મોંઘા મેકઅપ કે બ્યુટી પાર્લરના ખર્ચા વગર ચહેરો થઇ જશે સુંદર અને ચમકદાર… લગાવી દો ઘરમાં રહેલી આ 1 વસ્તુ… ચહેરા પર આવી જશે કુદરતી નિખાર…

મિત્રો તમે સૌ જાણો જ છો ડ્રાયફ્રુટ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે. તેવી જ રીતે ડ્રાયફ્રુટ ની શ્રેણી માં સામેલ કિસમિસના ફાયદા કોઈનાથી છુપાયેલા નથી. તમને સ્વાસ્થ્યવર્ધક રાખવા વાળી મીઠી મધુરી કિસમિસ તમારી સ્કિન માટે પણ ખૂબ જ લાભદાયક છે. જો તેના પાણીનો ઉપયોગ કરવામાં આવે તો ત્વચાની રંગત અને તેના નિખારમાં એવો બદલાવ આવશે કે તમે અરીસો જોઈને આશ્ચર્યમાં મુકાઈ જશો.

કિસમિસ સામાન્ય રીતે દ્રાક્ષ અને વિવિધ પ્રકારની બેરીને સૂકવીને તૈયાર કરવામાં આવે છે, જેના ગુણો પણ અલગ અલગ હોય છે. તેમાં પ્રોટીન સિવાય આયર્ન અને ફાઇબર નો ખજાનો છે. જો તમે દરરોજ કિસમિસનું સેવન કરશો તો તમને વિટામીન b6, કેલ્શિયમ, પોટેશિયમ અને કેલ્શિયમનો સંપૂર્ણ ખોરાક મળશે. આ મીઠા ડ્રાયફ્રુટ થી શરીરને એન્ટિઓક્સિડન્ટ પણ મળે છે, સાથે જ તેના એન્ટી બેક્ટેરિયલ ગુણોનો પણ ફાયદો મળે છે.કિસમિસમાં વિટામીન એ પણ હોય છે અને તેના સિવાય આ હેલ્ધી ફેટને શરીરમાં વધારે છે. કિસમિસના આ બધા ગુણો શરીરની સાથે સાથે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. જોકે એક દિવસમાં સીમિત માત્રાથી વધારે કિસમિસ ન ખાઈ શકાય. તેથી જ્યારે વાત સ્કીનની આવે તો કિસમિસને કેટલાક અલગ પ્રકારે ઉપયોગમાં લઈ શકાય છે.

કિસમિસનું પાણી કેવી રીતે બનાવવું:- ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન માટે તમે કિસમિસનું પાણી બનાવી શકો છો. જેને અનેકવાર ઉપયોગમાં લાવવા છતાં તમારું શુગર વધવાની ચિંતા નહીં રહે. આ પાણી બનાવવા માટે તમારે ઓછામાં ઓછી દોઢસો ગ્રામ કિસમિસ અને બે કપ પાણીની જરૂર રહેશે. સૌપ્રથમ કિસમિસ ને ચોખ્ખા પાણીથી ધોઈ લો. એક બાઉલમાં કિસમિસ રાખો અને તેમાં પાણી નાખો. ત્યારબાદ આખી રાત માટે ઢાંકીને રહેવા દો. સવારમાં ખાલી પેટે આ પાણીને પીવો. તેનાથી ડાયજેશન થી જોડાયેલી દરેક સમસ્યાઓ દૂર થશે. તેના સિવાય ત્વચા માટે આ પાણીને અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. કિસમિસના પાણીનો ફેસપેક:- કિસમિસના પાણીમાં થોડા ટીપા મધના મેળવો. તેને જાડુ બનાવવા માટે બેસન કે ચોખાનો લોટ મેળવી લો. આનું એક પેસ્ટ જેવું તૈયાર કરી લો. તેને ચહેરા પર લગાવો અને 20 મિનિટ માટે આરામ કરો. ડ્રાય સ્કીન માટે આ ફેસ પેક ખૂબ જ ફાયદાકારક છે. ઓઇલી સ્કિન હોય તો તેમાં લીંબુના થોડાક ટીપા મેળવીને ઉપયોગ કરવો.

ફેસ ટોનર:- કિસમિસના પાણીને ફેસ ટોનર રીતે ઉપયોગ કરવા માટે તેમાં ગુલાબજળ અને લીંબુનું પાણી મેળવો. આ પાણીને એક સ્પ્રે બોટલમાં સ્ટોર કરીને રાખો. રાત્રે સુતા પહેલા સ્કીન પર સ્પ્રે કરો. થોડીવાર રહેવા દઈને ચહેરાને વોશ કરી લો. ચહેરો વોશ કરવો એટલે જરૂરી છે કારણ કે કિસમિસના કારણે પાણી ચીકણું થઈ શકે છે.

ત્વચાને થાય છે આટલા ફાયદા:- કિસમિસના પાણીમાં એન્ટી માઇક્રોબીયલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, જે સ્કીન પર કોઈપણ સંક્રમણના જોખમને ઘટાડે છે. વિટામીન સી અને વિટામિન ઈ ના ગુણોથી ભરપૂર આ પાણી ત્વચાના મૃત કોષોને  હટાવે છે અને ચહેરાની ચમક વધારે છે.વિટામીન સી ના કારણે સ્કીન ત્વચા ના કોષોને પણ રિપેર થવાની તક મળે છે. કિસમિસના પાણીથી ચહેરાનો રંગ હલકો પડે છે. ચેહરાને ડીટેઇન કરવા કે ડાઘ ધબ્બાને હળવા કરવા માટે આ પાણી અસરકારક છે. ત્વચા પરની કરચલીઓ ઝડપથી ઓછી કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તેના ઉપયોગથી ત્વચા પરની કરચલીઓ દૂર કરી શકાય છે. દરરોજ સવારે આ પીવાથી આપણે હંમેશા યુવાન દેખાઈએ છીએ.

કિસમિસ ના અન્ય સ્વાસ્થ્ય લાભ:- કિસમિસના પાણીનું નિયમિત સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત, ગેસ, એસિડિટીથી રાહત મળે છે. કિસમિસનું પાણી એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ સિવાય કિસમિસનું પાણી લીવરમાં બાયોકેમિકલ પ્રક્રિયાને વધારે છે, જે આપણા લોહીને શુદ્ધ કરે છે. આ પાણીને સતત 4-5 દિવસ સુધી પીવાથી આપણું પેટ સંપૂર્ણ રીતે ઠીક થઈ જાય છે. કિસમિસનું પાણી પીવાથી આપણું પાચનતંત્ર સારું રહે છે અને આપણું લિવર પણ સારું કામ કરે છે. આ પાણીના સેવનના 2 દિવસ પછી જ આપણા શરીર પર તેની ખૂબ જ સકારાત્મક અસર પડે છે.કિસમિસના પાણીના નિયમિત સેવનથી આપણા હૃદયના સ્વાસ્થ્ય પર ખૂબ જ સકારાત્મક અસર પડે છે. તેના ઉપયોગથી હૃદયના રોગોથી બચી શકાય છે. જેના કારણે આપણે હાર્ટ એટેકનું જોખમ ઓછું કરીએ છીએ. આ સિવાય તે આપણા શરીરમાં LDL કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યાને દૂર કરે છે.

કિસમિસના પાણીનું સેવન કરવાથી શરદી અને તાવ જેવી બીમારીઓથી બચી શકાય છે. તેના પાણીમાં ફિનોલિક પોષક તત્ત્વો મળી આવે છે, જે તેની એન્ટિ-બાયોટિક અને એન્ટિ-ઓક્સિડન્ટ અસરને કારણે તાવ જેવી બીમારીઓ થતી નથી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment