાજર એન્ટિઓક્સિડન્ટમાં પણ ડાયાબિટીસને નિયંત્રિત કરવાની ક્ષમતા હોય છે. આ આધારે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ટાઈગર નટ્સ ને પણ સામેલ કરી શકાય છે.4) હૃદય સ્વાસ્થ્ય માટે:- ટાઈગર નટ્સ ખાવાના ફાયદામાં સ્વસ્થ હૃદયને પણ ગણી શકાય છે. જણાવવામાં આવે છે કે ટાઈગર નટ્સ માં ફાઇબરનું ઉચ્ચ પ્રમાણ હોય છે જે હૃદયના રોગથી બચાવી શકે છે. એટલું જ નહીં ટાઈગર નટ્સ મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે, જે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બ્લડ પ્રેશર પણ હૃદય રોગનું જ જોખમ હોય છે. સાથે જ ટાઈગર નટ્સ ને હાર્ટ એટેકના જોખમને ઘટાડવા માટે પણ સહાયક માનવામાં આવે છે.

5) યૌન ક્ષમતા માં સુધાર:- ટાઈગર નટ્સ નો ઉપયોગ કરવાથી યૌન ક્ષમતા સારી થઈ શકે છે. આ વાતની જાણકારી એનસીબીઆઈ ની વેબસાઈટ પર પ્રકાશિત ઉંદરો પર કરવામાં આવેલા એક રિસર્ચમાં મળે છે. આમાં જણાવવામાં આવ્યું છે કે ટાઈગર નટ્સ માં કામોત્તેજક અને સહવાસની ક્ષમતા વધારવાનો પ્રભાવ હોય છે. આનો મેથેનોલીક અર્ક શુક્રાણુઓની સંખ્યા અને ગતિશીલતા માં સુધારો કરે છે. તેના સિવાય ટાઈગર કવેરસેટીન,વિટામીન અને ઝીંક પુરુષત્વ વધારવા વાળા હોર્મોનના સ્તરમાં વૃદ્ધિ કરે છે.6) રોગપ્રતિકારક ક્ષમતા વધારે:- ટાઈગર નટ્સ નું સેવન શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આમાં હાજર ઇમ્યુનો રેગ્યુલેટ્રી પ્રભાવ મદદરૂપ થાય છે. આ અસરના કારણે ઇમ્યુનિટી શરીરની જરૂરત પ્રમાણે કાર્ય કરે છે. તેના સિવાય ટાઇગર નટ્સ માં હાજર મેગ્નેશિયમ પર રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવવા માટે મદદરૂપ માનવામાં આવે છે. એ આધારે એ કહેવું ખોટું નથી કે પ્રતિકારક ક્ષમતા મજબૂત કરવા માટે ટાઈગર નટ્સ ખાવાથી ફાયદા અચૂક મળે જ છે.

7) સંક્રમણ દૂર કરે:- સંક્રમણ થી બચાવ માટે પણ ટાઈગર નટ્સ ના ફાયદા જોઈ શકાય છે. વળી ટાઈગર નટ્સ માં એન્ટિબેક્ટેરિયલ પ્રભાવ હોય છે. આ જીવાણું એટલે કે બેક્ટેરિયાના કારણે થતા સંક્રમણ થી બચાવ કરે છે. અને તેને વિકસતા અટકાવે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણ થી બચવા માટે ટાઈગર નટ્સ જેવા એન્ટિબેક્ટેરિયલ અને ઇમ્યુનિટી બુસ્ટર આહારને સામેલ કરવો જોઈએ.

8) કેન્સર માટે:- કેન્સરથી બચાવ માટે પણ ટાઈગર નટ્સ ફાયદાકારક માનવામાં આવે છે. એનસીબીઆઈની વેબસાઈટ પર પ્રકાશિત એક શોધ પ્રમાણે ટાઈગર નટ્સ ના અર્ક માં એન્ટી કેન્સર (કેન્સરના કોષોને વિકસિત થતા અટકાવવાનો) ગુણ હોય છે. આમાં કવેરસેટીન, હાઈડ્રોકેમિક એસિડ, ઓલિક એસિડ જેવા તત્વ હોય છે જે એન્ટી કેન્સર ગુણ પ્રદર્શિત કરે છે.જણાવવામાં આવે છે કે ટાઈગર નટ્સ માં હાજર વિટામીન, ફાઇબર,એન્ટિઓક્સિડન્ટ, મોનો અનસેન્ચ્યુરેટ ફેટી એસિડ અને એમિનો એસિડ તેને એન્ટી કેન્સર ડાયટ માટે ઉપયોગી બનાવે છે. એ વાતનું ધ્યાન રાખવું કે કેન્સર એક ગંભીર બીમારી છે તેથી ડોક્ટરથી તેનો ઈલાજ કરાવવો જરૂરી છે. ઘરેલુ નુસખા ની મદદથી આ બીમારી નો ઈલાજ સંભવ નથી.

ટાઈગર નટ્સ ના ઉપયોગ:- ટાઈગર નટ્સ ના ફાયદા મેળવવા માટે અલગ અલગ રીતે ખાઈ શકાય છે. ટાઈગર નટ્સ ને બાકી નટ્સની જેમ સીધી રીતે ખાઈ શકાય છે. આને બીજા નટ્સ સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય છે. પાણીમાં મીઠું નાખીને તેમાં ટાઈગર નટ્સ ને પલાળીને પણ ખાઈ શકાય છે. તેના માટે નટ્સ ને થોડા કલાક જ પાણીમાં રાખવા પડશે. મિલ્ક શેક માં નાખીને પણ આનું સેવન કરી શકાય છે. આને આખી રાત પાણીમાં પલાળીને બીજા દિવસે સવારમાં સીધું ખાઈ શકાય છે. સૂકા ટાઈગર નટ્સ ને પીસીને પાવડર બનાવીને અને દૂધમાં નાખીને પી શકાય છે. આ પાવડરનો મીઠાઈ બનાવવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.    

ટાઈગર નટ્સનું સેવન ક્યારે અને કેટલા પ્રમાણમાં કરવું?:- ટાઈગર નટ્સ સવારના નાસ્તામાં ખાઈ શકાય છે. જો કોઈ જીમ જતું હોય તો ટાઈગર નટ્સ ને મિલ્ક શેક સાથે જીમ કર્યા બાદ સવાર કે સાંજે લઈ શકે છે. તેના સિવાય સાંજના સમયે સ્નેક્સ રૂપે પણ ખાઈ શકાય છે. પાચનને સારું બનાવવા અને ફાઇબરની અડધી જરૂરિયાત પૂરી કરવા માટે 30 ગ્રામ ટાઈગર નટ્સનું સેવન કરી શકાય છે. આ પ્રમાણ ઉંમર અને શારીરિક સ્વાસ્થ્ય પ્રમાણે વધુ કે ઓછી હોઈ શકે છે તેથી આ વિષય પર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment