શરીર પર એક દાગના કારણે બકરાની ચોંકાવનારી કિંમત, જાણીને આશ્વર્ય પામશો.

દેશમાં ઇદનો માહોલ છે તે દરમિયાન મહારાષ્ટ્રના સાંગલી જીલ્લામાં એક એવો બકરો છે, જેના ભાવ દોઢ લાખ રૂપિયા જેટલા છે. મિત્રો આટલા ભાવ તો ખુબ જ વધુ કહેવાય, પરંતુ હજુ આગળ જોઈએ તો આ બકરો ઘણા કારણે ચર્ચામાં છે. આ દિવસોમાં આ બકરો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તો આજે આ લેખમાં અમે તમને આ બકરાની વિશેષતા વિશે જણાવશું શા માટે તેના ભાવ આટલા બધા આંકવામાં આવે છે અને તેની અન્ય શું ખાસિયત છે. તો જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

આ મામલો સાંગલી જીલ્લાના પેડ ગામનો છે. જ્યાં સુરેશ શેંડગે નામના વ્યક્તિએ એક બકરી પાળી રાખી છે. તો આ બકરાની ખાસિયત એ છે કે, તેના માથા પર કુદરતી રીતે જ ચાંદ બનેલો છે. તેના કારણે ખરીદદારોએ આ બકરાની કિંમત દોઢ લાખ રૂપિયા લગાવી હતી. 

હાજી જબ્બાર રહિમતપૂરેનું કહેવું છે કે, એવી માન્યતા છે કે, બકરી ઈદ પર જે બકરાની કુરબાની આપવામાં આવે તેમાંથી જો કોઈ પર ચાંદ બનેલો હોય તો તે ખુબ જ સારું માનવામાં આવે છે. સાથે સાથે જો આવા ચાંદની નિશાની તેના શરીર પર હોય તો અલ્લાહ તે કુરબાની કબુલ કરે છે. આ માન્યતાના ચાલતા એવા બકરાની કિંમત સામાન્ય કરતા ખુબ જ વધુ લગાવવામાં આવી રહી છે.આ જ માન્યતાના આધારે બકરીના માલિક સુરેશ શેંડગેનું કહેવું છે કે, આ બકરા માટે અત્યાર સુધીમાં દોઢ લાખ કિંમત દેવા માટે લોકો તૈયાર થઈ ચુક્યા છે. માથા પર ચાંદની આકૃતિ હોવાના કારણે આ બકરાની કિંમત સામાન્ય બકરા કરતા ઘણી વધારે થઈ ગઈ છે. 

તેનું કહેવું છે કે, આ બકરાને તેણે ખુબ જ લાડ અને પ્રેમથી પાળ્યો છે. આ બકરો 18 મહિનાનો છે અને તેનું વજન 90 કિલો જેટલું છે. તેને લીલા ઘાસ સિવાય ચણાદાળ, ઘઉં અને મગફળીના દાણા દિવસમાં ત્રણ વાર ખવડાવવામાં આવે છે. તેનો ખુબ જ ખ્યાલ રાખવામાં આવે છે. હાલ તો આ બકરાની વધુ સારી કિંમતની રાહ જોઈ રહ્યા છીએ. 

Leave a Comment