ગોળીઓ ખાધા વગર જ હાઈ બીપી અને વજન આવી જશે કંટ્રોલમાં, ખાઈ લ્યો આ દાણા જીવો ત્યાં સુધી રહેશો તંદુરસ્ત…

મિત્રો ડ્રાયફ્રુટ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ડ્રાયફ્રુટ ગમે તેવી બીમારી હોય તો તેની સામે લડવા માટે આપણા સ્વાસ્થ્ય ને સક્ષમ બનાવે છે. આવા જ ડ્રાયફ્રુટમાં એક બદામ છે જે ડ્રાયફ્રુટ નો રાજા કહેવાય છે. મિત્રો બદામ ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થાય છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. પરંતુ તમે જાણો છો પલાળેલી બદામ ખાવાથી આપણા સ્વાસ્થ્યને ડબલ ફાયદા થાય છે. પલાળેલી બદામ ખાસ કરીને બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. બદામમાં અઢળક પોષક તત્વો અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. બદામ વિટામીન બી 2 (રાઇબોફ્લેવિન), ફોસ્ફરસ અને કોપરનો સારો સ્ત્રોત છે.

માનવામાં આવે છે કે જો દરરોજ એક મુઠ્ઠી બદામ ખાઓ તો તમે હૃદયની બીમારી, સ્થૂળતાથી દૂર રહેશો. એક મુઠ્ઠી બદામ (લગભગ 28 ગ્રામ)માં 3.5 ગ્રામ ફાઇબર, 6 ગ્રામ પ્રોટીન અને 14 ગ્રામ ફેટ ઉપલબ્ધ હોય છે. તેના સિવાય આમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ અને મેંગેનીઝનું પણ સારું પ્રમાણ ઉપલબ્ધ હોય છે. જોકે સૂકી બદામ ખાવા કરતા પલળેલી બદામ વધુ ફાયદા કારક છે.1) આથી સારી છે બદામ:- બદામમાં શરીર માટે જરૂરી વિટામીન અને મિનરલનું પ્રમાણ સારું હોય છે. તેમાં વિટામીન એ, ઝીંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે. જોકે તેમાં કેટલાક તત્વો એવા હોય છે જેને શરીર સરળતાથી અવશોષિત નથી કરી શકતું. બદામના ભૂરા રંગના છોડામાં ટનીન હોય છે જે પોષક તત્વોના અવશોષણને રોકે છે. તેને પાણીમાં પલાળવાથી આ છોડુ સરળતાથી ઉતરી જાય છે. પલાળેલી બદામ પાચન માં પણ મદદ કરે છે અને પેટ સંબંધિત બીમારીઓમાં રાહત પ્રદાન કરે છે.   

2) વજન ઘટાડવામાં મદદરૂપ:- પલાળેલી બદામ ખાઈને વજન પણ ઘટાડી શકાય છે બદામમાં હાજર ફાઇબર અને મોનોઅનસેન્ચ્યુંરેટ ફેટ ભૂખ શાંત કરે છે જેનાથી ભૂખ ઓછી લાગે છે. સ્વાભાવિક વાત છે તમારું પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય એટલે ભૂખ ઓછી લાગે અને જેથી કરીને તમારું વજન વધે નહીં.3) એજિંગ ના લક્ષણો દૂર કરે:- પલાળેલી બદામમાં એન્ટિઓક્સિડન્ટ નું પ્રમાણ સૂકી બદામથી વધારે હોય છે. આ એન્ટિઓક્સિડન્ટ શરીરને ફ્રી રેડીકલથી થતા નુકસાન થી બચાવીને ઉંમર વધવાની પ્રક્રિયાને રોકે છે. પલાળેલી બદામમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાના મૃત કોષોને નવી ત્વચા સાથે બદલવામાં મદદ કરે છે. જેના કારણે આપણી ત્વચા ચમકદાર દેખાય છે.

4) હૃદય ને સ્વસ્થ રાખે:- એક અભ્યાસ પ્રમાણે બદામમાં ખૂબ જ શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ હોય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સિડેશન ને રોકે છે. તેનાથી તમે હૃદયના ધબકારા સંબંધી બીમારીઓથી બચી શકો છો. કુલ મેળવીને બદામ ખાવાથી તમારું હૃદય સ્વસ્થ રહે છે.5) હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત કરે:- બદામ નું સેવન  બ્લડપ્રેશર ના રોગીઓ માટે પણ સારુ છે. બદામ ખાવાથી લોહીમાં આલ્ફા ટોકોફેરોલ નામના તત્વની માત્રા વધી જાય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. એક્સપર્ટ ના જણાવ્યા પ્રમાણે દરરોજ બદામ ખાઈને હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત કરી શકાય છે.

પલાળેલી બદામ ખાવાથી આપણા શરીરને એનર્જી મળે છે, જેના કારણે આપણે લાંબા સમય સુધી સ્વસ્થ રહીએ છીએ. તેમજ બદામમાં મેગ્નેશિયમ હોય છે, જે આપણા ગંદા લોહીને હૃદય સુધી પહોંચવા દેતું નથી અને તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ આપણને ગંભીર બીમારીઓથી પણ બચાવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment