સ્વસ્થ રહેવા માટે જરૂર કરો આ અનાજનું સેવન, હૃદય, કેન્સર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવા ગંભીર રોગોનો કરી દેશે સફાયો…વડીલો અને ડોકટરો આનું સેવન કરવાનું કહે છે…

આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. અહીંયા અનેક પ્રકારના અનાજ પાકે છે. જેવા કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર વગેરે. આ અનાજ માત્ર આપણા ભોજનનો જ સ્વાદ નથી વધારતા પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ભારતીય ભોજનની વિવિધતામાં બાજરી પણ તેનું એક ખાસ મહત્વ ધરાવે છે, જેમાં હાજર પોષક તત્વો આ અનાજને ખાસ બનાવે છે.

મિત્રો બાજરીને પહેલાના જમાનામાં પશુઓ માટે ઉગાવવામાં આવતી હતી. પરંતુ બાજરીના ગુણો જાણ્યા બાદ લોકો પોતાના આહારમાં પણ સામેલ કરવા લાગ્યા. તેનું ઉત્પાદન ઘણા બધા દેશમાં કરવા લાગ્યા  છે. તેનું ઉત્પાદન સુકી જગ્યા પર વધારે અધિક થાય છે. આખા વિશ્વમાં બાજરીની ઘણી બધી જાત ઉપલબ્ધ હોય છે. ભારત મા બાજરી ની ખેતી વિશેષ રૂપે ગરમ પ્રદેશ રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં થાય છે.બાજરીમાં ઘણા બધા વિટામિન અને ખનીજ હોય છે જે સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે. મોટાભાગના લોકો બાજરીનાં રોટલા ખાવાનું પસંદ કરે છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે અને કેલેરીને વધારે છે. તો ચાલો આજે આપણે આ લેખના માધ્યમથી બાજરીના પૌષ્ટિક તત્વ, તેના ફાયદા અને નુકસાન વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

બાજરીના પૌષ્ટિક તત્વ અને ખનીજ કયા છે:- બાજરીમાં ભરપૂર પ્રમાણમાં પૌષ્ટિક તત્વો ઉપલબ્ધ હોય છે. તેમાં ઉર્જા, કેલેરી, નમી, પ્રોટીન, ખનીજ, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન વગેરે હોય છે. મિત્રો વડીલો અને ડોકટરો પણ આપણે ને બાજરીનું સેવન કરવાની સલાહ આપે છે.

બાજરી ના ફાયદા:-  

1) વાળ માટે ફાયદાકારક:- વાળ ખરવાની સમસ્યાને ઠીક કરવા માટે બાજરીના રોટલા તમારા આહાર માં સામેલ કરવા જોઈએ. બાજરીમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે જે વાળને જડથી મજબૂત બનાવે છે. તેના સિવાય બાજરીમાં મેગ્નેશિયમ હોય છે, જે સોજો ઓછો કરે છે. વાળમાં વધુ પ્રમાણમાં ખોડાની સમસ્યા હોય તો તેને દૂર કરે છે. કેટલાક અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે બાજરી શરીરને સારી પ્રમાણમાં પ્રોટીન પ્રદાન કરે છે અને વાળની સુંદરતામાં વધારો કરે છે. તમારા વાળ જાડા અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

2) હૃદય ને સ્વસ્થ રાખે:- હૃદય આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ અંગ હોય છે તેને સ્વસ્થ રાખવા માટે આપણા આહારમાં પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ. પૌષ્ટિક આહારમાં બાજરી લાભદાયક છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમનું સારું પ્રમાણ હોય છે, જે રક્તના પ્રવાહને સુચારુ કરે છે. તેના સિવાય હૃદય રોગનું જોખમ પણ નથી થતું. તમારા આહારમાં બાજરીને સામેલ કરવી જોઈએ.3) ડાયાબિટીસમાં ફાયદાકારક:- ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ખાનપાનનું સારી રીતે પાલન કરવું જોઈએ. મોટાભાગે આ દર્દીઓને કબજિયાતની ફરિયાદ રહેતી હોય છે તેનું મુખ્ય કારણ આહાર ની કમી હોવાના કારણે. તેથી બાજરીના રોટલા નું સેવન કરવું જોઈએ. તમારા રાત્રિના ભોજનમાં શાક ની સાથે ઘઉંની રોટલી ની જગ્યાએ બાજરીના રોટલા નું સેવન કરી શકો છો. તેના સિવાય દર મહિને ડોક્ટર થી તમારા સુગરની તપાસ કરાવતા રહેવી. ગળી વાનગી થી દૂર રહેવું.

4) કોલેસ્ટ્રોલ ઘટાડે:- કોલેસ્ટ્રોલ શરીર માટે સારું નથી હોતું. આ હૃદયના જોખમને વધારે છે તેથી બાજરીનું સેવન કરવું જોઈએ. આમાં સારા પ્રમાણમાં ફાઇબર હોય છે. ફાઇબર કોલેસ્ટ્રોલના પ્રમાણને ઘટાડવામાં મદદ કરે છે કેટલીક શોધ પ્રમાણે ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલ  ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલ ને વધારો આપે છે. તૈલીય પદાર્થ કોલેસ્ટ્રોલ ને વધારે છે તેથી બાજરીના રોટલા ખાવ અને કોલેસ્ટ્રોલ ને ઘટાડો. કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહેવાથી હૃદયનું જોખમ પણ નહીં રહે.5) કેન્સરને રોકવામાં મદદરૂપ:- કેન્સરના શરૂઆતી લક્ષણ જોવામાં આવે તો દર્દીને તુરંત ઉપચાર કરવો શરૂ કરી દેવો જોઈએ. મહિલાઓને સ્તન કેન્સરની સમસ્યા ઘટાડવા માટે આહારમાં બાજરીના રોટલા નું સેવન કરવું જોઈએ.બાજરીમા ફાઇબરનું સારું પ્રમાણ હોય છે જે સ્તન કેન્સરની સમસ્યાથી છુટકારો અપાવે છે. જે મહિલાઓને સ્તન કેન્સરથી જોડાયેલી સમસ્યા હોય તેમને બાજરીના રોટલા નું સેવન કરવું જોઈએ 

6) અસ્થમા દૂર કરે:- અસ્થમા શ્વસન સંબંધિત સમસ્યા છે. જેમાં વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને ઠીક કરવા માટે બાજરીનું સેવન દરરોજ કરવું જોઈએ અસ્થમાને વિકસિત થતા બાજરી રોકે છે. કેટલીક શોધમાં જણાવ્યું છે કે જે બાળકોને પહેલેથી જ અસ્થમા હોય તેમને બાજરી ખવડાવતા રહેવી, તેનાથી અસ્થમા ધીરે ધીરે ઠીક થવા લાગે છે. તેથી જે લોકોને અસ્થમા ની સમસ્યા હોય તેઓએ બાજરી નું સેવન અવશ્ય કરવું જોઈએ. 7) વજન ઘટાડે:- આજકાલના મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન હોય છે તેથી વિવિધ પ્રકારના ડાયટ પ્લાન બનાવે છે.આ ડાયટમાં સૌથી મહત્વ ભૂમિકા બાજરી નિભાવે છે. તેમાં સારા પ્રમાણમાં ફાઇબર હોય છે જે ચરબીની કમી કરે છે. કેલેરીને ઘટાડે છે. શરીરનું વજન સંતુલીત થવા લાગે છે. જો તમે ડાયટમાં ઘટાડો કરી રહ્યા હોય તો બાજરીના રોટલા ને જરૂર ખાઓ.

બાજરીના નુકસાન:- બાજરી ના ફાયદા તો ઘણા બધા છે પરંતુ વધારે પ્રમાણમાં સેવન કરવાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે. બાજરીનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી થાઇરોડ અને ગોઈટરની સમસ્યા ઉદભવે છે. કારણ કે બાજરીમાં કેટલાક એવા પદાર્થો હોય છે જે આયોડિનને શોષી લે છે. જે લોકોને થાઇરોડની સમસ્યા હોય તેમને આનુ સેવન કરવાથી બચવું જોઈએ. આ થાઇરોડ ની સમસ્યામા વધારો કરે છે. જો તમને બાજરીનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં કોઈ પ્રકારની સમસ્યા થઈ રહી હોય તો થોડા દિવસ સુધી તેનું સેવન કરવાથી અટકાવી દેવું જોઈએ, અને ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment