કોરોના વાયરસની મોબાઈલ કોલરટ્યુનમાં બોલે છે આ છોકરી, મીઠા અવાજની રાણી દેખાય છે આવી.

મિત્રો આ સમયે આખો દેશ કોરોના વાયરસની સામે લડી રહ્યો છે. સરકાર પોતાના તરફથી દરેક સંભવ કોશિશ કરી રહી છે, જ્યારે લોકો પણ એક સાથે કોરોનાને હરાવવા માટે મથી રહ્યા છે. અત્યારે તો આખા દેશમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે, પરંતુ કોરોનાની શરૂઆત પહેલાં એટલે કે 6-7 માર્ચના રોજ ભારત સરકાર દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે અને કોરોના વાયરસથી સચેત કરવા માટે એક કોલરટ્યુન દરેકના મોબાઈલમાં સેટ કરવામાં આવી હતી. 

એટલે કે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિને કોલ કરો ત્યારે સૌથી પહેલાં છોકરીના અવાજમાં કોરોના વાયરસથી સચેત કરવા માટે એક મેસેજ બોલવામાં આવે છે. તો આજે અમે તમને આ લેખમાં એ છોકરી વિશે જણાવશું, જેણે આ કોલરટ્યુનમાં પોતાનો અવાજ આપ્યો છે. માટે આ જાણો કોણ છે  એ છોકરી. 

સામાન્ય રીતે લગભગ લોકોને આ છોકરી વિશે જાણવાની ઉત્સુકતા થાય કે, અંતે આ અવાજ કંઈ છોકરીનો છે ? તો મિત્રો તમને જણાવી દઈએ કે આ અવાજ આપનાર છોકરી બીજું કોઈ નહિ પરંતુ, જસલીન ભલ્લા છે. જસલીન ભલ્લા વોઈસ ઓવરની દુનિયામાં દસ વર્ષ કામ કરનારી જર્નાલિસ્ટ છે. 

કોણ છે જસલીન ભલ્લા : તમને જણાવી દઈએ કે જસલીન ભલ્લાએ પોતાના કરિયરની શરૂઆત એક રમત પત્રકાર તરીકે કરી હતી. પરંતુ જસલીને પોતાના કરિયરને આગળ ધપાવ્યું અને વોઈસ ઓવર આર્ટીસ્ટના રૂપમાં નવી ઓળખ બનાવી. જસલીન ભલ્લાએ હોર્લેક્સ, સ્લાઈસ મેંગો ડ્રિંક અને ડોકોમોની એડમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. જસલીન ભલ્લાને ખુબ જ ઓછા લોકો લોકો ઓળખતા હશે, પરંતુ તેનો અવાજ લગભગ બધા જ લોકોએ સાંભળ્યો હશે. 

તો કોરોના વાયરસની કોલરટ્યુનને લઈને જસલીન ભલ્લા જણાવે છે કે, ‘મારા અવાજને જ્યારે એક મેસેજના રૂપે રેકોર્ડ કરવામાં આવ્યો, ત્યારે મને એ વાતની જાણ જ ન હતી કે, મારો અવાજ એક કોલરટ્યુન રૂપે દરેક વ્યક્તિના મોબાઈલમાં સાંભળવા મળશે.’ આજે દેશના જે લગભગ લોકોના મોબાઈલમાં જસલીન ભલ્લાના અવાજ વાળી કોલરટ્યુન જોવા મળે છે. 

તે કોલરટ્યુનમાં જસલીન ભલ્લા શું જણાવે છે તેના વિશે પણ જાણીએ : કંઈક આવી રીતે બોલે છે જસલીન ભલ્લા, ‘કોરોના વાયરસની સામે આજે આખો દેશ લડી રહ્યો છે, પરંતુ યાદ રાખો આપણે બીમારી સાથે લડવાનું છે, બીમાર સાથે નહિ, તેની સાથે ભેદભાવ ન કરો. તેની દેખભાળ કરો અને આ બીમારીથી બચવા માટે જે આપણી ઢાલ છે, જેમ કે આપણા ડોક્ટર, સ્વાસ્થ્ય કર્મચારી, પોલીસ કર્મચારી, સફાઈ કર્મચારી વગેરેનું સમ્માન કરો, તેને પૂરો સહયોગ આપો, આ યોદ્ધઓની દેખભાળ કરશો તો દેશ જીતશે કોરોનાથી હર હાલમાં, વધારે જાણકારી માટે ટેસ્ટ હેલ્પલાઇન નંબર અથવા સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર 1075 પર કોલ કરો. ભારત સરકાર દ્વારા જન હિતમાં જારી.

તમને જણાવી દઈએ કે જસલીન ભલ્લા આજકાલ સોશિયલ મીડિયામાં છવાય ગઈ છે, કેમ કે કોરોના વાયરસના શરૂઆતી સમયથી લોકો જસલીનનો અવાજ સાંભળી રહ્યા છે. તો આ હતી જસલીન ભલ્લા.

Leave a Comment