આ વસ્તુના 10 થી 12 દાણાને રાતે પાણીમાં પલાળી સવારે ખાલી પેટ કરો સેવન… બેસતાની સાથે થશે મળત્યાગ અને નહિ થાય આજીવન લોહીની ઉણપ જેવી સમસ્યા…

ડ્રાયફ્રુટ અનેક ગુણો અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. આપણે સૌ તેનું સેવન કરતા જ હોઈએ છીએ. આવા જ ડ્રાયફ્રુટ માંથી એક કિસમિસ છે જેનું નામ સાંભળતા જ મોઢામાં મીઠાશ પ્રસરી જાય છે. શિયાળામાં આપણા ઘરમાં કિસમિસની વાનગીઓ બનાવવામાં આવે છે. તેની અંદર હાજર ગુણ અને તેના સ્વાદ ના કારણે લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. ભારતીય બજારમાં આ અન્ય ડ્રાયફ્રુટ કરતા  ઘણી સસ્તી પણ છે. પરંતુ ઘણા ઓછા લોકો તેના ફાયદાને ડબલ કરવાની યુક્તિ જાણે છે.

કિસમિસનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અસંખ્ય લાભ થાય છે. કેટલાક રોગોની સારવારમાં કિસમિસનું સેવન દવાની જેમ અસર કરે છે. તો આવો જાણીએ કે કિસમિસ પલાળવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે. જો તમે પણ કિસમિસના ફાયદા ડબલ કરવા ઈચ્છતા હોવ તો તેનું સેવન તમારે પલાળીને કરવું પડશે. તમે આજ સુધી માત્ર બદામ કે અખરોટ જ પલાળીને ખાધા હશે પરંતુ કિસમિસને પલાળીને ખાવા વિશે કદાચ વિચાર્યું પણ ન હોય. તો ચાલો આજે આપણે જાણીશું કે શું કિસમિસને પલાળીને ખાવી જોઈએ અને કેવી રીતે ખાવી જોઈએ?કિસમિસ નું આ રીતે કરો સેવન:- કિસમિસને પલાળીને ખાવાથી તેની અંદર હાજર તત્વ સારું બને છે. તેથી તમે દરરોજ રાત્રે 20 થી 30 કિસમીસને પલાળીને રાખો અને સવારે ખાલી પેટે તેનું સેવન કરો તમને જણાવી દઈએ કે જ્યારે તમે તેને પલાળી રાખો છો તો તેની ઉપરની છાલ હળવી થઈ જાય છે અને તેને સીધું સેવન કરવાથી કિસમિસની અંદર હાજર વિટામીન અને મિનરલ્સ સીધા તમારા શરીરમાં પહોંચી જાય છે. તેના સિવાય પલાળીને રાખવાથી કિસમિસના એન્ટી ઓક્સીડન્ટ તત્વ પણ વધી જાય છે.

1) દાંત અને હાડકા માટે:- દાંત અને હાડકા મજબૂત બનાવી રાખવા માટે કેલ્શિયમની જરૂરિયાત હોય છે. એવામાં કિસમિસ નું સેવન દાંત અને હાડકા માટે પણ કરી શકાય છે. તમને જણાવીએ કે સો ગ્રામ કિસમિસની અંદર લગભગ 50 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે જે તમારા દાંત અને હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે.

2) હૃદય માટે ફાયદા કારક:- કિસમિસ બ્લડ પ્રેશર પણ નિયંત્રિત કરે છે અને લોહી સાફ કરવાનું કાર્ય પણ કરે છે. તેના સિવાય કિસમિસ ની અંદર ફાઇબર અને ઘણા બધા વિટામીન મિનરલ્સ ઉપલબ્ધ હોય છે. કિસમિસનો આ ગુણ તમને હાર્ટ એટેક, સ્ટ્રોક, હાયપરટેન્શન જેવી સમસ્યાઓથી બચાવીને રાખે છે.3) એનીમિયા થી બચાવે:- એનિમિયાના કારણે શરીરમાં લોહી બનવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. તેનાથી બચવા માટે શરીરને આયર્નની જરૂરિયાત હોય છે. કારણ કે આયર્ન દ્વારા લાલ રક્તકણોનું નિર્માણ થાય છે. એવામાં તમે પલાળેલી કિસમિસ નું સેવન કરી શકો છો. તેની અંદર પુષ્કળ પ્રમાણમાં આયર્ન હાજર હોય છે. તેના સિવાય જ્યારે તમે તેને પલાળો છો તો તેનાથી નાઈટ્રિક ઓક્સાઇડ નું પ્રમાણ પણ વધી જાય છે જેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ સારો થાય છે. અને હિમોગ્લોબિનના સ્તરમાં વધારો થાય છે 

4) બ્લડ પ્રેશર સંતુલિત કરે:- કિસમિસ ની અંદર પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ ઉપલબ્ધ હોય છે જે શરીરની અંદર હાજર સોડિયમના પ્રભાવને ઘટાડે છે. તેના દ્વારા તમે બ્લડ પ્રેશર સંતુલિત રાખી શકો છો.5) પાચન શક્તિ વધારે:- એવા લોકો જેમની પાચનશક્તિ નબળી હોય તેમના માટે કિસમિસ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કિસમિસ ની અંદર ફાઇબર ઉપલબ્ધ હોય છે જે પલાળ્યા બાદ વધુ પ્રભાવી બની જાય છે. એવામાં જ્યારે તમે કિસમિસનું સેવન કરો છો તો આ તમારી પાચન ક્રિયાને ધીમી કરી દે છે તેના સિવાય શરીર હાઇડ્રેટ રહે છે અને કબજિયાતની ફરિયાદ દૂર થાય છે. જેમને કબજિયાત છે તેમના માટે કિસમિસનું પાણી કોઈ દવાથી ઓછું નથી.

6) અનિદ્રા ની સમસ્યામાં ફાયદાકારક:- કિસમિસ નો આ એક એવો ફાયદો છે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. જો કોઈ એવો વ્યક્તિ હોય જેને ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો તેના માટે પલાળેલી કિસમિસ કોઈ વરદાનથી ઓછી નથી. કિસમિસ ની અંદર હાજર તત્વ તમને સારી ઊંઘ અપાવવામાં મદદ કરે છે.7) ઇમ્યુનિટી સિસ્ટમ સારી બનાવે:- બદલાતી ઋતુની માર ને સહન કરતા લોકો લગભગ બીમાર પડવા લાગે છે. તેનું કારણ હોય છે તેમની કમજોર ઇમ્યુનિટી સિસ્ટમ. જો તમને પણ આ સમસ્યા હોય તો તમે કિસમિસનું સેવન કરી શકો છો. વળી કિસમિસની અંદર પૂરતા પ્રમાણમાં વિટામીન બી અને સી હાજર હોય છે તેના સિવાય તેમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ પણ હોય છે. આ તમારી રોગપ્રતિકારક ક્ષમતા સુધારવા માં મદદરૂપ બને છે. તેના સિવાય તેની અંદર બાયોફ્લેવોનોઈડ્સ પણ હોય છે જે તમને ઇન્ફેક્શનથી બચાવી રાખે છે.

8) ઉર્જા આપીને કાર્યક્ષમતા વધારે:- કિસમિસ ની અંદર કુદરતી સુગર હોય છે જે તમને તુરંત જ ઉર્જા પ્રદાન કરે છે. તેના સિવાય કિસમિસ ની અંદર વધુ પ્રમાણમાં એમિનો એસિડ હોય છે જે હાઈ ઇન્ટેસિટી વર્કઆઉટ બાદ તમારામાં મસલ્સ ને જલ્દી રિકવર કરવામાં મદદ કરે છે જો તમે સ્પોર્ટ્સ થી જોડાયેલ વ્યક્તિ હોય તો કિસમિસ પલાળીને ખાઓ જેનાથી તમને પૂરતા પ્રમાણમાં એનર્જી મળશે.9) બોડીને ડિટોક્ષ કરે:- જો તમે કિસમિસ નું સીધું સેવન કરવાની જગ્યાએ 150 ગ્રામ કિસમિસને બે કપ પાણીમાં પલાળીને રાખો અને બીજા દિવસે સવારમાં ખાલી પેટે આ પાણીનું સેવન કરો છો તો આ તમારી બોડીને અંદરથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેના સિવાય આ પાણી તમારા લીવરની પ્રક્રિયાઓમાં સુધારો કરે છે સાથે જ તેનાથી તમારું લોહી પણ શુદ્ધ થાય છે.

10) લીવરને ડિટોક્સ કરે છે:- રાત્રે એક ગ્લાસ પાણીમાં 10 થી 12 કિસમિસ નાંખો અને સવારે આ પાણીનું સેવન કરો અને કિસમિસ પણ ખાઓ. સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પીવાથી લીવર કુદરતી રીતે ડિટોક્સ થઈ જશે. આનું સેવન કરવાથી ફેટી લીવરની સમસ્યાથી પણ છુટકારો મળશે. 100 ગ્રામ કિસમિસમાં 300 કેલરી હોય છે, તેથી જે લોકોનું વજન વધારે છે તેઓએ આ ડ્રાયફ્રુટનું સેવન ન કરવું જોઈએ. હાઈ બ્લડ શુગરના દર્દીઓએ કિસમિસનું સેવન ટાળવું જોઈએ, નહીં તો બ્લડ સુગર વધવાનું જોખમ રહેલું છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment