આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પીએમ મોદીએ કર્યું સંબોધન, કહ્યું, ભાવનાત્મક યોગ દિવસ પણ છે.

મિત્રો 21 જુન એટલે આખા વિશ્વમાં યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. તો આ દિવસે આખું વિશ્વ યોગ કરીને આ દિવસની ઉજવણી કરે છે. આપણા દેશમાં 21 જુનના રોજ યોગનું આયોજન ખુબ જ મોટું થાય છે. પરંતુ કોરોના વાયરસના કારણે આ વર્ષે બધા લોકોએ પોતાના ઘરેથી યોગ કરીને આ દિવસની ઉજવણી કરી છે. તો 21 જુન સવારના રોજ આપણા દેશના વડાપ્રધાન દ્વારા દેશને યોગ દિવસની બધાઈ આપી હતો. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહું દેશના લોકોને. 

આ વર્ષે છઠો યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું. તેમાં પીએમ મોદીએ એક ખાસ વાત જણાવી હતી, જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘જે આપણને જોડે અને દુરીને ખતમ કરે, એ જ યોગ છે.’ પીએમ મોદી દ્વારા એવું કહેવાનું કારણ એ છે કે આ વખતે ભાવનાત્મક યોગનો પણ દિવસ છે. એકબીજા પ્રત્યે બોન્ડિંગ વધારવાનો દિવસ છે. ટૂંકમાં આપણા પરિવાર વચ્ચે સંબંધમાં બોન્ડિંગ વધારવાનો દિવસ છે. એકબીજા સાથે લાગણીથી જોડાવવા માટેનો યોગ દિવસ છે. 

આગળ જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે, કોરોના સંકટ દરમિયાન યોગની જરૂરિયાત સામાન્ય રીતે વધી ગઈ છે. કેમ કે યોગ કોરોના સામે લડવા માટે મદદગાર સાબિત થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કેમ, કોરોના વાયરસ આપણા શ્વસનતંત્ર, એટલે કે રેસ્પિરેટરી સિસ્ટમ પર એટેક કરે છે. તો યોગ દ્વારા આપણી રેસ્પિરેટરી સિસ્ટમને મજબુત બનાવે છે. પરંતુ જો પ્રાણાયામ કરવામાં આવે તો રેસ્પિરેટરી સિસ્ટમ ખુબ જ મજબુત બને છે. આજે દરેક લોકોએ પ્રાણાયામને પોતાના નિયમિત અભ્યાસમાં શામિલ કરવાની જરૂર છે. સાથે સાથે અનુલોમ વિલોમની સાથે બીજી પણ પ્રાણાયામ પદ્ધતિઓ શીખવી જોઈએ. 

તેમજ પીએમ મોદી યોગ વિશે આગળ જણાવે છે કે, યોગનો અર્થ છે – ‘समत्वम् योग उच्यते’ : એટલે કે, અનુકુળતા-પ્રતિકુળતા, સફળતા-વિફળતા, સુખ-સંકટ, દરેક પરિસ્થિતિમાં સમાન રહો, અડગ રહો તેનું નામ યોગ. પીએમ એ કહ્યું કે, આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે, युक्त आहार विहारस्य, युक्त चेष्टस्य कर्मसु.युक्त स्वप्ना-व-बोधस्य, योगो भवति दु:खहा. એટલે કે, યોગ્ય ખાનપાન, સાચી રીતે ખેલ-કુદ, સુવા જાગવાની યોગ્ય આદતો, અને પોતાના કામને યોગ્ય રીતે કરવું એ પણ સાચો યોગ છે. 

પીએમ મોદીએ કહ્યું કે, કોરોના વાયરસના હોવાથી આ વર્ષે સામુહિક યોગ માટે આયોજન નથી કરવામાં આવ્યું. પરંતુ આ વખતે બધા લોકો પરિવાર સાથે યોગ કરી અને પરિવારનું બોન્ડિંગ વધારો. તો આખા દેશને સંબોધન કરીને પીએમ મોદીએ પરિવાર અને સ્વાસ્થ્ય બંનેનું મિલન જણાવ્યું હતું. 

Leave a Comment