આટલા દેશો છે કોરોના મુક્ત, હવે એક પણ એક્ટિવ કેસ નથી.

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીં લગભગ 72 લાખ કરતા પણ વધારે લોકો સંક્રમણનો શિકાર બની ચુક્યા છે. જેમાં આખી દુનિયામાં ચાર લાખ લોકો કરતા પણ વધારે લોકોના મૃત્યુ થઈ ગયા છે. પરંતુ આજે અમે તમને આ લેખમાં એવા દેશો વિશે જણાવશું જ્યાં કોરોના સંપૂર્ણ ખતમ થઈ ગયો છે. કેમ કે અમુક એવા દેશો છે જ્યાં છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસનો એક પણ એક્ટિવ કેસ સામે આવ્યો નથી. તો ચાલો જાણીએ ક્યાં છે એ દેશો. 

મિત્રો અત્યાર સુધીમાં આખી દુનિયાભરમાં કુલ 35.53 લાખ લોકો આ આ બીમારીના સંક્રમણમાંથી બહાર આવી ગયા અને સ્વસ્થ બની ગયા છે. વિશ્વના 26 એવા દેશો છે જ્યાં હલા કોરોના વાયરસનો એક પણ કેસ અમે આવ્યો નથી. એટલે કે એક પણ કેસ એક્ટિવ નથી. 

તો એક વર્લ્ડઓમીટર વેબસાઈટના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના કુલ 32.54 લાખ કરતા પણ વધારે કેસો એક્ટિવ છે. તેમાં 32.01 જેટલા કેસો માઈલ્ડ છે, જ્યારે 53,800 જેટલા કેસો ગંભીર હાલતમાં છે અને તેઓ હોસ્પિટલની અંદર જ છે. બાકી જે લોકો રીકવર થઇ ગયા તેમણે ઘરે મોકલી દેવામાં આવ્યા છે. 

જે દેશોમાં હાલ કોરોનાના કેસ નથી તે દેશોમાં ન્યુઝીલેન્ડ, આઈલે ઓફ મેન, મોન્ટેનેગ્રો, ફેરો આઈલેન્ડ, ત્રિનિદાદ એન્ડ ટોબેગો, અરૂબા, ફ્રેંચ પોલિનેશિયા, મકાઓ, એરીત્રી, તિમોર-લેસ્ટે, ન્યુ કેલેડોનિયા, લાઓસ, ફિઝી, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, ફાલ્કલેન્ડ આઈલેન્ડ, ગ્રીનલેન્ડ, ટકર્સ એન્ડ કાઈકોલ, વેટિકન સીટી, મોન્ટસેરાટ, સેશેલ્સ, બ્રિટીશ વર્જિન આઈલેન્ડ, પાપુઆ ન્યુ ગીની, કેરિબિયન નેધરલેંડ, સેંટબાર્થ, અંગ્વિલા અને પિયરે મિક્વેલોન. 

વર્લ્ડઓમીટર વેબસાઈટ અનુસાર દુનિયાભરમાં 215 દેશો અને સ્થાનોમાં 26 દેશોમાં એક પણ વ્યક્તિ કોરોના સંક્રમિત વ્યક્તિ નથી અને નવો કોઈ એક્ટિવ કેસ પણ નથી. ન્યુઝીલેન્ડમાં 1504 કેસ હતા, તેમાંથી 22 લોકોના મૃત્યુ થયા છે. ફેરો આઈલેન્ડમાં 187 લોકોને સંક્રમણ થયું હતું. પરંતુ તે બધા સ્વસ્થ થઈ ગયા છે. ત્યાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું. 

આ 26 દેશોમાંથી 18 એવા દેશ છે જેમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું. તે સિવાય પાંચ દેશ એવા પણ હતા જ્યાં એક જ કેસ એક્ટિવ હતો. તો આ બધા દેશો ખુબ જ જલ્દી કોરોના મુક્ત થઈ ગયા હતા. 

Leave a Comment