સુરતની તાપી નદીમાં દરરોજ નાખવામાં આવે છે 500 કિલો બરફ, જાણો તેની માન્યતા.

મિત્રો, તમે જાણો છો કે, હાલ તો ઘણીખરી બાંધછોડ સાથે લોકડાઉન પૂરું કરવામાં આવ્યું છે. તેમ છતાં હવે તો દિવસે દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી આજે કોરોનાએ આખી દુનિયાને પોતાની પકડમાં લઇ લીધી છે. આમ ભારતમાં વધતા જતા કોરોનાના કેસો પોઝિટીવ જ આવે છે. તેના પર કોઈ કાબુ નથી મેળવી શકાયો. 

આમ કોરોના જેવી મહામારીથી બચવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો મથામણ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઈને બચવાનો ઉપાય મળ્યો નથી. કોરોનાની કોઈ પણ વેક્સિન કે ટીકા શોધવામાં દરેક દેશને નિષ્ફળતા મળી રહી છે. જ્યારે એક બાજુ કોરોનાની કોઈ દવા નથી મળતી તો બીજી બાજુ લોકો હવે અંધશ્રદ્ધા તરફ વળવા લાગ્યા છે. તેથી જ ઘણી જગ્યા પર કોરોના ન થાય તે માટે પૂજા કરવામાં આવી રહી છે તો ક્યાંક કોરોનાના દોરાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો ઘણી જગ્યા પર તો કોરોના ભાગે કે ન થાય તે માટે માનતાઓ કરવામાં આવી રહી છે. 

આવી બધી અંધશ્રદ્ધાઓ વચ્ચે એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જે સુરત શહેરનો છે. આ કિસ્સામાં કોરોનાને દુર કરવા કે ભગાડવા માટે લોકો દ્રારા દરરોજ 500 કિલો જેટલો બરફ તાપી નદીમાં નાખવામાં આવી રહ્યો છે. 

સુરતના એક વેપારીએ એવી માનતા રાખી છે કે, કોરોના જલ્દી ભાગે તે માટે તેણે દરરોજ તાપી નદીમાં 500 કિલો બરફ નાખવાની માનતા રાખી છે. આ કારણે જ સુરતમાં છેલ્લા 7 દિવસથી દરરોજ સાંજના સમયે બરફથી ભરેલી રીક્ષાઓ નીકળતી જોવા મળી રહી છે. જેમાં લોકો આ બરફને તાપી નદીમાં નાખે છે. 

જ્યારે અંગે વધુ ચર્ચા કરીએ તો અત્યાર સુધીમાં તાપી નદીમાં લોકો કુલ 3500 કિલો જેટલો બરફ નદીમાં ઠાલવી ચુક્યા છે. આવી રીતે એક વ્યક્તિએ લોકો દ્રારા જ્યારે તાપી નદીમાં બરફ નાખતા જોયા તો તેને આશ્ચર્ય થયું કે લોકો આ શું કરી રહ્યા છે. જ્યારે તે વ્યક્તિએ બરફ નાખનાર માણસોને આ અંગે સવાલ કર્યો તો તે રિક્ષાવાળા કહ્યું કે, અમારા સાહેબે કોરોના જલ્દી ભાગી જાય તે માટે માનતા રાખી છે કે, તે દરરોજ તાપી નદીમાં 500 કિલો બરફ નાખશે. 

આમ કોરોના જેવી મહામારીના સમયે અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં લોકોની અંધશ્રદ્ધા જોવા મળી છે. કોરોનાને ભગાડવા માટે લોકોની અંધશ્શ્રદ્ધામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. 

બીજા એક અન્ય કિસ્સામાં એવું સામે આવ્યું છે કે, વડોદરાના છત્રપતિ શિવાજી અતિથી ગૃહ નજીક આવેલા એક મંદિર જેનું નામ ભાથીજી મહારાજનું મંદિર છે. આ મંદિરમાં એક વ્યક્તિ દ્રારા કોરોનાના દોરા વહેંચવામાં આવી રહ્યા છે અને કહેવાય છે કે, જે લોકો આ દોરો પહેરે છે તેને સારું થઈ જાય છે. આમ લોકોને કોરોનાના દોરાનું વિતરણ કરનાર વ્યક્તિનું નામ છે હસમુખભાઈ બારોટ. તેનું માનવું છે કે, જે કોઈ કોરોનાનો આ દોરો પહેરે છે તેને કોરોના નથી થતો. આ સિવાય આ માણસનું એમ પણ માનવું છે કે, જે લોકો ભાથીજીની બંદગી કરે છે, વિશ્વાસ રાખે છે, શ્રદ્ધા રાખે છે તેને 100% સારું થઈ જાય છે. તો હવે કોરોના વાયરસને લઈને લોકોમાં અંધવિશ્વાસ પણ ફેલાય રહ્યો છે.

Leave a Comment