આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દેશના જવાનોએ શૂન્યથી નીચા તાપમાન પર બરફમાં કર્યા યોગ.

મિત્રો આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધાને ઘર પર રહીને જ યોગ કરવા માટે જણાવ્યું હતું અને આખા દેશને સંબોધન કર્યું કર્યું હતું. જેમાં દેશની જનતાને પરિવાર સાથે યોગ દિવસ મનાવવા અને પરિવારનું બોન્ડિંગ વધારવા કહ્યું હતું. પરંતુ આજે અમે તમને યોગ દિવસની ઉજવણી કરનાર દેશના સૈનિકો વિશે જણાવશું. જેમણે દેશની રક્ષા કરતા કરતા યોગ દિવસની ઉજવણી કરી હતી. 

આપણે સામાન્ય ઠંડીમાં પણ રહી ન શકીએ, જ્યારે આપણા દેશના સૈનિકો બરફી પહાડીઓમાં ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યા છે, અને તેમ છતાં તેઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ કર્યા હતા. તો ચાલો જાણીએ આ લેખમાં કંઈ જગ્યા પર કર્યા જવાનોએ યોગ અને ઉજવ્યો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. જાણીને તમને પણ ગર્વ થશે દેશના જવાનો માટે.

આપણા દેશના સૈનિકો લદ્દાખમાં બરફની ચાદરથી ઢાંકેલી જમીન પર આઈટીબીપીના જવાનોએ યોગ અભ્યાસ કર્યો હતો. તો તમને જાણીને ખુબ જ આશ્વર્ય થશે કેમ કે, લદ્દાખમાં જે જગ્યા પર જવાનોએ યોગની અભ્યાસ કર્યો ત્યાંનું તાપમાન શૂન્ય ડીગ્રીથી પણ નીચે હતું. પરંતુ ચારે બાજુ બરફ અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ દેશના જવાનોએ યોગનો અભ્યાસ કર્યો હોવાથી આખો દેશ તેના પર ગર્વ અનુભવી રહ્યો છે. 

માત્ર લદ્દાખમાં જ નહિ, પરંતુ હિમાચલ પ્રદેશ અને સિક્કિમમાં પણ આપણા દેશના આઈટીબીપીના જવાનોએ યોગ કર્યા હતા. જવાનોના યોગ અભ્યાસના ફોટો આઈટીબીપીના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યા છે. તો આ તસ્વીરોમાં જોવા મળી રહ્યું છે કે, લદ્દાખ કરતા હિમાચલ પ્રદેશ અને સિક્કિમમાં ઓછો બરફ જોવા મળી રહ્યો છે. 

તો આઈટીબીપીના સૈનિકોએ ઉત્તરખંડમાં બદ્રીનાથની નજીક આવેલ વસુંધરા ગ્લેશિયર પર 14 હજાર ફૂટની ઉંચાઈ પર યોગ કર્યો હતો. જવાનોએ યોગ અભ્યાસ કરતા યોગના મહત્વ વિશે પણ જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે 21 જુન 2015 ના રોજ પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો. અને 21 જુન 2020 ના રોજ છઠો યોગ દિવસ હતો. 

તો લદ્દાખની વાત કરીએ તો આઈટીબીપીના જવાનોએ સફેદ બરફના પહાડો અને ઉપર વાદળી આસમાનની વચ્ચે યોગ કરતા હતા અને તે ખુબ જ મનમોહક દ્રશ્ય લાગી રહ્યું હતું. આ વર્ષે કોરોનાનો કહેર હોવાના કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર Yoga For Health, Yoga From Home ની સલાહ આપવામાં આવી હતી. એટલે કે કોરોનાથી બચવા માટે ઘરમાં જ યોગ કરો અને પોતાની હેલ્થને સાચવો. 

Leave a Comment