ખીલ, ખરજવું, દાગ, અને અળાઈમાં લગાવી દો આના બે ટીપા, રાતોરાત ચામડીના રોગોથી મળશે છુટકારો… જાણો ઉપયોગની રીત…

મિત્રો આપણે આપણી સુંદરતાને જાળવી રાખવા માટે આપણી ત્વચાની દેખભાળ કરતા હોઈએ છીએ. આપણે સુંદર દેખાઈએ તેના માટે અનેક બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ પણ કરીએ છીએ. પરંતુ આવા બ્યુટી પ્રોડક્ટો લાંબા ગાળે નુકસાન કરે છે. તેથી ત્વચાની દેખભાળ અને અનેક સમસ્યાઓના ઉપાય માટે અમે અહીંયા તમને ચંદનના ઉપયોગ વિશે જણાવીશું. જેનો ઉપયોગ ભારતમાં સદીઓથી ચહેરાની સુંદરતા માટે કરવામાં આવે છે.  શું તમે ક્યારેય ચંદનના તેલનો ઉપયોગ કર્યો છે? જો ન કર્યો હોય તો જાણી લો તેના ફાયદા. મિત્રો ચંદનનું તેલ ચંદનના ઝાડમાંથી વરાળ નિસ્યંદન પદ્ધતિ દ્વારા કાઢવામાં આવે છે.

વિશ્વભરમાં ચંદનના તેલનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટમાં કરવામાં આવે છે. ત્યાં સુધી કે આપણામાંથી કેટલાક લોકો તેમના નાની અને દાદીથી સાંભળતા આવ્યા હશે કે ત્વચા માટે ચંદન કેટલું ફાયદાકારક સાબિત થાય છે, વિશેષ રૂપે ખીલ અને પીમ્પલ માટે. પરંતુ શું તમે જાણો છો ચંદનનો ઉપયોગ માત્ર ખીલ માટે જ નહીં પરંતુ ચંદનના તેલમાં ઘણા ઔષધીય ગુણ હોય છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. ચંદનના તેલના ઉપયોગથી અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.

ત્વચા માટે ચંદનના તેલના ફાયદા:- 

1) ખીલ અને પિમ્પલ્સ દૂર કરે:- ખીલ અને પીમ્પલ ના કારણે આવતા સોજાને ચંદન શાંત કરે છે. ચંદનના તેલમાં હળદર પાવડર અને કપૂર મેળવી લો. હવે તેને પીમ્પલ પર લગાવીને આખી રાત માટે રહેવા દો. સવારમાં પાણીથી ધોઈ લો.

2) ખરજવું મટાડે:- ખરજવા થી છુટકારો મેળવવા માટે તમે તે જગ્યા પર માત્ર ચંદનના તેલના એક થી બે ટીપા નાખવાના છે.3) ત્વચાના ડાઘ ધબ્બા દૂર કરે:- ચંદન નો ઉપયોગ કરવાથી ચહેરાના ડાઘ ધબ્બા કે પછી વાગેલા ના નિશાન પણ દૂર થઈ જાય છે અને ત્વચા મુલાયમ બને છે. જો તમને તેના માટે ચંદનનું તેલ ન મળી શકતું હોય તો તમે ચંદનના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં માત્ર તમારે તમારી સ્કિન પ્રમાણે તેલ મેળવવાનું છે અને ઓછામાં ઓછા 12 કલાક માટે રહેવા દેવાનું છે. જ્યારે આ તૈયાર થઈ જાય તો ચહેરા પર તેને લગાવીને  મસાજ કરો અને થોડી મિનિટો માટે રહેવા દો. ત્યારબાદ પાણીથી ધોઈ લો.

4) અળાઈઓ થી બચાવે:- ચંદન ઠંડુ હોય છે તેથી તેને ત્વચા પર લગાવવાથી ઠંડક અને આરામ મળે છે. જો ગરમીની ઋતુમાં તમે પણ અળાઈઓનો શિકાર થતા હોવ તો, ત્વચા પર ખચકાયા વગર ચંદનની પેસ્ટ બનાવીને લગાવો. આ નાના બાળકો કે નાના શિશુઓ પર પણ લગાવવાથી સુરક્ષિત છે.5) એન્ટી ટેનિંગ ગુણ:- ચંદનનું તેલ તમારી ત્વચાને ટેનિંગ થી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. એના માટે મધ, લીંબુનો રસ અને દહીંમાં ચંદનનું તેલ કે પછી પાવડર મેળવીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવીને 15 થી 20 મિનિટ માટે રહેવા દો જ્યારે સુકાઈ જાય એટલે પાણીથી ધોઈ લો.

6) એન્ટી એજિંગ ગુણ:- ચંદનનું તેલ ત્વચાને ઢીલી નથી પડવા દેતું.  આ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને ફ્રી રેડીકલ્સ ના કારણે નુકસાન સામે લડે છે. જેનાથી કરચલીઓ નથી પડતી. તમારે તેના માટે ચંદનના તેલમાં મધ અને ઈંડાની જર્દી મેળવવાની છે. આ મિશ્રણને 20 મિનિટ માટે ચહેરા પર લગાવો અને ત્યારબાદ પાણીથી ધોઈ લો. આ ઉપરાંત પણ ચંદનના તેલના ઘણા ફાયદા છે.7) ચંદનના તેલના અન્ય ફાયદાઓ:-  ચંદનના તેલનું સેવન કરવાથી કિડનીના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. ચંદનના તેલને મૂત્રવર્ધક તેલ તરીકે પણ ઓળખવામાં આવે છે જે મૂત્ર સંબંધી સમસ્યાઓમાં રાહત આપવામાં અત્યંત મદદરૂપ છે. ચંદનનું તેલ કિડનીને સ્વચ્છ રાખવા માટે જાણીતું છે. આ તેલના ઉપયોગથી મળ અને પેશાબના દુખાવાની સમસ્યાને ઓછી કરી શકાય છે. ચંદનના તેલના નિયમિત ઉપયોગથી યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનનું જોખમ પણ ઘટી શકે છે.

ચંદનના તેલના ઉપયોગથી ત્વચા સંબંધી વિકૃતિઓ મટે છે. ચંદનના તેલમાં એન્ટિ-માઇક્રોબાયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિસેપ્ટિક અને એન્ટિ-પ્રોલિફેરેટિવ ગુણધર્મો હોય છે. જેથી આંતરિક અને બાહ્ય ત્વચાના ચેપ વગેરે જેવી સમસ્યાઓથી બચી શકાય. દરરોજ યોગ્ય માત્રામાં ચંદનના તેલનો ઉપયોગ કરવાથી ત્વચા સુરક્ષિત રહે છે.ચંદનના તેલનું સેવન કરવાથી અનિદ્રા, તણાવ અને ડિપ્રેશનમાં રાહત મળે છે. ચંદનના તેલમાં સંતાલોલ નામનું તત્વ હોય છે, જે અનિદ્રાની સમસ્યામાં રાહત આપે છે. ચંદનનું તેલ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલા તણાવને દૂર કરવાનું કામ કરે છે, જે અનિદ્રાથી રાહત આપી શકે છે. ચંદનના તેલથી નિયમિત માલિશ કરવાથી તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment