કોરોનાને લઈને એક નવી સ્પર્ધા, તમે પણ જીતી શકો 37 કરોડ રૂપિયા ! જાણો કેવી રીતે.

જો તમારી પાસે બહેતરીન વૈજ્ઞાનિક દિમાગ છે,  તમે ઝડપથી કામ કરતુ સસ્તું કોવિડ-19 ટેસ્ટ શોધી શકો છો તો તમે જીતી શકો છો 5 મિલિયન ડોલર્સ. એટલે કે ભારતીય કરન્સી પ્રમાણે 37.39 કરોડ રૂપિયા થાય. ઇનામની આ રકમ એક્સપ્રાઈઝ નામની એક સંસ્થા આપી રહી છે. આ પ્રતિયોગીતા 6 મહિના સુધી ચાલશે, જે વ્યક્તિ વિજેતા બનશે તેનું નામ આવતા વર્ષની શરૂઆતમાં ઘોષિત કરવામાં આવશે. 

ગેર-સરકારી સંસ્થા એક્સપ્રાઈઝ(XPrize) એ 28 જુલાઈના રોજ એક પ્રતિયોગીતાની ઘોષણા કરી હતી. આ પ્રતિયોગીતા એ લોકો માટે છે જે કોવિડ-19 ના ટેસ્ટને સસ્તા અને ઝડપી પરિણામ આપવાનો ઉપાય જણાવી શકે. 

6 મહિના ચાલનારી આ પ્રતિયોગીતાને ‘XPrize રેપિડ કોવિડ ટેસ્ટિંગ’ નામ આપવામાં આવ્યું છે. ટૂંકમાં આ પ્રતિયોગીતાનો હેતુ એ છે કે, ખુબ જલ્દી સારી અને સસ્તી કોવિડ-19 ટેસ્ટિંગ કીટ તૈયાર થાય, જે જલ્દી ભરોસાપાત્ર પરિણામ આપી શકે. તેનાથી લગભગ આખી માનવ જાતિને ફાયદો થશે. XPrize એ કહ્યું કે, અમે એટલું સરળ અને સહજ ટેસ્ટિંગ કીટ બનાવવા ઇચ્છીએ છીએ કે, જેનો ઉપયોગ નાનો બાળક પણ કરી શકે. ટેસ્ટનું પરિણામ આવવામાં ઓછામાં ઓછા 15 મિનીટનો જ સમય લાગવો જોઈએ. અત્યારે એક કોવિડ-19 ટેસ્ટ પર લગભગ 100 ડોલર એટલે કે 7479 રૂપિયા ખર્ચ થઈ રહ્યો છે. તે ઘટીને 15 ડોલર થઈ જવો જોઈએ એટલે કે 1121 રૂપિયા. XPrize એ કહ્યું કે અમે કુલ મળીને પાંચ વિજેતા ટીમોનો ચયન કરશું. દરેક ટીમને 1 મિલિયન ડોલર એટલે કે 7.47 કરોડ રૂપિયા આપવામાં આવશે. તેમાં PCR ટેસ્ટની પદ્ધતિ હોય અથવા એન્ટીજેન ટેસ્ટની પદ્ધતિ હોય, પરંતુ તે સહજ અને સરળ હોવી જોઈએ. જીતનારી ટીમને બે મહિના સુધી લગાતાર દરેક અઠવાડિયા સુધી ઓછામાં ઓછા 500 કોવિડ-19 ટેસ્ટ કરવા પડશે. પરંતુ તેને વધારીને 1000 ટેસ્ટ દરેક અઠવાડિયામાં અથવા તેનાથી વધારે પણ કરી શકાય. 

XPrize ના સીઈઓ અનુશેહ અંસારીએ કહ્યું કે, ટેસ્ટિંગની અછતના કારણે ઘણા કોવિડ કેસની ખબર નથી પડતી. જો લોકોને યોગ્ય સમયે તપાસ રીપોર્ટ મળી જાય તો ઈલાજમાં આસાની થાય.અનુશેહ અંસારીએ કહ્યું કે, એટલા માટે અમે પ્રતિયોગીતામાં ચાર કેટેગરી રાખી છે. તે કેટેગરી અનુસાર પ્રતિયોગી ભાગ લઈ શકે છે, તે કેટેગરી આ પ્રમાણે છે, એટ હોમ, ક્વાઈંટ ઓફ કેયર, ડીસ્ટ્રીબ્યુટેડ લેબ અને હાઈ-થ્રોપુટ લેબ. 

Leave a Comment