આ આયુર્વેદિક જડીબુટ્ટી અનેક રોગોને ઉખાડી ફેંકશે… ગર્ભાશય, પેશાબ સંબંધી, યૌન સંબંધી અને પથરી જેવી અનેક સમસ્યાઓમાં છે રામબાણ… જાણો ઉપયોગની રીત..

મિત્રો આપણા આયુર્વેદમાં એવી અનેક જડીબુટ્ટીઓ છે જે આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. તેવી જ એક જડીબુટ્ટી ગોખરુ છે જે સદીઓથી માનવના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ છે. આ એવી જડીબુટ્ટીઓ માંથી એક છે જે વાત, પિત્ત અને કફ ત્રણેયને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. ગોખરુ નું ફળ, પાન અને ડાળ આયુર્વેદમાં ઔષધીના રૂપે પ્રયોગ કરવામાં આવે છે. આ માત્ર બીમારીઓ માટે જ નહીં પરંતુ યૌન સમસ્યાઓને ઠીક કરવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. આવો જાણીએ ગોખરુ ના ઉપયોગ અને તેના ફાયદા.

ગોખરુ શું છે?:- ગોખરુ ચોમાસાની ઋતુમાં જમીન પર ફેલાઈને વધવા વાળો શાખાઓથી યુક્ત છોડ છે. તેની ડાળખીઓ 1.5 મીટર લાંબી અને જમીન પર ફેલાયેલી હોય છે. તેની શાખાઓ ના નવા ભાગ મુલાયમ હોય છે. તેના પાન ચણાના પાન જેવા હોય છે. પરંતુ આકારમાં થોડા મોટા હોય છે. તેના ફુલ પીળા નાના ચક્રાકાર કાંટાવાળા ચમકદાર લગભગ 0.7 થી 2 cm વ્યાસના ડાયામીટર ના હોય છે. તેના ફળ નાના ગોળ ચપટા પંચકોણ વાળા બે થી છ કાંટા યુક્ત અને ઘણા બીજ હોય છે. તેના મૂળ એકદમ મુલાયમ અને રેશાદાર, હળવા ભૂરા રંગના અને થોડા સુગંધીત હોય છે. ગોખરુ ઓગસ્ટ થી ડિસેમ્બર મહિનામાં ફૂલે ફલે છે. ગોખરુ ની તાસીર ઠંડી હોય છે. ગોખરુ મૂત્ર સંબંધી, વાત પિત્ત, કફ, સોજો, દુખાવો દૂર કરવામાં શક્તિવર્ધક અને સ્વાદિષ્ટ હોય છે.ગોખરુ ના ફાયદા:- ગોખરુ ના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ કેવી રીતે અને કયા કઈ બીમારીઓમાં આ ફાયદાકારક છે તથા ગોખરુ નો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તેના વિશે આપણે વિસ્તાર પૂર્વક જાણીશું.

1) માથાના દુખાવામાં રાહત:- આજકાલ તણાવ ભરી જિંદગીમાં માથાના દુખાવાની બીમારી નો શિકાર વધુથી વધુ લોકો થઈ રહ્યા છે. 10 થી 20 મિલિગ્રામ ગોખરુ નો ઉકાળો સવાર સાંજ પીવાથી પીત્ત ના વધવાના કારણે માથાનો દુખાવો થાય છે તેમાં આરામ પ્રદાન કરે છે આ રીતે ગોખરુનો ઉપયોગ કરવાથી લાભદાયક રહે છે.

2) દમ ની સમસ્યામાં:- આજકાલના પ્રદુષણયુક્ત વાતાવરણમાં ઘણા બધા લોકોને દમની ફરિયાદ રહે છે. ગોખરુનું સેવન આ પ્રકારે કરવાથી દમ માંથી જલદી રાહત મળશે બે ગ્રામ ગોખરુ ના ફળના ચૂર્ણ ને બે થી ત્રણ નંગ સૂકા અંજીર સાથે દિવસમાં ત્રણ વાર થોડા દિવસ સુધી સતત સેવન કરવાથી દમમાં રાહત થશે. ગોખરુ અને અશ્વગંધાને સમાન માત્રામાં લઈને તેનું સૂક્ષ્મ ચૂર્ણ માં બે ચમચી મધ મેળવીને દિવસમાં બે વાર 250 મિલિગ્રામ દૂધની સાથે સેવન કરવાથી શ્વાસ સંબંધી સમસ્યા અને કમજોરીમાં લાભ થાય છે.3) પાચન માટે શ્રેષ્ઠ:- ગોખરુ પીવડાવવાથી જેની પાચન શક્તિ નબળી હોય તેને ખાવાનું પચાવવામાં સરળતા રહેશે. ગોખરુ ના 30 થી 40 મિલીગ્રામ ગોખરુ નો ઉકાળા માં પાંચ ગ્રામ પીપળનું ચૂરણ મેળવીને થોડું થોડું પીવાથી પાચન શક્તિ વધે છે. ગોખરુ નો આ ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે.

4) ઝાડા ની સમસ્યામાં:- મસાલેદાર ભોજન કર્યા બાદ જો ઝાડા થઈ ગયા હોય તો ગોખરુ ખૂબ જ કામ આવે છે. 500 મિલિગ્રામ ગોખરુ ચૂર્ણ ને મીઠા સાથે દિવસમાં બે વાર ખવડાવવાથી ઝાડા અને અપચામાં ફાયદાકારક છે.

5) પેશાબ સંબંધિત સમસ્યામાં કાયદાકારક:- મૂત્રકૃચ્છ ની બીમારીમાં  પેશાબ સંબંધિત સમસ્યામાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવે છે જેમ કે પેશાબ કરતી વખતે દુખાવો, બળતરા, અટકાઈને પેશાબ આવવો, ઓછો પેશાબ આવવો વગેરે. આવી સમસ્યાઓમાં ગોખરુ ખૂબ જ ફાયદાકારક છે. 20 થી 30 મિલિગ્રામ ગોખરુ ઉકાળા માં 125 મિલી ગ્રામ યવાક્ષાર કે મધ એક ચમચી નાખીને દિવસમાં બે થી ત્રણ વાર પીવડાવવાથી મૂત્રકૃચ્છ ની બીમારીમાં રાહત થાય છે.

ગોખરુના મૂળને 10 થી 15 ગ્રામ અને સરખી માત્રામાં ચોખાને એક સાથે લઈને પાણીમાં ઉકાળીને પીવાથી મુત્રવૃદ્ધિ થાય છે. બે ગ્રામ પતંજલિ ગોખરુ ચૂર્ણ માં બે થી ત્રણ નંગ કાળા મરી અને સાકર મેળવીને સવાર બપોર અને સાંજ સેવન કરવાથી મૂત્રકૃચ્છ માં લાભ થાય છે. 6) પથરી:- આજની જીવનશૈલી અને પ્રદુષિત આહાર ના કારણે પથરીની સમસ્યા લોકોને પરેશાન કરે છે. ગોખરુનું સેવન કરવાથી પથરીને કુદરતી રીતે કાઢવામાં મદદ મળે છે. પતંજલી ગોખરુ ચૂર્ણ માં એક ચમચી મધની સાથે દિવસમાં ત્રણ વાર ખાવડાવીને ઉપર બકરીનું દૂધ પીવડાવવાથી પથરી તૂટી તૂટીને બહાર નીકળે છે.

7) ગર્ભાશય શૂળ કે યુટેરસના દુખાવામાં:- જો કોઈ કારણે ગર્ભાશયમાં દુખાવો થઈ રહ્યો હોય તો ગોખરુ નું સેવન ખૂબ જ ગુણકારી હોય છે. પાંચ ગ્રામ ગોખરુ ફળ,પાંચ ગ્રામ કાળી કિસમિસ અને બે ગ્રામ મુલેઠી પીસીને સવાર સાંજ સેવન કરવાથી ગર્ભાશયના દુખાવામાં રાહત મળે છે.

8) સંધિવા ના દુખાવામાં:- ઉંમર વધવાની સાથે સાંધામાં દુખાવા થી મોટાભાગના લોકો પરેશાન રહે છે. ગોખરુ ફળ નો સમાન ભાગ, સૂંઠનો ચતુર્થાંશ ભાગ મિક્સ કરીને ઉકાળો બનાવીને સવારે અને રાત્રે સેવન કરવાથી કમરનો દુખાવો, સાંધાના દુખાવામાં રાહત મળે છે.9) ચામડીના રોગોમાં ગોખરુ ના ફાયદા:- આજના પ્રદૂષણ ભર્યા વાતાવરણમાં ત્વચાના રોગો થવા સ્વાભાવિક છે. ગોખરુ ફળ પાણીમાં પીસીને ત્વચા પર લેપ કરવાથી ખંજવાળ, દાદર અને ત્વચા સંબંધી રોગોમાં લાભ થાય છે.

10) લો સ્પર્મ કાઉન્ટમાં ફાયદાકારક:- જો સ્પર્મ કાઉન્ટ ઓછા હોવાના કારણે તમે પિતા બનવામાં સમસ્યા થતી હોય તો ગોખરુ નું સેવન આ રીતે કરો. ગોખરુ ના 20 ગ્રામ ફળને 250 ml દૂધમાં ઉકાળીને સવાર સાંજ પીવાથી સ્પર્મ કે વીર્ય સંબંધિત સમસ્યાઓ ઘટવા લાગે છે. તેના સિવાય 10 ગ્રામ ગોખરુ અને 10 ગ્રામ શતાવરી ને 250 mi દૂધની સાથે ઉકાળીને પીવાથી સ્પર્મ કાઉન્ટ ની ક્વાલિટી વધે છે તથા શરીરને શક્તિ મળે છે.

11) તાવ દૂર કરવામાં ફાયદાકારક:- જો ઋતુમાં બદલાવ આવવાની સાથે સાથે વારંવાર તાવ આવતો હોય તો ગોખરુ નું સેવન ખૂબ જ ફાયદાકારક છે. 15 ગ્રામ ગોખરુ પંચાંગને 250 મિલી પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી લો. આ ઉકાળાને વારંવાર પીવડાવવાથી તાવના લક્ષણોમાં રાહત મળે છે. તેના સિવાય બે ગ્રામ પતંજલિ ગોખરુ પંચાંગ ચૂર્ણને નિયમિત સેવન કરવાથી તાવ દૂર થાય છે.

12) રક્તપિત (કાન નાકમાંથી લોહી વહેવુ):- જો રક્તપિતની સમસ્યાથી પીડાતા હોવ તો ગોખરુનું આ રીતે સેવન કરવાથી લાભ મળે છે. 10 ગ્રામ ગોખરુ ને 250 ml દૂધમાં ઉકાળીને પીવાથી રક્તપિતમાં લાભ થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment