રામ મંદિરના ભૂમિપૂજન અને પીએમ મોદીના સ્વાગત માટે થઈ રહી છે આ ભવ્ય તૈયારીઓ. 

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનની તૈયારી જોરશોરથી થઈ રહી છે. તેમજ 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ત્યાં આવી રહ્યા છે, તો તેના સ્વાગતની પણ ભવ્ય તૈયારી થઈ રહી છે. અયોધ્યા યાત્રા દરમિયાન પીએમ મોદીને લાકડાની બનેલી દુર્લભ દોઢ ફૂટની કોદંડ રામ અને એક ફૂટની લવ-કુશની મૂર્તિ ભેટ આપવામાં આવશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપનારી એ મૂર્તિ અયોધ્યા શોધ સંસ્થાન તરફથી કર્ણાટકમાં બનાવવામાં આવી રહી છે. જેનું કામ પૂર્ણ પણ થઈ ગયું છે. 5 ઓગસ્ટના રોજ રામ જન્મભૂમિમાં પૂજન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને કોદંડ રામ અને લવ-કુશની પ્રતિમા ઉત્તર પ્રદેશ સરકારના સંસ્કૃતિ વિભાગ તરફથી ભેટ આપવામાં આવશે. 

આ મૂર્તિને વિશેષરૂપે કર્ણાટકમાં પ્રેસિડેન્ટ એવોર્ડથી સમ્માનિત શિલ્પકાર રામમૂર્તિ તૈયાર કરી રહ્યા છે. તેને બનાવવા માટે કર્ણાટકની વિશેષ ટીકવુડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખરેખર ભગવાન શ્રી રામનું ધનુષ કોદંડના રૂપમાં માનવામાં આવતું હતું. રામ જ્યારે સીતાજીની શોધમાં દક્ષિણ ભારત પહોંચ્યા તો તેના હાથમાં એ સમયે કોદંડ ધનુષ હતું. ભગવાન શ્રી રામે સીતાજીની રક્ષા માટે કોદંડ ધનુષ ઉઠાવ્યું હતું. એટલા માટે દક્ષિણ ભારતમાં ભગવાન શ્રી રામને સ્ત્રી રક્ષકના રૂપમાં માનવામાં આવે છે અને રામના કોદંડ રૂપની પૂજા કરવામાં આવે છે. 

ખરેખર તો 5 ઓગસ્ટના રોજ શુભ મુહુર્તમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ પૂજન કરશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેની આગેવાની કરી રહ્યા છે. ભૂમિપૂજનના ભવ્ય કાર્યક્રમની પણ તૈયારી થઈ ગઈ છે. 200 મહેમાનને આમંત્રણ મોકલી દેવામાં આવ્યું છે. તેનું લીસ્ટ ટ્રસ્ટના મહાસચિવ દ્વારા ચંપતરાયે પીએમઓ ને મોકલી દીધું છે. 

રામ મંદિર ભૂમિપૂજનના દિવસે રામલલા નવરત્ન જડેલા અને મખમલના વસ્ત્ર પહેરશે. રામલલાના વસ્ત્ર લીલા અને કેસરિયા રંગમાં બની રહ્યા છે. રામલલાના લીલા રંગના વસ્ત્રમાં ભગવા રંગની ગોટી લગાવવામાં આવી રહી છે. 1 ઓગસ્ટ સુધીમાં રામલલાના વસ્ત્ર તૈયાર થઈ જશે. વસ્ત્રો સિવાય આસન પર પાથરવા માટે ચુંદડી સિતારા જડિત પડદો પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

રામલલાની સાથે સાથે લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, હનુમાનજી અને શાલિગ્રામ માટે પણ આસન તૈયાર થઈ રહ્યા છે. રામ મંદિરના નિર્માણમાં કોઈ વિઘ્ન કે બાધા ન આવે એ માટે દેશભરની પવિત્ર નદીઓમાંથી જળ અને ધૂળ અયોધ્યા લાવવામાં આવી રહી છે. આ સમયે અયોધ્યાને રંગોથી શણગારવામાં આવી રહ્યું છે કે દુનિયા જોઈને દંગ રહી જશે. 

Leave a Comment