કાનખજુરો કાનમાં ચોંટી, કરડી કે ઘુસી ગયો હોય તો કરો આ 4 માંથી કોઈ પણ 1 પ્રયોગ… ફટાફટ નીકળશે બહાર…

મિત્રો ઘણા લોકોને નીચે સુવાની આદત હોય છે અથવા જગ્યાને અભાવે નીચે સૂવું પડતું હોય છે. તેમાં અમુક વાર જમીન પર સરક્તા જીવાણુ કરડી જાય અથવા કાનમાં પ્રવેશી જાય છે અને તે કરડે તો ખૂબ પીડા થાય છે.જો કાનમાં કાનખજૂરો પ્રવેશી જાય અને તે કરડે તો અનહદ પીડા થાય છે. જેના લીધે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દવાખાને અથવા હોસ્પિટલ જવું ફરજિયાત થઈ જાય છે.

મિત્રો રસોઈ ઘર કે બાથરૂમમાં ભેજના કારણે કાનખજૂરો હોવો સ્વભાવિક છે વિશેષ રૂપે ઉનાળામાં. ઉનાળાની ઋતુમાં આવા જીવોનું ઉત્પન્ન થવું સામાન્ય છે અને આ તમારા ઘરમાં જ ફરતા નજર આવશે. પરંતુ મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે આ જીવો તમને કરડી લે છે કે કાનમાં પ્રવેશી જાય છે.કાનખજુરાની અલગ-અલગ પ્રજાતિ હોય છે. તેમાં અમુક પ્રજાતિનો કાનખજૂરો કરડી જાય તો વધુ ઝેર તો નથી હોતું પણ પીડા ખૂબ વધારે થાય છે. ઉપરાંત જે લોકોને શરીરની સ્થિતિ સાવ નબળી હોય અથવા નબળા હદયવાળા હોય તો તેમને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં લઈ જવા જરૂરી હોય છે.કદાચ તમે નહીં જાણતા હોય કે કાન ખજુરો એક ખૂબ જ ખતરનાક જીવ છે જે જોવામાં બિહામણો લાગે છે. તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે આ સુતેલા વ્યક્તિને કરડી લે છે કે તેના કાનમાં પ્રવેશી જાય છે. ભલે આ જીવલેણ પ્રતીત ન થતો હોય પરંતુ તેના કરડવાથી કે કાન માં પ્રવેશવાથી તમને અસહ્ય દુખાવો થઇ શકે છે. જો તમે પણ તમારા ઘરમાં કાન ખજૂરાને ફરતા જોયો હોય અને તમારા ઘરમાં નાના નાના બાળકો હોય તો આ ઘરેલુ ઉપચાર આવી સ્થિતિમાં તમારા માટે ખૂબ જ કામ આવી શકે છે.

1 કાનખજૂરો કાનમાં પ્રવેશે અને કરડવાથી આ પ્રકારનો અહેસાસ થઈ શકે છે:- કાન લાલ થવો, કાન મા ખંજવાળ આવવી, કાન મા બળતરા થવી, કાન મા દુખાવો થવો, કાન મા ઘા થવો, કાન ભારે લાગવો.

2 કાનખજૂરો કાનમાં પ્રવેશવા સંબંધિત સાવચેતીઓ અને નિવારણ:- કાનખજૂરો કાનમાં પ્રવેશે અને કરડવાની સ્થિતિ ખૂબ જ ઓછા ગંભીર કિસ્સા જોવા મળ્યા છે પરંતુ કેટલાક સરળ ઉપાયો દ્વારા કાન ખજૂરાને કરડવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. જોકે તમે કેટલીક સાવચેતીઓ રાખીને કાનખજૂરો કરડવા કે કાનમાં પ્રવેશવાની સમસ્યાથી બચી શકો છો.વધુ ગરમી કે વરસાદની ઋતુમાં ભૂલથી પણ ખુલ્લી જમીન પર ન સુવું. ચોમાસાની ઋતુમાં ચંપલ પહેરતા પહેલા તેને ચેક કરી લેવા અને ખુલ્લા પગે જ્યાં ત્યાં ન ફરવું. જ્યારે ઘરમાં સૂવો તો પલંગ પર જ સુવો. સૂતી વખતે કાનમાં રૂ નાખી દો અથવા રૂમાલથી બાંધી લો. સૂતી વખતે કાનને ચાદરથી ઢાંકી લો. બાળકોને ભૂલીને પણ જમીનના ખુલ્લા દર પાસે ન સુવડાવો.

3 કાનખજૂરો કરડે તો કરો આ ઉપાય:- 

1) જો કાન ખજુરો કોઈ વ્યક્તિના કાનમાં પ્રવેશી ગયો હોય તો સિંધવ મીઠાનું પાણી મેળવીને કાનમાં રેડવાથી તુરંત જ મરી જશે અથવા સરળતાથી કાનની બહાર નીકળી જશે.

2) જો કાન ખજુરો શરીરના કોઈ અંગ પર ચોંટી ગયો હોય તો તેના મોઢા પર ખાંડ નાખવાથી તે પોતાની પકડ ઢીલી કરી દેશે અને તુરંત શરીરથી અલગ થઈ જશે.3) કાનખજૂરો કરડવાથી તેની પર હળદરમાં સિંધવ મીઠું અને ગાયનું ઘી મેળવીને લગાવવાથી તેનું ઝેર નષ્ટ થઈ જશે અને પીડીતને તુરંત રાહત મળશે.

4) કાનખજૂરો કરડવા પર ઘાવવાળી જગ્યાએ તુરંત જ ઠંડા પાણીથી ધોવો અને તે જગ્યા પર બરફ ઘસો. આમ કરવાથી નસો સુન્ન થઈ જશે અને લોહી વહેવાનું બંધ થઈ જશે, જેનાથી ઝેર તમારા શરીરમાં નહીં ફેલાય.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment