ભોજન કરવાના એકદમ ચાર સરળ નિયમો અંગે જરૂર જાણી લો, પેટની તકલીફ દુર થઈ જશે.

મિત્રો, ભોજન એ જીવનને ટકાવી રાખવા માટે જરૂરી છે, પણ ઘણી વખત આ ભોજન સરળ રીતે પચતું નથી અને અનેક બીમારીને આમંત્રણ આપે છે. પરિણામે પેટને લગતી સમસ્યા ઉભી થાય છે. પણ જો ભોજનને સાચી અને સરળ રીતે ખાવામાં આવે તો અનેક સમસ્યાઓથી બચી શકાય છે. પરંતુ તમે ભોજન અને ઘણા પ્રયત્નો કરી ચુક્યા હશો તેમ છતાં પણ કોઈ ઉપાય કામ કરતો નથી. તેથી હવે તમારે ભોજન કરવાના અમુક નિયમો અંગે જાણી લેવું જોઈએ. તો આજે આ લેખમાં અમે તમને તેના વિશે વિશેષ માહિતી જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

હવે સવાલ એવો ઉભો થાય છે કે. તમે ભોજન કરી લીધું પણ આ ભોજન પચ્યું ન હોવાથી પેટમાં તે તકલીફ કરે છે. જેના કારણે અપચો જેવું લાગ્યા કરે છે. ત્યારે માણસે સમજી જવું જોઈએ કે, તેણે કંઈ વસ્તુ ખાવાથી આવી તકલીફ થઈ છે. જો તમે એક વખત જાણી લો કે તમને આ વસ્તુ ખાવાથી આવી તકલીફ થઈ રહી છે તો તમારે તે વસ્તુ બીજી વખત ખાતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. 

ઝડપથી હજમ થતો ખોરાક ખાવો જોઈએ : જ્યારે પણ ભોજનની વાત આવે ત્યારે તમારે પ્રથમ તો એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે ભોજન કરો ત્યારે તમે સજાગ રહો. આ ખોરાક પછી ગમે તે હોય. જ્યારે તમે કોઈ ખાસ દિવસે અથવા તો બહારનું ભોજન કર્યું છે ત્યારે તે ખોરાકનું પાચન થયું છે કે નહિ, અથવા તો થશે કે નહિ. જો કોઈ પણ ભોજન તમારા પેટમાં 3 કલાકથી વધુ એકને એક જગ્યા પર પડ્યું રહે, તો સમજી જવું કે આ ભોજનનું પાચન નથી થયું. અને જો કોઈ ભોજન ખાવાથી તમારું તે ભોજન અન્નનળી અને પેટમાં સરળતાથી નીચે ઉતરી જાય તો સમજી લેવું કે ભોજન પચવામાં ભારે નથી. ભલે આ ભોજન પછી સામાન્ય હોય. તેથી તમારે હંમેશા એવું ભોજન લેવું જોઈએ જે પચવામાં ભારે ન હોય. 

બે ભોજન વચ્ચે 5 થી 6 કલાકનું અંતર રાખો : ઘણી વખત તમે જોતા હશો કે ઘણા લોકો ઉપરા ઉપરી ભોજન કરતા હોય છે. પરિણામે બે ભોજન વચ્ચે સમય ન હોવાથી તેમનું પેટનું સંતુલન બગડી જાય છે. તેથી હંમેશા તમારે કોઈ પણ ભોજન લેતા સમયે અને તેના પછીના બીજા સમયેના ભોજન લેતી વખતે ઓછામાં ઓછો 5 આથી 6 કલાકનું અંતર રાખવું જોઈએ. આમ કરવાથી કોઈ પણ ભોજનને પચવા માટે સમય મળે છે અને બીજું ભોજન લેતા સમયે પણ કોઈ મુશ્કેલી નથી આવતી. 

30 વર્ષની ઉંમરના વ્યક્તિ માત્ર બે વખત જ સારી રીતે ભોજન કરે : જો તમારી ઉંમર 30 વર્ષ કરતા ઉપર છે, તો તમારે માત્ર 2 વખત જ ભોજન કરવું જોઈએ. આમ તમારે સવારે અને સાંજે એમ બે વખત ભોજન કરવું જોઈએ. આમ કરવાથી ભોજન કરવામાં સમયનો અંતરાળ  રહે છે અને ભોજનને પચવામાં સરળતા રહે છે. જો તમે સાંજે ભોજન કરો છો, તો તમારે સૂતા પહેલા 3 કલાક અગાઉ ભોજન લેવું જોઈએ. આમ કરવાથી સૂતા પહેલાનું ભોજન પછી જાય છે. આ ઉપરાંત તમારે ભોજન કર્યા પછી થોડી કસરત કરવી જોઈએ. તેમ કરવાથી ભોજન પચવામાં ભારે ન પડે. જો તમે ભોજન કર્યા પછી ભરપેટે સુઈ જાવ છો તો ખોરાક પેટ તેમજ અન્ય કોશિકાઓ પર વજન કરે છે અને ભોજન પચતું નથી. પરિણામે તે નુકશાનકારક સાબિત થાય છે.

કુલ ભોજનના 40 ટકા જેટલો ભાગ ફળ અને શાકભાજીનો રાખો : જો તમે પોતાના ભોજનનું એક આયોજન બનાવો છો, તો તે તમારા માટે ખુબ સારું છે. તમારે એવા પ્રકારનું ભોજન જ લેવું જોઈએ જે તમારા શરીરને અનુકુળ હોય. આથી જો તમે તમારા ભોજનમાં 40% જેટલો ભાગ ફળ અને શાકભાજીનો રાખો તો તમે તમારા શરીરને સદા તંદુરસ્ત રાખી શકો છો. ફળ અને શાકભાજી ખાવાથી તમે પોતાને એક દમ હળવા ફૂલ અનુભવી શકો છો. 

Leave a Comment