પગની એડીથી લઈને માથાની ચોંટી સુધી 100 થી વધુ રોગોમાં રામબાણ છે આ પાવડર… શરીરના એકેએક રોગ કરી દેશે નાબુદ….

મિત્રો કોરોનાના પ્રકોપના કારણે લોકો હવે આયુર્વેદ નો રસ્તો અપનાવતા થયા છે. આવી આયુર્વેદિક વસ્તુઓમાં ઘણી વનસ્પતિઓ સામેલ છે. જે ફળ, ફૂલ કે શાકના રૂપમાં ઉપલબ્ધ હોય છે. ભારત દેશ ફળ અને શાકભાજી ના મામલે ધનવાન છે. અહીંયા માસાહારીની તુલનાએ શાકાહારી ભોજન ના અસંખ્ય પ્રકાર તમને જોવા મળશે. પરંતુ લોકોને દરેક શાકભાજીની જાણકારી ન હોવાના કારણે બધા સ્વાદિષ્ટ શાકભાજી નો આનંદ નથી ઉઠાવી શકતા.

મિત્રો જો તમે પણ ખાવા પીવાના શોખીન હોવ અને તમારા આહારમાં ગુણકારી ખાદ્ય પદાર્થોને સામેલ કરવા ઇચ્છતા હોવ તો સરગવાને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક સિદ્ધ થશે. તેના વિવિધ સ્વાસ્થ્ય ફાયદા વિશે કદાચ તમને જાણકારી નહીં હોય. તો આવો જાણીએ સ્વાસ્થ્ય માટે સરગવાના લાભ સાથે જ અમે તમને જણાવીશું કે સરગવાનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે.સરગવો શું છે ?:- સરગવો એક પ્રકારની લાંબી સીંગ હોય છે, તે બીજ થી ભરેલી હોય છે જેનો ઉપયોગ શાકભાજી રૂપે કરવામાં આવે છે. તેને અંગ્રેજીમાં ડ્રમસ્ટીક (Drumstick) કે મોરિંગા (Moringa) કહેવાય છે. તેનું વાનસ્પતિક નામ મોરિંગા ઓલિફેરા (Moringa Oleifera) છે. તમને જાણીને હેરાની થશે કે ભારત માં મોટા પ્રમાણમાં સરગવાની ખેતીનું ઉત્પાદન થાય છે. આનુ વાર્ષિક ઉત્પાદન 1.1 થી 1.3 મિલિયન ટન છે. સરગવાનું વૃક્ષ ખૂબ જ ઝડપથી વધે છે. તેની સીંગની સાથે તેના પાન અને ફૂલનો પણ ઉપયોગ ખાવા માટે કરી શકાય છે. સરગવાના ત્રણેય ભાગ ખૂબ જ ગુણકારી હોય છે.

સરગવાના ફાયદા:-

1) મેદસ્વિતા ઘટાડે:- જો તમે સ્થૂળતા કે વધતા વજનની સમસ્યાથી પરેશાન હોવ તો હવે તમને ઘણી હદ સુંધી રાહત મળી શકે છે. લીલા શાકભાજી ની લિસ્ટ માં સરગવાની સીંગ કે પાનને સામેલ કરી વધતા વજનની સમસ્યાને થોડે ઘણે અંશે નિયંત્રિત કરી શકાય છે. આમાં ક્લોરોજેનિક એસિડ(Chlorogenic Acid) હાજર હોય છે, જેમાં એન્ટી ઓબેસિટી ગુણ હાજર હોય છે. જે સ્થૂળતા કે વજન ની સમસ્યાથી લડવામાં મદદ કરે છે. તમે આને એક સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થના રૂપમાં તમારા આહારમાં સામેલ કરી શકો છો.2) કેન્સર:- સરગવામાં હાજર ઔષધીય ગુણ કેન્સર જેવી ખતરનાક બીમારીના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. સરગવાની છાલ અને સરગવાના પાન માં એન્ટી કેન્સર અને એટીટ્યુમર ગુણ હાજર હોય છે. તેના સિવાય સરગવાના પાન પોલીફેનોલ્સ (Polyphenols) અને પોલીફ્લોનોઇડ્સ (Polyflavonoids) થી સમૃદ્ધ હોય છે. જે એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટી કેન્સર યોગીક છે. આ જીવલેણ બીમારીના જોખમને દૂર કરવામાં મદદ કરે છે.

3) ડાયાબિટીસ:- સરગવાની સીંગ છાલ અને તેના અન્ય ભાગ માં એન્ટિ ડાયાબિટીક ગુણ હાજર હોય છે. જે ડાયાબિટીસ માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. જો તમને સરગવો ખાવો પસંદ ન હોય તો તમે ડોક્ટર ની સલાહથી સરગવાના પાનની ટેબ્લેટ પણ લઈ શકો છો, કારણકે તેમાં પણ એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે.4) હાડકા:- વધતી ઉંમરની સાથે હાડકાની દેખભાળ અને તેને સ્વસ્થ રાખવા પણ જરૂરી છે. તમે તમારા હાડકાને સ્વસ્થ રાખવા માટે સરગવાનું સેવન કરી શકો છો. સરગવાને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, જે હાડકા માટે જરૂરી પોષક તત્વો છે. આ ગુણોના હાજર હોવાના કારણે સરગવો હાડકાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જોકે તેની પર હજુ વધારે શોધ કરવાની જરૂર છે. તેના સિવાય આમાં એન્ટી ઓસ્ટિયોપોરોટિક (Anti-Osteoporotic) ગુણ પણ હોય છે જે ઓસ્ટિયોપોરોસિસ જેવા હાડકાના રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

5) હૃદય:- હૃદયને શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ માંથી એક માનવામાં આવે છે. એવામાં હૃદયને સ્વસ્થ રાખવું અને તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા ઈચ્છતા હોવ તો તમારા આહારમાં સરગવાના પાનને સામેલ કરો. સરગવાનો પાનમાં ઉચ્ચ માત્રામાં એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે, જે શરીરમાં ઇમ્ફ્લેમેશન ના કારણે થતી સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદ કરે છે અને હૃદય સંબંધી સમસ્યા તેમાંથી એક છે. સરગવાના પાનમાં હાજર બીટા કેરોટીન એન્ટિઓક્સિડન્ટના રૂપમાં કાર્ય કરી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.6) એનિમિયા:- સરગવાના ગુણની વાત કરીએ તો તેની છાલ કે તેના પાનનું સેવન એનિમિયા એટલે કે લાલ રક્ત કોષિકાઓની કમી થી બચાવ કરવામાં પણ મદદ કરે છે. સરગવાના પાનના એથનોલિક એક્સટ્રેક્ટ (Ethanolic Extract) મા એન્ટી એનીમિયા ગુણ હાજર હોય છે અને તેના સેવનથી હિમોગ્લોબિન ના સ્તરમાં સુધારો થાય છે, જેનાથી લાલ રક્તકોષિકાઓના ઉત્પાદનમાં મદદ મળે છે.

7) મગજ:- સરગવો મગજને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે વધતી ઉંમરની અસર મગજ પર પણ થાય છે અને મગજ સંબંધી બીમારીઓ જેમ કે અલ્ઝાઈમર (Alzheimer’s Disease- ભૂલવાની બીમારી ), પાર્કિસંસ (Parkinson’s Disease-સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલ રોગ ) અને આવી જ બીજી અનેક સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં સરગવાનું સેવન ખૂબ જ લાભદાયક છે. આ નોઓટ્રોપિક (Nootropics- મગજના સ્વાસ્થ્ય માટે એક પ્રકારની દવા) ની જેમ કામ કરે છે. એટલે કે મગજ સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ અલ્ઝાઈમર ના દર્દીઓને એટલે કે જેને ભૂલવાની બીમારી હોય તેમનામાં યાદશક્તિ તેજ કરવામાં કે સુધાર કરવાના પણ મદદરૂપ થાય છે.8) લીવર:-  ખોટા ખાન પાન અને જીવનશૈલી ના કારણે લીવર પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે. એવામાં જરૂરી છે કે સમય રહેતા તમે ખાન પાનને સુધારી લો અને માત્ર યોગ્ય સમયે ભોજન જ નહીં પરંતુ યોગ્ય આહારને પણ તમારા ડાયટમાં સામેલ કરો. અન્ય આહારો સાથે ડાયટમાં સરગવાની સીંગ ને કે તેના પાનને સામેલ કરી શકો છો. આમાં ક્વારસેટિન (Quercetin) નામનો ફ્લેવોનોલ હોય છે, હેપાટો પ્રોટેક્ટિવ (Hepato-Protective) ની જેમ કાર્ય કરે છે એટલે કે લીવરને કોઈપણ પ્રકારની ક્ષતિથી બચાવીને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. તેથી સરગવાની સીંગ, ફૂલ કે સરગવાના પાનને ડાયટમાં સામેલ કરો અને લીવરને ઘાતક બીમારીઓના જોખમથી બચાવો.

9) ઇમ્યુનિટી:- જો કોઈ વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય તો તે વ્યક્તિને બીમાર થવાનું જોખમ વધી જાય છે. એવામાં જરૂરી છે કે તમારા ડાયટમાં એવા ખાદ્ય પદાર્થોને સામેલ કરવામાં આવે જે રોગપ્રતિકારક ક્ષમતાને સુધારવામાં મદદ કરે. આ ખાદ્ય પદાર્થોમાંથી એક છે સરગવો. સરગવાની સિંગ કે તેના પાનનું સેવન કરવાથી ઇમ્યુનિટીમાં સુધારો થાય છે.

આનું સંતુલિત પ્રમાણમાં સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા માં સુધારો કરી શકાય છે. ધ્યાન રાખવું કે આને જો જરૂરથી વધારે ખાવામાં આવે તો તેમાં આઇસોથિયોસાયનેટ (Isothiocyanate) અને ગ્લાયકોસાઇડ સાયનાઇડ્સ  (Glycoside Cyanides) નામના ઝેરી પદાર્થો હોય છે, જે તણાવને વધારી શકે છે અને તેની એન્ટીઑકિસડન્ટ અસરને ઘટાડી શકે છે.  તેથી, સંતુલિત માત્રામાં તેનું સેવન કરો.10) પેટ:- સરગવાના પાનનું સેવન અનેક પ્રકારની પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે પેટનો દુખાવો અને અલ્સરથી બચાવ કરે છે. તેમાં એન્ટી અલ્સર ગુણ હાજર હોય છે.આ કારણે તેનું સેવન કરવાથી અલ્સરના જોખમથી બચાવ થઈ શકે છે. વળી ઉપર અમે પહેલાં જ તમને જાણકારી આપી છે કે લીવરની સમસ્યામાં પણ રાહત આપે છે.  એટલું જ નહીં તેની છાલ પણ પેટ માટે ઉપયોગી છે. આ પાચન ક્રિયામાં સુધારો કરવામાં મદદ કરે છે. 

11) ત્વચા:- આપણા સ્વાસ્થ્ય ને જ નહીં પરંતુ ત્વચા ને પણ સ્વસ્થ રાખવી જરૂરી છે. તમારી ત્વચા પણ તમારા સારા અને ખરાબ સ્વાસ્થ્યના સંકેત આપે છે. જો ત્વચામાં ચમક ન હોય તો તેનો મતલબ એ છે કે તમારી ત્વચા સ્વસ્થ નથી. એવામાં સરગવો કે સરગવાના પાનનું સેવન તમારી ત્વચાને સ્વસ્થ બનાવી રાખે છે. સરગવામાં હાજર એન્ટિબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટી ફન્ગલ ગુણ ત્વચાના રેસીશ, ત્વચા સંબંધી સંક્રમણ કે અન્ય ત્વચા સંબંધી બીમારીઓના જોખમથી બચાવ કરે છે.

12) એન્ટી એજિંગ માં ફાયદાકારક છે સરગવો:- વધતી ઉંમરની અસર ચહેરા પર દેખાવા લાગે છે, તેના પરિણામ સ્વરૂપ ચહેરાની ચમક ઓછી થવા લાગે છે અને કરચલીઓ વધવા લાગે છે. એવામાં તમારામાંથી અનેક લોકો એન્ટી એજીંગ ક્રીમનો પણ સહારો લે છે. જેની અસર થોડાક સમય સુધી જ રહે છે. આ કારણે સરગવાનો ઉપયોગ વારંવાર કરવાની જરૂર હોય છે.

આ સ્થિતિમાં એ સારુ રહેશે કે તમે યોગ્ય ડાયટને પસંદ કરો. કારણકે ક્યાંક ને ક્યાંક તમારા ડાયટની અસર તમારી ત્વચા અને ચહેરા પર પડી શકે છે. તમે તમારા ડાયટમાં સરગવાને કે તેના પાનને સામેલ કરી શકો છો તેનું સેવન તમારા ચહેરા પર વધતી ઉંમરના પ્રભાવને ઓછું કરવામાં મદદ કરે છે, એટલું જ નહીં તેના બીજ પણ ઓછી ઉંમરમાં ત્વચા પર એજીંગ ના પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે.સરગવાની સીંગ નો ઉપયોગ કરવાની રીત:- અહીંયા સરગવાની કેટલીક સરળ રીત અને ઉપયોગ જણાવવામાં આવ્યા છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક અને લાભદાયક બની શકે છે.

સરગવાના 8 થી 10 ફૂલોને 250 મિલી દુધમાં ઉકાળીને તેને સવારે અને સાંજે પીવાથી શારીરિક કમજોરી દુર થાય છે અને પૌરુષ શક્તિ વધે છે. તમે સરગવાનો ઉપયોગ શાક બનાવીને કરી શકો છો. તમે સરગવાના પાનનું શાક બનાવી શકો છો કે તમે તેનો સંભારમાં પણ ઉપયોગ કરી શકો છો.

તમે સરગવાને કાપીને તેનો ઉપયોગ સૂપ બનાવીને પણ કરી શકો છો. ડોક્ટરની સલાહ લઈને સરગવાના પાનની ટેબલેટનું પણ સેવન કરી શકો છો. સરગવાના પાન અને ફૂલને સુકવીને તેનો પાવડર બનાવીને સલાડ,સૂપ અને શાકભાજીમાં ઉપયોગ પણ કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment