શિયાળામાં કરો આ શક્તિશાળી લાડુનું સેવન, શરીરની નબળાઈ, આંખોની રોશની, માથાનો દુખાવો દુર કરી શરીરને રાખશે આખો શિયાળો નિરોગી….

શિયાળાનો સમય ખાણીપીણી માટે ખૂબ જ વધારે વિશેષ હોય છે. આપણે વિવિધ પ્રકારની વાનગીઓ ટ્રાય કરીએ છીએ. જો તમે મીઠાઈ ખાવાના શોખીન હોય તો આ વાનગી ને જરૂર ટ્રાય કરો. આ મીઠાઈ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. તેથી આ ઋતુને ધ્યાન માં રાખીને અમે આજે ખાસ વાનગી લઈને આવ્યા છીએ. આજે અમે બનાવીશું આખા મગ ના લાડુ.

આ ખુબજ ઓછી સમગ્રીથી અને ખુબજ ઝડપ થી બનીને તૈયાર થઇ જાય છે.આને ખાંડ માં નઈ પરંતુ ગોળ માં બનાવીશું.આને શિયાળાની ઋતુમાં બનાવીને તેનું સેવન કરવાથી તમને અને તમારા પરિવાર ને બીમારઓથી બચાવશે. તો તમે પણ સરળ રીતથી લાડુ બનાઓ આને તમારા પરિવાર સાથે આનો સ્વાદ માણો.

1. આખા મગના લાડુ ની જરૂરી સામગ્રી:- લીલા મગ કે લીલી મગની દાળ, 1 કપ (200 ગ્રામ ), ગોળ – 160 ગ્રામ, દેશી ઘી –  4-5 મોટી ચમચી, બદામની કાતરણ  – ¼ કપ, કાજુ – 8-10, કાપેલા, ઈલાયચી – 4, અધકચરી દળેલી. 2. મગ નો લોટ બનાવવાની રીત:- એક વાસણમાં એક કપ મગને નાખીને મીડીયમ ફ્લેમ પર સતત હલાવતા રહીને શેકો. તેનો હલકો સોનેરી રંગ બદલાય ત્યાં સુધી શેકો  શેકાયા બાદ તેને ઠંડુ પડવા દો. ઠંડુ થયા બાદ મિક્સર જારમાં શેકેલી મગની દાળ ને બારીક પીસી લો. આ રીતે મગની દાળ નો લોટ બનીને તૈયાર છે.

3. ગોળની ચાસણી બનાવવાની રીત:- એક વાસણમાં 160 ગ્રામ ગોળ અને બે ચમચી પાણી નાખીને ગોળ ઓગળી જાય ત્યાં સુધી લો ફ્લેમ પર પકવો. તેને થોડી થોડી વારમાં હલાવતા રહેવું. ગોળ આખો ઓગળી જાય એટલે ચાસણી બનીને તૈયાર થઈ જશે, ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ થવા દો.

4. લાડુ માટે મિશ્રણ બનાવવાની રીત:- એક વાસણમાં બે ચમચી ઘી નાખીને ગરમ કરો. ગરમ ઘીમાં મગની દાળનો લોટ નાખો.મીડીયમ ફ્લેમ પર તેને સતત હલાવતા રહો. આ રીતે બે મિનિટ સુધી શેકો. યાદ રાખવું કે લોટનો હળવો રંગ બદલાતા સુધી જ શેકવાનુ છે. જો લોટ લુખો લાગે તો તેમાં બે ચમચી ઘી વધારે નાખો.બે મિનિટ શેકાયા બાદ તેમાં આઠથી દસ બારીક કાપેલા કાજુ અને ¼ બદામની કાતરણ નાખીને બે મિનિટ શેકો. બે મિનિટ થઈ જાય એટલે ફ્લેમ બંધ કરીને તેમાં ચાર અધકચરી વાટેલી ઈલાયચી નાખીને સરસ રીતે મિક્સ કરો અને તેને બાઉલમાં કાઢી લો. ગોળની ચાસણીને ગાળીને મિશ્રણમાં નાખો અને સરસ રીતે મેળવો. આ રીતે લાડુ બનાવવા માટે મિશ્રણ બનીને તૈયાર થઈ જશે.

5. લાડુ બનાવવાની રીત:- હાથમાં થોડું ઘી લગાવીને જેટલા મોટા કે નાના લાડુ બનાવવા ઇચ્છતા હોવ તેટલું મિશ્રણ લો. તેને ગોળ ગોળ લાડુ જેવો શેપ આપો. બધા લાડુ આવી રીતે વાળી લો. આ રીતે આખા મગના લાડુ બનીને તૈયાર થઈ જશે. તેને સર્વ કરો અને પરિવાર સાથે તેના સ્વાદનો આનંદ લો.

આ લાડુના ફાયદા:- આ લાડુનું સેવન કરવાથી શરીરની નબળાઈ દુર થશે, સાથે જ આંખોની રોશની વધશે અને માથાનો દુખાવો હંમેશા માટે કરશે દુર. ઇમ્યુનિટી વધારી આખો શિયાળો બીમારીઓને રાખશે દુર. શરીરને મજબુતી આપી બીમારીઓથી કરશે રક્ષણ.

નોંધ:- મગની દાળને ધીમા ગેસ પર સતત હલાવતા શેકવાની છે. ગોળની ચાસણી બનાવવા માટે પાણીનું માપ કરીને જ નાખવું. મગની દાળને એકદમ લોટ જેવી બારીક દળવાની છે. તેમજ આર્ટીકલ નીચે લાડુ બનાવવા માટે વિડીયો લિંક પણ એડ કરી છે. https://www.youtube.com/watch?v=W2-Lo7MS9kY&t=7s

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment