પાણીના બદલે ઘીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે આ મંદિર, ગરમીમાં ઝરે છે ઘી.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે કોઈ મકાન કે મંદિરનું ચણતર કરવું હોય, તો તેમાં પાણી એક અહેમ ભૂમિકા હોય છે. કેમ કે પાણી વગર લગભગ ચણતર પૂરું ન થાય. પરંતુ આજે અમે તમને આ લેખમાં એક એવા મંદિર વિશે જણાવશું જેમાં પાણીની જગ્યાએ ઘી નો ઉપયોગ કરીને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વાત થોડી આશ્વર્યજનક લાગે, પરંતુ સત્ય છે. તો ચાલો જાણીએ ક્યાં આવ્યું છે આ મંદિર.

મિત્રો આ મંદિર રાજસ્થાનમાં આવ્યું છે અને તેમાં પાણીની જગ્યાએ દેશી ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના બિકાનેરમાં ભાંડાશાહ જૈન મંદિર આવેલું છે. તો આ મંદિરને બનાવવા માટેના મિશ્રણમાં પાણીની જગ્યા પર દેશી ઘી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આ મંદિરનું નિર્માણ 15 મી શતાબ્દીના એક વેપારી ભાંડાશાહ ઓસવાલ દ્વારા કરાવવામાં આવ્યું હતું. 

આ મંદિર ત્રણ માળનું છે અને તેમાં લાલ અને પીળા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરની બારીઓ, દીવાલો અને છત ઉપર એ સમયની ખુબ જ બહેતરીન કારીગરી જોવા મળશે. મંદિરમાં પત્તી નુમા ચિત્રકારી, કાચ પર કરવામાં આવેલ કારીગરી જોઇને તમે દંગ રહી જશો. આ મંદિર તિર્થંકરને સમર્પિત કરવામાં આવ્યું છે અને આ મંદિરની ખ્યાતી માત્ર દેશમાં જ નહિ, પરંતુ આખા વિશ્વમાં છે. 

મંદિરના નિર્માણ માટે ભાંડાશાહ ઓસવાલે પાણીની જગ્યાએ ઘી નો ઉપયોગ શા માટે કર્યો તેની સાથેની કહાની ખુબ જ રોચક છે. તે કહાની મંદિરના પુજારી દ્વારા જણાવવામાં આવી છે. તે કહાની કેટલી સાચી છે એ ન કહી શકાય પરંતુ તે ખુબ જ રોચક છે. તો ચાલો જાણીએ વિશેષ માહિતી.

ભાંડાશાહ ઓસવાલ ઘી ના વેપારી હતા. જ્યારે આ મંદિરના નિર્માણને લઈને મિસ્ત્રી સાથે છેલ્લી નિર્ણય બેઠક ચાલી રહી હતી ત્યારે દુકાનમાં રાખેલા ઘીના પાત્રમાં એક માખી પડી ગઈ અને તે મરી ગઈ. તો શેઠે માખીને ઘી માંથી બહાર કાઢી અને પોતાના બુટ સાથે ઘસી અને માખીને દુર ફેંકી દીધી. તેની પાસે બેઠેલ મિસ્ત્રી તે ઘટનાને નિહાળી રહ્યો હતો. મિસ્ત્રી આ જોઇને આશ્વર્યચકિત રહી ગયો કે, શેઠે માખીમાં લાગેલું ઘી હતું તેનાથી પોતાના બુટ ચમકાવી લીધા. ત્યાર પછી એ મિસ્ત્રીએ શેઠની દાનવીરતાની પરીક્ષા લેવાનું નક્કી કરી લીધું. 

મિસ્ત્રી બોલ્યો, શેઠજી આ મંદિરને સદીઓ સુધી મજબૂતી આપવા માટે તેમાં ઉપયોગમાં લેવાતા મિશ્રણમાં પાણીની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવો ઉચિત રહેશે. પરંતુ શેઠજી ભોળા હતા તેમણે ઘી ની વ્યવસ્થા કરાવી આપી. જ્યારે મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવી રહ્યું હતું તે સમયે શેઠ પાસેથી મિસ્ત્રીએ માફી માંગી અને કહ્યું હતું કે, ‘મેં એક દિવસ તમને ઘી માં પડેલી માખીથી બુટ ચમકાવતા જોઇને મેં વિચાર્યું કે તમે ખુબ જ કંજૂસ છો. પરંતુ શેઠજી તમે ખુબ જ દાનવીર છો, મને માફ કરી દો. આ ઘી તમે પાછું લઈ જાવ હું મંદિરમાં પાણીનો ઉપયોગ કરીશ.’ ત્યારે શેઠે જવાબ આપ્યો કે, એ તારી નાસમજ હતી કે તે મારી પરીક્ષા કરી. પરંતુ હવે આ ઘી ભગવાનના નામે મેં દાન કરી દીધું છે, તો હવે તેનો ઉપયોગ તારે મંદિર નિર્માણમાં કરવો જ પડશે. 

મિત્રો આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે, 40,000 કિલો ઘીનો ઉપયોગ મંદિર નિર્માણમાં કરવામાં આવ્યો છે. આ મંદિરના નિર્માણ સમયે તેના પાયામાં શુદ્ધ દેશી ઘી નાખવામાં આવ્યું હતું. તેમજ આ મંદિરની સ્થાપત્ય કળા પણ એટલી અદ્દભુત છે કે આ મંદિર આખા જગમાં વિખ્યાત છે. સાથે સાથે વિશ્વની પ્રમુખ ટ્રાવેલ એજન્સી ટ્રીપ એડવાઇઝરમાં પણ શામિલ છે. આ મંદિરના જ્યારે 500 વર્ષ પૂર્ણ થયા ત્યારે ભારતીય ડાક વિભાગ દ્વારા વિશેષ આવરણ પણ જારી કર્યું હતું. 

આ મંદિરનું સજાવટનું કામ ખુબ જ શાનદાર રીતે કરવામાં આવ્યું છે. મંદિરની અંદર જે ભીત ચિત્રો અને મૂર્તિ કામ કરવામાં આવ્યું છે તે ખુબ જ અદ્દભુત અને કલાત્મક રૂપ વાળું છે. આ મંદિરની દીવાલો, થાંભલા અને ફર્શ બધું મૂર્તિ અને કલાત્મકતાથી સુસજ્જ છે. આ મંદિર દિવસે ખુલ્લું રહે છે. તેમજ આ મંદિરનું નિર્માણ થયું ત્યારથી લઈને આજ સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે પણ જ્યારે ગરમી પડે ત્યારે આ મંદિરમાંથી ઘી ઝરે છે. 

 

Leave a Comment