શરીર પરના અણગમતા અને જીદ્દી મસા ફક્ત 5 દિવસમાં કરો ગાયબ, અજમાવો આ નેચરલ ઉપાય, મફતમાં જ મળશે 100% છુટકારો…

મિત્રો હાલમાં ત્વચા સંબંધિત સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. આ સમસ્યાઓ માંથી એક છે ચહેરા કે શરીર પરના અણગમતા  મસા. આમ તો સામાન્ય રીતે મસાથી કોઈ કષ્ટદાયક સમસ્યા તો નથી થતી પરંતુ આ કોઈની પણ સુંદરતા ને ઘટાડે છે. મસા સામાન્ય રીતે હાથ, ગરદન, ચહેરા, પગ અને શરીરના અન્ય ભાગ પર જોવાય છે. મસા દૂર કરવા માટે અનેક રીતો છે પરંતુ કોઈ પણ રીત એવી નથી કે જે તેને રાતો રાત મસાને હટાવી શકે. ઘરેલુ ઉપચાર ધીમે ધીમે કામ કરે છે તેથી તમારે આ કિસ્સામાં થોડી ધીરજ રાખવી પડશે.

મસા ના કારણ:- મસા હ્યુમન પેપિલોમા વાયરસ નામના વિષાણુ ના કારણે થાય છે. આ નોન-કેન્સરસ હોય છે. આ વાઇરસ શરીરમાં કપાયેલી કે ફાટેલી જગ્યાએથી પ્રવેશ કરે છે. મસાને અડકવા અને ત્યારબાદ પોતાના શરીરના બીજા ભાગને અડકવા માત્રથી જ પોતાને નવેસરથી સંક્રમિત કરી શકો છો. ટુવાલ કે નીજી ઉપયોગની બીજી વસ્તુઓને હળી મળીને ઉપયોગ કરવાથી આ એક સંક્રમિત વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચી શકે છે.મસા ના કારણ:- આ ખરબચડી સપાટી સાથે સપાટ અને મુલાયમ પણ હોઈ શકે છે. આનો રંગ ત્વચાના રંગનો, ભૂરો, ગુલાબી કે સફેદ પણ હોઈ શકે છે. તેને કાપવાની, ઉખાડવાની કે કાઢવાની સ્થિતિમાં તેમાંથી ખંજવાળ અને લોહી વહેવાની સ્થિતિ થઈ શકે. મસામાં રક્તવાહિનીઓ દ્વારા લોહી અને પોષક તત્વો સપ્લાય કરવામા આવે છે, જે કાળા બિંદુઓ જેવી દેખાય છે.

મસા ના ઘરેલુ ઉપાય:-

1) સફરજનનો સરકો:- સફરજનનો સરકો મસા ને મૂળથી દૂર કરી શકે છે. તમે તેને કોટનની મદદથી દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વાર મસા પર લગાવો અને રૂને તેની ઉપર લગાવીને છોડી દો. થોડાક જ દિવસમાં મસા કાળા પડી જશે અને તેના મૂળ ની આસપાસની ત્વચા સુકાઈ જશે.2) લસણની કળીઓ:- તમે લસણને છોલીને નાના નાના ટુકડામાં કાપી શકો છો અને ત્યારબાદ મસા પર ઘસી શકો છો. વિકલ્પના રૂપમાં તમે એક પેસ્ટ બનાવી શકો છો અને તેને મસા પર લગાવી શકો છો આમ કરવાથી થોડાક જ દિવસોમાં મસા નષ્ટ થઈ જશે.

3) લીંબુનો રસ:- તમે રૂ ની મદદ થી લીંબુના રસને મસા પર લગાવી શકો છો. તેનાથી મસા થોડાક જ દિવસમાં દૂર થઈ જશે.

4) બટાકાનો રસ:- બટાકાની છાલને તેની પર ઘસવાથી મસાથી છુટકારો મળી શકે છે. બટાકાના રસને તમે આખી રાત માટે મસા પર લગાવીને રાખી શકો છો.5) બેકિંગ સોડા:તમે કેસ્ટર ઓઇલને બેકિંગ સોડામાં મેળવીને પેસ્ટ બનાવી શકો છો અને આ પેસ્ટને મસા પર લગાવી શકો છો. આનું પરિણામ તમને થોડાક જ દિવસમાં જોવા મળશે 

6) અનાનસ નો રસ:- અનાનસના રસને મસા પર લગાવવાથી થોડાક જ દિવસમાં તે પાકી જશે અને તમને તેનાથી જલ્દી છૂટકારો મળશે.

7) ડુંગળીનો રસ:- તેના માટે એક ડુંગળીનો રસ કાઢો અને આ રસને નિયમિત રૂપે દિવસમાં એકવાર મસા પર લગાવો આ ઉપાયથી મસાની સમસ્યા દૂર થાય છે.8) પપૈયું:- એક કાચા પપૈયાની સપાટી પર હળવો કટ કરો અને તેમાંથી નીકળતા છોડનો રસ ભેગો કરો અથવા જેને આપણે પપૈયાનું દૂધ પણ કહીએ છીએ તેને ભેગું કરો. આ ઘટ્ટ દૂધમાં થોડી પાણીની માત્રા મેળવીને તેને મસા પર લગાવો. સારા પરિણામ માટે તમે તેને બે અઠવાડિયા સુધી ઉપયોગ કરો. આ તમારી ત્વચા માંથી મસાને દૂર કરવામાં મદદ કરશે.

9) કેળા ની છાલ:- દિવસમાં બે વખત કેળાની છાલની અંદરથી સફેદ માવો કાઢીને તેને મસા પર લગાવો, મસા દૂર થઈ જાય ત્યાં સુધી આ ઉપચાર કરવાનું ચાલુ રાખવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment